હિંમતનગરમાં એક અઠવાડિયામાં થયેલા કે આયોજિત કરાયેલા મહત્વપૂર્ણ કાર્યક્રમના સમાચાર

 હિંમતનગરમાં એક અઠવાડિયામાં થયેલા કે આયોજિત કરાયેલા મહત્વપૂર્ણ કાર્યક્રમના સમાચાર

Avspost.com,  Himatnagar

હિંમતનગર ખાતે યુ.જી.વી.સી.એલ દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

૩૨ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું

    સાબરકાંઠા જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી હિંમતનગર દ્વારા “કંપની દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત અધિક્ષક ઇજનેરશ્રી જી.જે.ધનુલા ની રાહબરી હેઠળ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા “બ્લડ-ડોનેશન” કેમ્પનું આયોજન રેડક્રોસ સોસાયટી, હિંમતનગરના સહકારથી કરવામાં આવ્યુ. તેમાં વર્તુળ કચેરીના તાબા હેઠળની તમામ વિભાગીય કચેરી અને પેટા-વિભાગીય કચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારી/અધિકારી દ્વારા મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પ માં ભાગ લીધો હતો.

     આ બ્લડ-ડોનેશન કેમ્પ દરમિયાન વર્તુળ કચેરીના વહીવટી વડા શ્રી જે.એમ.રોય પોતે બ્લડ-કેમ્પ માં સહભાગી થઈ બ્લડ આપી બીજા કર્મચારીઓને બ્લડ આપવા પ્રોત્સાહિત કર્યા હતા. આકસ્મિક જરૂરિયાત સમયે કોઈકની જિંદગી બચાવી શકાય તેવા હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ-ડોનેશન કેમ્પમાં અધિકારી/કર્મચારીઓ એ ભાગ લઈ ૩૨ બોટલ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું.

—‐——–

સાબરકાંઠા જીલ્લાના DCG દ્વારા એરોલમ લિમિટેડ કંપનીમાં મોકડ્રીલનું આયોજન

    સાબરકાંઠા જિલ્લાના ક્રાઇસીસ ગ્રુપ તથા નાયબ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય, ગાંધીનગર સંયુકત ઉપક્રમે પ્રાંતિજ તાલુકાના દલપુર ખાતે આવેલ એરોલેમ લિમિટેડ ફેક્ટરી ખાતે ઓફ સાઇટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

      આ મોકડ્રીલનું કારખાનાના પ્લાન્ટમાં ફોર્માલ્ડીહાઇડ જેવા જ્વલંત શીલ રસાયણનું લીકેજ અને આગ લાગવાની જાણ થતા કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા એને કંટ્રોલમાં લેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ કંપની દ્વારા પરિસ્થિતિ કાબૂ બહાર જતાં આ ઇમર્જન્સી “ ઓફ સાઇટ ઇમર્જન્સી “ જાહેર કરવામાં આવેલ હતી તથા મદદ માટે ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગૃપ (DCG) ના તમામ સભ્યોને ટેલીફોનીક જાણ કરેલ જે યોગ્ય સમયગાળા સુધીમાં તમામ સરકારી તેમજ બિન સરકારી એજન્સીઓ જેવી કે, નગરપાલિકા ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ ડિપાર્ટમેન્ટ, મેડિકલ ટીમ તથા વિવિધ ફેકટરીઓના સેફટી ઓફીસર્સ વગેરેએ ધટના સ્થળ પર આવીને આ આગની ઇમર્જન્સી કાબુમાં લેવામાં જરૂરી કામગીરી કરેલ.

     આ ઇમર્જન્સી દરમિયાન ફોર્માલ્ડીહાઇડ નું ગળતર થતાં ત્યાં કામ કરતા એક કામદારને ગેસ લાગતા તેમને તાત્કાલિક મેડિકલ સારવાર આપવામાં આવી હતી.

