મા અંબાના સેવા કેમ્પમાં ધાણધા ફાટક પછી યાદગાર નાસ્તા અને ભોજન ભંડારો સેવા
મા અંબાના સેવા કેમ્પમાં ધાણધા ફાટક પછી યાદગાર નાસ્તા અને ભોજન ભંડારો સેવા

નીરવ જોશી, હિંમતનગર (M-9106814540)
હિંમતનગરના ઈડર હાઇવે ઉપર માં અંબાના ભક્તોએ અનેક પ્રકારના કેમ્પ લગાવીને સેવા આપી રહ્યા છે. છેલ્લા બે દિવસથી ધાણધા આગળથી અનેક જગ્યાએ કેમ્પ અંબાજીના પદયાત્રીઓ માટે 24 કલાક રસોડાની સેવા આપીને ધમધમી રહ્યા છે.
15 વર્ષથી હિંમતનગરમાં વસતા રાજસ્થાનના મારવાડી સમાજના જય માતાજી સેવા મંડળ ગ્રુપ વડે શક્તિ વાયર ફેન્સીંગની સામે પૂરી – શાક, કઢી ખીચડીના સાત્વિક પ્રસાદ ના ભંડારા કેમ્પ પણ 24 કલાક વિતરણ ચાર દિવસ માટે આયોજિત કરવામાં આવ્યું છે. જેનો લાભ હજારો ભક્તો લઈ રહ્યા છે. ઉલ્લેખનીએ છે કે આ બધા ભક્તોમાં કેટલાક રાજસ્થાની વેપારી મારવાડી ભક્તોના સગા પણ ખેડબ્રહ્મામાં રહે છે. તેઓ મા અંબાની તેમના કુળદેવી તરીકે પૂજા કરે છે.
છેલ્લા પાંચ દિવસથી નિકોલ પાસે આવેલા અણસોણ ગામના 25 જેટલા વેપારી મિત્રોએ ભેગા મળીને છેલ્લા આઠ નવ વર્ષથી મહાકાળી સેવા મંડળના નામે ભજીયાનો કેમ્પ પણ હિંમતનગર ઇડર હાઇવે ઉપર લગાવ્યો છે.
આમ ભાદરવા સુદ છઠ્ઠી થી હિંમતનગર-ઇડર હાઇવે ઉપર અનેક નાસ્તા અને ભોજન ના કેમ્પ લાગે છે.. જેમાં હિંમતનગરના લોકો કરતા અમદાવાદના તેમજ અન્ય જગાના વેપારીઓ પોતાની આવકનો અમુક હિસ્સો કાઢીને પાંચથી સાત દિવસ ભંડારાનો સેવાયજ્ઞ કરે છે અને મા અંબાના ભક્તોની સેવા કરીને પુણ્ય લાભ લે છે. જય માં અંબે!