ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
હિંમતનગરના આંગણે 74 જૈન તપસ્વીઓનો સિદ્ધિતપ પારણા ઉત્સવ ઉજવાયો
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
જૈન ધર્મ માં તપસ્યા નું અનોખું મહત્વ છે ખાસ કરીને શરીરને તપાવીને શરીરના કસાયો તેમજ શરીરની આંતર શુદ્ધિ કરવાને જૈન ધર્મ ખૂબ જ મહત્વનું સાધનાનું અંગ માને છે.આના માટે અલગ અલગ પ્રકારના ઉપવાસો જેમ કે આઠ દિવસના ઉપવાસ નું તપ અને 40 દિવસનું વર્ષીતપ તેમજ બીજી અન્ય શરીરને તપાવતી તપસ્ચરિયાઓનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે હિંમતનગરમાં તારીખ 21 સપ્ટેમ્બર ગુરુવારના રોજ 74 જેટલા તપસ્વીઓ જેમાં અનેક યુવાન, યુવતીઓ અને વડીલોનો સમાવેશ થાય છે તેમણે તપસ્યા કરી અને વર્ષી તપના પારણા કર્યા હતા.
હિંમતનગરમાં જૈન સમુદાયના શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજે 74 તપસ્વીઓના સામુદાયિક સિદ્ધિદાયક સિદ્ધિ તપના પારણોત્સવ ઉજવીને સમગ્ર હિંમતનગર અને સાબરકાંઠામાં જૈન સમાજ અને શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ નું નામ યાદગાર કર્યું છે.
આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી જૈન મૂર્તિપૂજક સમુદાયના સગા વહાલાઓ હિંમતનગરના જૈન સમાજ માટે ઉપસ્થિત રહ્યા હતા. આ પારણા ઉત્સવમાં હિંમતનગરના સોસાયટી નગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની ભૂમિકા ખૂબ યાદગાર બની હતી. તેમજ આ સિદ્ધિ તપ પ્રેરક આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્ર સાગર સૂરીજી મહારાજ સાહેબ ની ભૂમિકા પણ ખૂબ પ્રેરણાદાયક રહી હતી જો કે તેઓ રૂબરૂ હાજર નહોતા, પરંતુ તેમનું શિષ્ય વૃંદ આ કાર્યક્રમમાં હાજર રહીને સર્વે તપસ્વીઓને સિદ્ધિ તપના પારણા કરાવ્યા હતા.
કાર્યક્રમને અંતે બપોર બાદ 74 તપસ્વીઓના તપની પ્રેરણાદાયક વાત રજૂ કરવા માટે તેમનો વર્ષી તપ વરઘોડો પણ નગરમાં કાઢવામાં આવ્યો હતો.