            આ મોકડ્રીલનું ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગૃપના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટરશ્રી  હિતેશ કોયા તેમજ ડિઝાસ્ટર મામલદારશ્રી તથા ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, ગાંધીનગર કચેરીના અધિકારી શ્રી વગેરેએ આ મોકડ્રીલ સફળતા અપાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને છેવટે સૌના સહિયારા પ્રયાસથી આ ઇર્મજન્સીને કાબુમાં લાવ્યા હોવાનુ ધારીને ઓલ ક્લિયર સિગ્નલ આપીને આ મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવી હતી.


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇ પ્રતિબંધિત હુકમો જાહેર કરાયા

પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓએ મોબાઇલ ફોન/ પેજર/ સેલ્યુલર ફોન/ કેલ્ક્યુલેટર કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ

         સાબરકાંઠા જિલ્લામાં વિવિધ તાલુકાના કુલ ૧૧૭ જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ઉપર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત જુનિયર ક્લાર્કની પરીક્ષા(વહીવટ/હિસાબ)(જા.ક્ર.૧૨/૨૦૨૧-૨૨)ની લેખિત પરીક્ષા આગામી તા. ૯ એપ્રિલ ૨૦૨૩ના રોજ સવારે ૧૨.૩૦ કલાકથી બપોરના ૧૩.૩૦ કલાક સુધી યોજાનાર છે.

જિલ્લાની ભૌગોલિક પરીસ્થિતિને ધ્યાને લેતાં  જિલ્લામાં પરીક્ષા વિવિધ શાળાઓ/કોલોજો ખાતે લેવાશે. પરીક્ષા સ્વચ્છ અને શાંત વાતાવરણમાં લેવાય, વિશ્વસનીયતાનું વાતાવરણ સર્જાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે, પરીક્ષા સંચાલકો સરળતાથી ફરજ બજાવી શકે અને પરીક્ષાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી  શકે તથા કોઇ ખલેલ ન પડે તે હેતુસર જે તે પરીક્ષા કેન્દ્રના સ્થળોએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધિત હુકમો ફરમાવેલ છે.

જિલ્લાના જુદા જુદા તાલુકાના તમામ જે કેન્દ્રોમાં પરીક્ષા યોજાનાર છે તે પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની આસપાસ ૨૦૦ મીટરની ત્રિજયામાં  કોઇપણ વ્યકિત પરીક્ષા દરમ્યાન મોબાઇલ ફોન/ પેજર/ સેલ્યુલર ફોન / કોર્ડલેસ ફોન/કેલ્યુલેટર/સ્માર્ટ વોચ/ટેબલેટ/સ્માર્ટ પેન  કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ અને અનઅધિકૃત લેખન સામગ્રી સાથે લઈ જઈ શક્શે નહિ.કે સાથે રાખી શકશે નહિ અથવા તેના ઉપયોગ પર પ્રતિબંધ છે.

      પરીક્ષા સમય દરમિયાન પરીક્ષાના કેન્દ્રોના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસોએ એકત્ર થવું અથવા ભેગાથવું નહી, સુત્રો પોકારવા નહી, સરઘસ અથવા રેલી કાઢવી નહીં, પથ્થર કે અન્ય પદાર્થ લઇ જવા નહી. તથા પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટર સુધીની ત્રિજયામાં ઝેરોક્ષ મશીન કે અન્ય કોપીયર મશીન ચાલુ રાખવા નહિ.પરીક્ષાના દિવસે વિજ પુરવઠો ખોરવાય નહીં તે માટે પરીક્ષાના દિવસે ખોડકામ કરવા ઉપર પ્રતિબંધ કરવામાં આવે છે. પરીક્ષા કેન્દ્રની આજુબાજુના વિસ્તારમાં પરીક્ષા સમય દરમ્યાન પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે તે રીતે માઇક/ મ્યુઝીક/લાઉડ સ્પીકર વગાડી શકાશે નહી. તથા આ સમય દરમિયાન સક્ષમ ઓથોરીટી દ્વારા આપવામાં આવેલ પરમીશનો આપોઆપ રદ ગણાશે. પોલીસ અધીકારી/કર્મચારીના સગા અથવા સંતાનો તેઓને સોંપાયેલ પેટા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થયેલ હોય તો તે સ્થળે તેઓ બંદોબસ્તની ફરજ બજાવી શકશે નહી.

