ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
જયનારાયણ વ્યાસ કોંગ્રેસ માટે કેવા નેતા સાબિત થશે?
નીરવ જોશી અમદાવાદ(M-7838880134)
- આજરોજ જય નારાયણ વ્યાસ વિધિવત રીતે કોંગ્રેસનો પટ્ટો ધારણ કરીને કોંગ્રેસમાં જોડાયા હતા.
- કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે એ વ્યાસનું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કર્યું.
કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલય પાલડી ખાતેના કોંગ્રેસ ભવન ખાતે વ્યાસ એમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. નોંધનીય છે કે ગઈકાલે તેમણે જાહેરમાં સિદ્ધપુર ખાતે કોંગ્રેસની તરફદારી કરી હતી અને સંકેત આપ્યો હતો કે તેઓ કોંગ્રેસમાં જલ્દીથી જોડાઈ જશે. જોકે જયનારાયણ ના જોડાવાથી ભારતીય જનતા પાર્ટીને કેવું નુકસાન થશે તે તો આવનારો સમય જ કરશે.
જયનારાયણ વ્યાસે કોંગ્રેસ માટે સિધ્ધપુરમાં પ્રચાર
ભૂતપૂર્વ ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા તેમજ વરિષ્ઠ નેતા જય નારાયણ વ્યાસ જેમણે થોડા સમય પહેલા ભાજપ માંથી છેડો ફાડી દીધો હતો તેમણે રવિવારના રોજ સિદ્ધપુર વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે સમર્થકોને જીતાડવાની અપીલ કરી હતી… ઉલ્લેખનીય છે કે જયનારાયણ વ્યાસ ખૂબ જ પીઠ અને માનનીય સદસ્ય ભાજપમાં રહ્યા હતા, પરંતુ કેટલાક મતભેદોના કારણે અને તેમને આ વિધાનસભાની ચૂંટણીમાં સિદ્ધપુરની બેઠક ફાળવવાની ના પાડવાથી તેઓ નારાજ થઈને ભાજપને રામરામ કરી દીધા હતા. હવે વ્યાસ સિદ્ધપુરમાં ખુલ્લમ ખુલ્લા કોંગ્રેસના સમર્થનમાં આવીને તે કોંગ્રેસમાં હોય તેવો માહોલ સર્જાયો છે જુઓ આ વિડીયો.