ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
હિંમતનગરમાં આર્યુવેદિક હોસ્પિટલ વડે આયોજીત આયુષ મેળામાં 400થી પણ વધુ લોકોએ લાભ લીધો
संकलन: नीरव जोशी, हिम्मतनगर (M-7838880134)
- દરરોજ દરેક માટે આયુર્વેદ’
- ભારતીય આયુર્વેદ થકી નાગરીકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થાય તે માટે હિંમતનગર ખાતે આયુષ મેળાનું આયોજન
- ૪૦૦ થી વધુ લોકોએ આયુષ મેળાનો લાભ મેળવ્યો.
આયુર્વેદ અંગે લોકજાગૃતિ અને પ્રચાર પ્રસાર માટે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત સાબરકાંઠા દ્રારા આઠમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે સાબર સોસાયટી મહાવીરનગર હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલે આયુષમેળાને ખુલ્લો મુક્યો હતો.
ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદનું ખૂબજ મહત્વ છે વર્તમાન સ્થિતિમાં આયુર્વેદનું મહત્વ વિસરાઈ રહ્યું છે, અને એલોપેથીક દવાઓનું ચલણ વધી રહ્યું છે. આ એલોપેથીક દવાઓ લાંબા ગાળે શરીરને ખૂબજ નુકસાન કરે છે. પરિણામે તેમાંથી નવી તકલીફો જેવી કે એસિડિટી, ગેસ, પેટનો દુખાવો જેવી સામાન્ય તકલીફો ઉપરાંત કિડની અને લીવર પર અસર જેવી ભયાનક બીમારીઓ ઉદભવે છે. આવા સમયે આયુર્વેદ એ ખૂબજ અસરકારક ઉપચાર બની રહે છે. આપણા ગ્રંથોમાં પણ આયુર્વેદનું મહત્વ દર્શાવાયું છે. ત્યારે સરકારના સહયોગથી યોજાયેલા આયુષ મેળા એ સમાજને ખૂબ ઉપયોગી બની રહે છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેને આયુર્વેદની મહત્વ અને તેની ઉપયોગીતા અંગે લોકોને વાકેફ કર્યા હતા. તેમણે આ અંગે જણાવતા કહ્યું હતું કે, ‘આપણા વેદોમાં આયુર્વેદનું મહત્વ અને ઉપચારો દર્શાવ્યા છે. વિશ્વ આખું આજે ભારતના આયુર્વેદમાં વિશ્વાસ કરતું થયું છે ત્યારે આપણે એલોપેથિક પર જીવી રહ્યા છીએ અને આયુર્વેદને નકારી રહ્યા છે. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે આપણા ત્યાં એવી ગ્રંથિ છે કે સસ્તુ અને સરળતાથી મળી રહે તેની કિંમત ન હોય! એટલેજ કદાચ આજે આયુર્વેદની કિંમત વિસરાઈ રહી છે. આપણા વડીલો અને પૂર્વજો જે આયુર્વેદની વાત કરતા તેને આપણે સ્વીકારી નુકસાનકારક એલોપેથીકથી છુટકારો મેળવવાનો છે.
‘દરરોજ દરેક માટે આયુર્વેદ’ના સ્લોગન સાથે શરૂ થયેલા આયુષ મેળામાં નાડી પરીક્ષણમાં, અગ્નિકર્મ, દંત વિભાગ, સ્ત્રી રોગ અને ગર્ભ સંસ્કાર, બાળ રોગ, પંચકર્મ, લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર, જનરલ આયુર્વેદ અને હોમિયોપેથી ,પ્રાકૃતિક પરીક્ષણ અને તે મુજબ માર્ગદર્શન ,બીપી સુગર ચેકઅપ ,વેલનેસ ઓપીડી જેવા નિદાન સારવાર કેમ્પ તથા દિનચર્યા, ઋતુચર્યા,વનસ્પતિ પ્રદર્શન, પંચકર્મ, મિલેટ પ્રદર્શન, યોગ પ્રદર્શન જેવા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો માટે સુવર્ણપ્રાસનનું આયોજન કરાયુ હતું. જેમાં કુલ ૪૦૦થી વધુ લોકોએ નિદાન પરિક્ષણ કરાવ્યુ હતુ. આશરે ૭૦૦થી વધારે લોકોએ આયુષ મેળાના પ્રદર્શનનો લાભ લીધો હતો.
આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા આયુર્વેદીક અધિકારીશ્રી ખરાડી, જિલ્લા પંચાયતના સભ્યો, આયુર્વેદિક વિભાગના ડોકટરો તેમજ મોટી સંખ્યામાં દર્દીઓ, નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.
હિંમતનગર ખાતે પી.સી એન્ડ પી.એન ડી ટી એક્ટ અંતર્ગત એક દિવસીય વર્કશોપ યોજાયો
****
સાબરકાંઠા જિલ્લાના તાલુકા હેલ્થ કચેરી હિંમતનગર ખાતે પી.સી એન્ડ પી.એન ડી ટી એક્ટ સમિતિના ચેરમેનશ્રી કૌશલ્યા કુંવરબાના અધ્યક્ષ સ્થાને એક દિવસિય વર્કશોપ યોજાયો હતો. વર્કશોપમાં હિંમતનગર તાલુકાનો સેક્સ રેશીયો તથા ગામ વાઇઝ સેક્સ રેશીયો અંગે માહિતી આપવામાં આવી હતી. વર્કશોપના અંતે હાજર રહેલ મહાનુભાવો દ્વારા સ્ત્રી ભ્રુણ હત્યા ન થાય તે અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.આ વર્કશોપમાં તાલુકાના સરપંચ શ્રીઓ, તાલુકા સદસ્યશ્રીઓ તથા લક્ષીત દંપતીઓ હાજર રહ્યા હતા.
સફાઇ ઝુંબેશ અંતર્ગત ખેડબ્રહ્માના તુવેર ગામે સફાઇ કરાઈ
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકાના તુવેર ગામે સફાઈ કરવામાં આવી હતી. સફાઈ ઝુંબેશ દરમિયાન તુવેર ગામના જાહેર રસ્તાની આજુબાજુ ઉગી નીકળેલા ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા અભિયાન દેશમાં સ્વચ્છતા અંગે જાગૃતિ સાથે પ્રોત્સાહન આપતું મહત્વપૂર્ણ રાષ્ટ્રવ્યાપી અભિયાન બની રહ્યું છે. આ અભિયાન થકી નાગરિકો સ્વચ્છતાની પહેલ કરી સફાઈ ઝુંબેશ માં સક્રિયપણે જોડાઇ રહ્યા છે.જિલ્લાના નાગરીકો સફાઈ કરીને સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કરી રહ્યા છે.