કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા જ રહેશે- પ્રભારી શર્મા
નીરવ જોષી ,હિંમતનગર
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહોડી મંડળ સ્નેહમિલન કાર્યક્રમમાં આજે હિંમતનગર ખાતે પહોંચ્યું હતું. નવા વર્ષના શુભારંભ સાબરકાંઠા કોંગ્રેસ સમિતિ વડે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. જ્યારે નવા નિમાયેલા ગુજરાત પ્રભારી રઘુ શર્માએ ગુજરાત કોંગ્રેસ ની પરિસ્થિતિ 2017 માં પણ મજબૂત હતી અને હવે આગામી 2022 વિધાનસભા ચૂંટણીમાં કઈ રીતે કોંગ્રેસને મજબુત કરી શકાય. બુથ લેવલ કઈ રીતે પ્લાનિંગ કરવું તે અંગે ઉપસ્થિત આશરે ૭૦૦થી પણ વધારે કોંગ્રેસીઓને રણનીતિ સમજાવી હતી.
આગામી વિધાસભા ચૂંટણી પહેલા જ રાજ્યના બંને મોટા પક્ષ મતદારોને આકર્ષવા જીલ્લે જીલ્લે સ્નેહમિલન કાર્યક્રમ યોજી સભાઓ કરી રહ્યા છે ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું વરિષ્ઠ નેતાઓનું મંડળ સાબરકાંઠા આવી પહોંચ્યું હતું. હિંમતનગરના ટાઉન હોલ ખાતે કાર્યકર્તાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા.
જેમાં વિધાનસભા નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કોવિડ મહામારી ને યાદ કરી પાણી વગર માછલી તડફડે તેમ લોકો ઓક્સિજન વિના મોતને ભેટ્યા છે સહિત ચૂંટણી સમયે કમલમ માંથી ધનના કોથરા નીકળે એમાં લલચાઈ જતા નહીં,મહા ભારત કાળમાં શકુની કરતા હતા તેવું કપટ આધુનિક શકુનીઓ કરી રહયા છે કહી ભાજપીઓને આધુનિક શકુની ગણાવ્યા હતા. તો સાધુના વેશમાં શેતાનો લોકશાહીને છેતરી રહ્યા છે.સાથેજ હિંદુત્વના નામે વોટ ભેગા કરતી ભાજપને અમે કોંગ્રેસીઓ પોતે નખશીખ હિન્દૂ છીએ કહ્યું હતું. બીજી તરફ પરેશ ધાનાણીએ ગાંધીના ગુજરાતની વાતો કરનારાઓને આડે હાથે લેતા કહ્યું હતું કે જામનગર નજીક ગોડસેની પ્રતિમા મૂકી છે અને લોકોને બે ભાગમાં વહેંચવાનું કામ કર્યું છે. ગુજરાતમાં કમળની જરૂર ના હોય તો કમળને કચડી નાખવા આહવાન કર્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ નિવેદન કરતા કહ્યું હતું કે 2022 માં કોંગ્રેસની સરકાર આવશે અને એની પ્રથમ કેબિનેટમાં પ્રથમ નિર્ણય કોવિડમાં ભોગ બનેલા આશરે ચાર લાખ પરિવારોને ચાર લાખ ચૂકવવાનો નિર્ણય કરવાની ખાત્રી આપી હતી. ભાજપે જાહેર કરેલી ૫૦,૦૦૦ની સહાય ને પશુઓના મરણ પર મળતી સહાય સાથે સરખાવી હતી ! આ સહિત તમામ પ્રદેશના નેતાઓ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને વર્તમાન સરકારના દિવસો ભરાઈ ગયા છે તેવી હાકલ કાર્યકર્તાઓની કરી હતી.
કોંગ્રેસના નેતાઓએ ભાજપ પાર આકરા પ્રહાર કર્યા હતા. સાથેજ રઘુ શર્માને સંગઠનની નવેસરથી ગુજરાત કોંગ્રેસના માળખામાં પુનર્રચના તેમજ નવા પ્રમુખ તરીકે નિમણૂંક અંગે પૂછતાં બધું હેમ ખેમ હોવાની વાત કરી હતી. તો આગામી પ્રદેશ પ્રમુખ કોણ હશે એ બાબતે રઘુ શર્મા એ કહ્યું હતું કે હાલ પ્રદેશ પ્રમુખ અમારી સાથે જ છે કહી નવા પ્રમુખ અમિત ચાવડા રહેશે એવો આડકતરો જવાબ આપ્યો હતો.