કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
નીરવ જોષી, હિંમતનગર (M-7838880134)
૨૧મી જૂન વિશ્વ યોગ દિવસે પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં સૌએ યોગ કર્યા
સાંસદશ્રી દિપસિંહ રાઠોડ,નગરપાલિકાના પ્રમુખ, અગ્રણીઓ, પદાધિકારીઓ,અધિકારીઓ,શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યોગમય બન્યા, રાષ્ટ્રીય તેમજ રાજ્ય લેવલનું પ્રસારણ નિહાળી યોગનો પ્રેરક સંદેશો ઝીલ્યો
આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ ૨૧મી જૂને સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોગ નિદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભાના સાંસદશ્રી દિપસિંહ રાઠોડ,નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી યતિનાબેન મોદી, જિલ્લા અગ્રણીશ્રી જે.ડી.પટેલ, કૌશલ્યા કુંવરબા તથા જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેન શાહ, જિલ્લા પોલીસ વડાશ્રી વિશાલ વાઘેલા તથા જિલ્લાના અમલીકરણ અધિકારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, નગરના જાગૃત નાગરિકો, શૌષ્ઠવપ્રેમી લોક વહેલી સવારમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ કરવા અને નિદર્શન જોવા ઉમટી પડ્યા હતા. આ યોગ દિનમાં ૩,૦૦૦થી વધુ લોકો યોગમાં જોડાયા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે પણ યોગ કર્યા હતા અને નગરજનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે પ્રાચીનકાળમાં ભારતીય સંસ્કૃતિના ગ્રંથોમાં યોગનું મહત્વ અને જ્ઞાન પડેલું છે. તેના થકી પ્રાચીન ઋષિ-મુનિઓએ યોગ, પ્રાણાયામ,યોગસાધના દ્વારા શરીર શૌષ્ઠવની સાથે માનસિક આધ્યાત્મિક શક્તિ કેળવીને સ્વસ્થ અને તંદુરસ્ત નિરોગી સાથે લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરતા હતા. જે યોગવિદ્યા સફળ રહી છે.જે સહજ સ્વીકૃત બની આજે ભારતીય વિરાસત બની છે. જેમાં કોઈ બે મત નથી. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૧૪માં યુનાઇટેડ નેશનમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. તેનો સહજ સ્વીકાર થઈને ૧૭૭ દેશોએ આ પ્રસ્તાવને મંજૂરી રાખીને ૨૧મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે સ્વીકાર કર્યો. તે આપણા સૌનું ગૌરવ છે.
૨૧મી જૂનએ સૂર્યભ્રમણ પૃથ્વી ધરી પર ફરતો હોય છે ત્યારે ૨૧મી જૂનએ લાંબામાં લાંબો દિવસ છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગુજરાત યોગ બોર્ડના જિલ્લા કોડિનેટર અમીબેન પટેલ તેમજ તેમની સાથે પ્રશિક્ષિત યોગ શિક્ષકોએ હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર યોગ નિદર્શન કરીને સમગ્ર કાર્યક્રમને ખુબ સુંદર રીતે સંચાલિત કર્યું હતું. બીજી કેટલીક સંસ્થાઓના યોગ શિક્ષકો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને યોગ કર્યો હતો. આ ઉપરાંત અન્ય સંસ્થાઓના તેમજ હિંમતનગરની જાણીતી સ્કૂલના બાળકોએ મોટી સંખ્યામાં યોગ કરીને સમગ્ર વિશ્વ યોગ દિવસ ખૂબ જ યાદગાર બનાવ્યો હતો.
ઉપસ્થિત યોગ પ્રેમીઓને સંબોધિત કરતા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી બદલાવાના કારણે ડાયાબિટીસ, હાર્ટએટેક, કીડની જેવા રોગો વધ્યાં છે.ત્યારે યોગ દ્વારા લોકોની ઈમ્યુનિટી પાવરમાં વધારો કરી રોગો સામે રક્ષણ મળે છે. યોગએ ભારતીય સંસ્કૃતિથી આપણને મળેલી અમૂલ્ય ભેટ છે. જે નિશુલ્ક સ્વંયમ જાતે શીખીને તથા યોગ બોર્ડના ટ્રેનરો દ્વારા તાલીમ લઇને શીખી શકાય છે અને બીજાને શીખવી શકાય છે. તેનાથી મન પ્રફુલ્લીત અને શાંતિનો અનુભવ કરે છે. યાદશક્તિમાં વધારો થાય છે. પાચનતંત્રમાં સુધાર થાય છે. આજના યોગ દિવસે સૌને સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી રહે તેવી શુભકામના પાઠવું છું.