પોલીસ કર્મચારીઓ કોઇ અઘટિત ઘટના બને તે સિવાય પરીક્ષા કેન્દ્રના મકાનાની અંદર જઈ શકાશે નહી. પરીક્ષા કેન્દ્રોના કેમ્પસની અંદર પરીક્ષાની કામગીરી માટે નિમાયેલ અધિકૃત સ્ટાફ તથા પરીક્ષાર્થીઓ સિવાય અન્ય અનઅધિકૃત વ્યક્તિઓ માટે પ્રવેશ પ્રતિબંધ રહેશે.

અપવાદ રૂપે પરીક્ષા કાર્યવાહીમાં રોકાયેલ અધિકારીઓ તેમના માન્ય અધિકૃત મોબાઇલ ફોન પરીક્ષા કેન્દ્રમાં લઈ જઈ શકશે પરંતુ આવો મોબાઈલ ફોન પરીક્ષા ખંડની અંદર કે પરીક્ષા ખંડની બહારની લોબીમાં લઈ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. ઉક્ત પરીક્ષા સાથે જે તે સંકુલમાં અન્ય સંસ્થા દ્વારા લેવાનાર પરીક્ષામાં નિમણુક કરવામાં આવેલ સ્ટાફને તેઓના આઇડી કાર્ડ /નિમણૂક ઓર્ડર બતાવવાના રહેશે. આકસ્મિત કામગીરી તથા આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ અન્ય અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા પરીક્ષા કેન્દ્રના સંકુલમાં પ્રવેશવા માટે સક્ષમ ઓથોરિટીની મંજૂરી મેળવવાની રહેશે.આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

 


29th March

ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાનો અંતિમ દિવસ

સમાજશાસ્ત્ર વિષયમાં ૧૧૬૧૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી

 સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાના પુર્ણ થયા બાદ ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે સામાન્ય પ્રવાહના સમાજશાસ્ત્ર વિષયમાં કુલ ૧૧૮૧૪ વિધ્યાર્થીઓ પૈકી ૧૧૬૧૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૨૦૦ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.જેમાં ગુજરાતી માધ્યમમાં ૧૧૫૮૭ અને અંગ્રેજી માધ્યમમાં ૨૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અનિવાર્યમ વ્યાકરણમાં ૨૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

 

રાજ્યશાસ્ત્ર વિષયમાં કુલ ૪૫૦ વિધ્યાર્થીઓ પૈકી ૪૩૮  વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૧૨ વિધ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં તમામ વિધ્યાર્થીઓએ ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપી હતી. એમ જિલ્લા પરીક્ષા કંટ્રોલ રૂમની  એક અખબારી યાદીમાં જણાવાયું છે.


29th March.

પ્રવાસન ધામ પોળો ખાતે પર્યટન પર્વની ઉજવણી કરાઇ

વિજયનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને પર્યટન પર્વ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના રમત ગમતયુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલની ઉપસ્થિતિમાં પર્યટન પર્વ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ શારણેશ્વર મહાદેવ મંદિરઆભાપુરવિજયનગર ખાતે યોજાયો હતો.

 

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે  વિજયનગરનું પોળોએ પ્રવાસન માટેનું સ્થાન બની ગયું છે. અહીંનું શારણેશ્વર મંદિર પુરાતન સંસ્કૃતિનો અનુભવ કરાવે છે. વૈદિક સંસ્કૃતિને સાચવાવાની જવાબદારી આપના સૌની છે. આપની સંસ્કૃતિને જાળવવાઉજાગર કરી આગળ લાવવા માટે આવા સાંકૃતિક કાર્યક્રમ ખુબ મહત્વનો ભાગ ભજવે છે. ચોમાસાની ઋતુમાં દેશભરમાંથી પોળો જંગલના જૈન દેરાસરો અને લીલીછમ વનરાજીને જોવા અને માણવા સૌ કોઈ આવે છે.

