ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
હિંમતનગરના સુપ્રસિદ્ધ શિવાલય- ઝરણેશ્વર મહાદેવમાં જન્માષ્ટમીની ભક્તિભાવથી ઉજવણી કરાઈ
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)
મહેતાપુરા સુપ્રસિદ્ધ શિવાલય- ઝરણેશ્વર મહાદેવમાં જન્માષ્ટમીની ભક્તિભાવથી ઉજવણી, દર વર્ષે જન્માષ્ટમી ઉજવાય છે તેમ જરણેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ભેગા થયા હતા અને ધૂન બોલાવીને શ્રી કૃષ્ણ ના જન્મ પર બાળ ગોપાલની પૂજા કરી અને આરતી ઉતારી હતી તેમજ પંજરીનો પ્રસાદ પણ બધાને સરસ રીતે આપ્યો હતો.
ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પહેલા ભારી ભક્તિથી ધૂન બોલાવી હતી અને મહિલાઓએ પણ ખુબ સરસ રીતે ભજનો ગયા હતા.
જુઓ વિડિયો…
મહેતાપુરા માં આવેલા પ્રાચીન રામજી મંદિર ખાતે પણ શ્રી રામજી મંદિર સેવા મંડળના યુવાનોએ જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ કરી ભારે આનંદથી કૃષ્ણ જન્મોત્સવ બનાવ્યો. ઉપસ્થિત રહેલા ભક્તોને પ્રસાદી પણ ખૂબ જ ઉત્સાહથી વહેંચી હતી ….
જુઓ વિડિયો…