ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૧ને લઈને સાબરકાંઠા જિલ્લામાં બેઠક યોજાઇ
Avs પોસ્ટ બ્યુરો , હિંમતનગર
ભારત સરકારશ્રી ના પેયજળ અને સ્વચ્છતા વિભાગ જળ શક્તિ મંત્રાલય દ્વારા સૌથી મોટા સ્વચ્છ સર્વેક્ષણની શરૂઆત તા. ૯ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ સમગ્ર જિલ્લામાં કરવામાં આવી હતી. આ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૧ને લઈને સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રીહિતેષ કોયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિતિન સાંઘવાન, નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તથા જિલ્લાના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં જીલ્લામાં સ્વચ્છતા સર્વેક્ષણની પ્રત્યક્ષ નિરીક્ષણની કામગીરી સર્વેક્ષણ અંતર્ગત આવરી લેવામાં આવનાર ઘટકો અને સર્વેક્ષણની ગુણાંકન પદ્ધતિ વિશે નિયામકશ્રી ગ્રામ વિકાસ ગ્રામીણ એજન્સી દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ સર્વેક્ષણમાં વધુને વધુ જનભાગીદારી તથા ગુણાંકમાં સાબરકાંઠા જિલ્લો મોખરે રહે તે માટે કલેકટર શ્રી દ્વારા તમામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓ તથા જિલ્લાના લાઈન ડિપાર્ટમેન્ટના સભ્યોને તાકીદ કરવામાં આવી હતી.