કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
સાંસદ દીપસિંહ રાઠોડ અને રમીલાબેન બારાએ આંતરરાષ્ટ્રીય સ્ત્રી દિવસ પર શું કહ્યું
નીરવ જોષી , હિંમતનગર
સ્ત્રી વિના આ માનવ સૃષ્ટિનું સર્જન જ શક્ય નથી, નારી સૃષ્ટિની સર્જનહાર છે– સાંસદશ્રી દિપસિંહ રાઠોડ
૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં મહિલાઓ ઉત્સાહભેર ભાગ લીધો
વ્હાલી દિકરી યોજના અને મહિલા સ્વાવલંબન યોજનાના
લાભાર્થી બહેનોને સહાયનું વિતરણ કરાયું ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શાનદાર ઉજવણી સ્વામીનારાયણ મંદિર કાંકણોલ ખાતે કરવામાં આવી હતી. જેમાં વ્હાલી દિકરી યોજના અને મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થી બહેનોને બેબીકીટ અને આંગંવાડી બહેનોને મતા યશોદા એવોર્ડ તથા આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનારનું ટ્રોફિ આપી સન્માન કરાયુ હતું.
આ પ્રસંગે સાંસદશ્રી દિપસિંહ રાઠોડે મહિલાઓને આંતરરાષ્ટ્રીય દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર મહિલાઓના સશક્તિકરણ માટે સક્રિય અને સંકલ્પબધ્ધ છે. તેમણે કહ્યું કે, સ્ત્રી વિના આ સૃષ્ટિનું સર્જન જ શક્ય નથી ત્યારે સૃષ્ટિની સર્જનહાર સમી મહિલાઓને નતમસ્તકે વંદન કરી તેમને અભિનંદન પાઠવું છુ. સાંસદશ્રીએ કહ્યું કે, પુત્રની ઘેલછામાં આપણે દિકરા-દિકરી વચ્ચે કયાંક ભેદભાવ રાખીએ છીએ. પુત્ર વિના ન ચાલે તેવી આપણી હીન માનસિકતાના લીધે દિકરીઓની ભ્રૂણ હત્યા કરવામાં આવે છે તેને અટકાવવા માટે સરકારે કડક કાયદો બનાવી આ દૂષણને ડામી દેવા કમર કસી છે.દિકરો- દિકરી એક સમાન વ્યવહાર કરીએ મહિલાઓને સામાજિક સુરક્ષા પુરી પાડવા માટે ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન, મહિલાઓ માટે અલગ પોલીસ સ્ટેશનો, પોલીસ ભરતીમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્યસભા સાંસદ શ્રીમતી રમિલાબેન બારાએ જણાવ્યું હતું કે, એક દિકરી બે કુળને ઉજાળે છે. આ દેશની મહિલાઓએ મુખ્યમંત્રી, વડાપ્રધાન અને રાષ્ટ્રાપતિ જેવા સર્વોચ્ચ હોદ્દાઓ પર સેવાઓ આપી શકે એવા વિરલાઓ આપ્યા છે. તેમની શક્તિનો દેશ અને દુનિયાને પરિચય કરાવ્યો છે. આજે પણ કેટલીય મહિલાઓ દેશમાં સનદી અધિકારીઓ બનીને રાજ્ય અને દેશનો વહીવટ ચલાવે છે ત્યારે આપણે પણ દિકરી-દિકરા વચ્ચે જરાપણ ભેદભાવ રાખ્યા સિવાય તેમનો સમાનતાથી ઉછેર કરીએ, સારું શિક્ષણ અપાવીએ અને તેમની આવતીકાલ સુખી અને સમૃધ્ધ બનાવીએ. આ જગતમાં જનની જોડ સખી નહિં જડે રે લોલ પંક્તિ યથાર્થ છે. તેમણે કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલાઓના સશક્તિકરણ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. મહિલાઓના નામે મિલ્કત ખરીદવામાં આવે તો રજીસ્ટ્રેશન ફી માંથી મુક્તિ આપવામાં આવે છે જેના લીધે આજે રાજ્યની લાખો બહેનો મિલ્કતની માલિક બની છે. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહિલાઓ માટે ૫૦ ટકા અનામતની જોગવાઇના લીધે આજે સ્થાનિક સ્વરાજ્યનો વહીવટ બહેનો સંભાળે છે.અને રાજ્યમાં કન્યાકેળવણી રથ,શાળા પ્રવેશોત્સવ,સખી વન સ્ટોપ, નારી સંરક્ષણ ગૃહ,નારી અદાલત જેવા અભિયાનો ચલાવ્યા છે.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી હિતેષ કોયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનાબેન મોદી, આઇ.સી.ડી.સી અધિકારીશ્રી ચારણ, મહિલા અને બાળ વિકાસ ચેરમેન રેખાબેન ઝાલા, મહિલા બાળ વિકાસ અધિકારી શ્રીદિપેન પંડ્યા, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી મેઘાબેન ગોસ્વામી તેમજ મોટા પ્રમાણમાં આંગણવાડી બહેનો અને લાભાર્થી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.