આ પ્રસંગે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો યોગ કરવા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને શરીર શૌષ્ઠવપ્રેમી લોકો ઉમટી પડ્યા હતા અને એક કલાકથી વધુ સમય માટે યોગમય બન્યા હતા અને એલ.ઇ.ડી સ્ક્રીન પર અને યોગ બોર્ડ દ્વારા નિદર્શન યોગ જોઈને યોગ કર્યા હતા અને સુંદર વાતાવરણ નિર્માણ કર્યું હતું.
દરેક યોગ પ્રેમીએ નિરવ શાંતિ અને યોગનો સ્વંયમ અનુભવ કર્યો હતો.
હિંમતનગરની જાણીતી હિમ્મત હાઇસ્કુલ ,સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ, માય ઓન હાઇસ્કૂલ, પઢીયાર હાઇસ્કુલ,ત્રિવેણી હાઈસ્કૂલ – મહેતાપુરા અને અન્ય હાઈસ્કુલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યોગ કરીને વાતાવરણને ખૂબ ઉત્સાહિત બનાવ્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કર્ણાટકના મૈસુરથી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો રિવરફ્રન્ટ અમદાવાદ ખાતેથી યોગ દિવસનો પ્રેરક સંદેશો નજરે નિહાળી ઝીલ્યો હતો. અને યોગ કરવા સંકલ્પ બધ્ધ બન્યા હતા. આરોગ્ય પ્રત્યે જાગૃતતા સંદેશ પ્રસરાવ્યો હતો. વાઈટ ડ્રેસમાં સફેદ ટી-શર્ટ અને શાંતિના પ્રતિકની જેમ સુંદર નજારોનું નિર્માણ કર્યું હતું.
આ પ્રસંગે આરોગ્ય વિભાગ દ્વારા આયુર્વેદિક ઉકાળા તથા બાળકોને દૂધની વ્યવસ્થા તથા માસ્ક સેનેટાઈઝર અને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં તાલુકા કક્ષાએ,ગ્રામ્ય કક્ષાએ તથા જિલ્લાના મહત્વના આઇકોનિક વિસ્તાર ઈડરિયો ગઢ, પોળો ફોરેસ્ટના શરણેશ્વર મંદિર તથા પોશીના દરબારગઢ ખાતે પણ યોગ યોજવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી સમય કાઢીને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા બતાવી હતી. સાબરકાંઠા જિલ્લાની શાળા કોલેજમાં પણ યોગ કાર્યક્રમ યોજાયા હતા.
આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિન નિમિત્તે વિજયનગર પોળોના શારણેશ્વર મંદિર ખાતે સાંસદ શ્રીમતિ રમીલાબેન બારા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલની ઉપસ્થિતિમાં સફેદ વસ્ત્રો સાથે શાંતિમય માહોલમા યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત તાલુકાકક્ષાએ પ્રાંતિજની અવર ઓન હાઇસ્કૂલ, તલોદની જે.બી. ઉપાધ્યાય હાઇસ્કૂલ, મહિયલ, ઇડર યુનિક યુ ઇન્ટરનેશનલ સ્કૂલ જવાનપુરા, વડાલી શારદા વિધ્યા મંદિર, ખેડબ્રહ્મા આર્ડેકતા કોલેજ, નવીમેત્રાલ, વિજયનગર એમ.એચ.હાઇસ્કૂલ અને પોશીનાનો સ્વામિનારાયણ મંદિર એમ મળી સાત તાલુકાના ૩૫૦૦ લોકો યોગ દિવસમાં ભાગીદારી થયા હતા.
નગરપાલિકા વિસ્તારમાં પ્રાંતિજની શેઠ પી.એન.આર. હાઇહાઇસ્કૂલ, તલોદ પંડિત દીન દયાલ ઉપાધ્યાય ઉધ્યાય ટી.આર. ચોકડી, ઇડર સરપ્રતાપ હાઇસ્કૂલના મેદાનમા, વડાલી શેઠ શ્રી સી.જે. હાઇસ્કૂલ, ખેડબ્રહ્મા શ્રી શેઠ કે.ટી. હાઇસ્કૂલ ખાતે ૨૫૦૦ લોકો યોગ દિવસમાં જોડાયા હતા.
ગ્રામ્યકક્ષાએ હિંમતનગરની ૧૦૭ ગ્રામપંચાયતો, પ્રાંતિજની ૬૬, તલોદ ૭૦, ઇડર ૧૧૦, વડાલી ૪૦, ખેડબ્રહ્મા ૪૪, વિજયનગર ૪૨ અને પોશીનાની ૩૦ ગ્રામ પંચાયતોના અંદાજીત ૧૨,૭૨૫ લોકો યોગ દિવસમાં ભાગીદાર થયા હતા.
સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક વિરાસત ધરાવતા ઇડરીયા ગઢ, વિજયનગર પોળોના શારણેશ્વર મંદિર અને પોશીનાના દરબાર ગઢનો ખાતે યોગ દિનની ઉજવણીમાં ૨૨૫ લોકો ભાગીદાર થયા હતા.