 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા પોળોની જેમ વધુને વધુ પ્રવાસન વસે અને રોજગારી વધે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગત વખતે પોળોની ટેન્ટસીટીમાં કાર્યક્રમ વખતે પોળોની વન પેદાશો રાજ્ય સ્તર સુધી પહોંચે તે માટે એમોયુ કરવામાં આવ્યા હતા. જેમાં આ વિસ્તારની મહત્વની વન પેદાશ એવા કેસુડાના ફુલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પોળો પ્રવાસન તરીકે વિક્સવાથી અહીંના લોકોને કેસુડોટીમરું અને મકાઈના ડોડામાંથી રોજગારી મળી રહી છે.

 

આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળ કલાકારો દ્વારા ગરબોશિવતાંડવઃ જેવા પ્રોગામો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ઉપરાંત લોક ગાયિકાં અને કલા વૃંદ કાજલ મહેરિયા અને નીતિન બારોટ દ્વારા ગરબાની રમઝટ બોલાવામાં આવી હતી. જેની કલા રસિકો દ્વારા ભરપૂર મોજ માણી હતી.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી દિપકભાઈ નિનામા,જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાજિલ્લા પંચાયત સદસ્યશ્રી લીનાબેન પટેલ,તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી બબુબેન રબારી, , વિજયનગર મામલતદારશ્રીખેડબ્રહ્મા પ્રાંત અધિકારીશ્રી શાહાજિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતિ આશાબેન પટેલતાલુકા વિકાસ અધિકરીશ્રી  તથા મોટી સંખ્યામાં કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા.

————

જિલ્લા પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરપર્સનશ્રી કુ કૌશલ્યા કુવરબાની અધ્યક્ષતામાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજાઇ હતી.

         આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધ વંચાણે લઈ નવીન સોનોગ્રાફી રજીસ્ટ્રેશન માટે આવેલ દરખાસ્તને બારીકાઇથી તપાસીને બે સોનોગ્રાફી રજીસ્ટ્રેશનની મંજુરી આપવામાં આવી હતી. તેમજ ચાર સોનોગ્રાફિ રીન્યુઅલની દરખાસ્તનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં ચેરપર્સનશ્રી કુ કૌશલ્યા કુવરબાએ જણાવ્યુ હતુ કે જિલ્લામાં જાતિપ્રમાણ વધે તે માટે પીસી એન્ડ પીએન ડીટી કમિટિ થકી અવનવા પ્રયત્નો થાય એ અપેક્ષિત છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે જે ગામમાં જાતિપ્રમાણ દર વધુ હોય તે ગામને પ્રોત્સાહિત કરવું જેથી જિલ્લાના બીજા ગામોને પણ પ્રેરણા મળી રહે.

આ બેઠકમાં ચેરપર્સનશ્રી કું કૌશલ્યા કુવરબા અને સમગ્ર કમિટી દ્વારા માહિતી ખાતાના માહિતી મદદનીશ તરીકે ફરજ બજાવતા સુશ્રી શ્વેતાબેન પટેલને ભારત સરકારના શિક્ષણ મંત્રાલય,નેશનલ બુક ટ્રષ્ટ અંતર્ગત પી.એમ યુવા મેન્ટોર સ્કિમમાં વિજેતા થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. 

આ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રાજ સુતરીયા,અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ચારણ,ગાયનેકોલોજીસ્ટશ્રી,સીવીલ હોસ્પિટલ,હિંમતનગરપેથોલોજીસ્ટશ્રી  તથા સંબંધિત અમલીકરણ અધિકારી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.


28th March.

પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામે વાસ્મો પ્રોજેક્ટ દ્વારા મહિલા સશક્તિકરણ તાલીમ અર્થે પ્રેરણા પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું

     સાબરકાંઠા જિલ્લાના જળ અને સ્વચ્છતા એકમ વાસમો હિંમતનગર દ્વારા તખતગઢ ગામે મહિલા સશક્તિકરણ અંતર્ગત પ્રેરણા પ્રવાસ કરવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના  વિજયનગર, ઈડર, વડાલી, હિંમતનગર, પ્રાંતિજ, તલોદના સરપંચશ્રીઓ, મહિલા સરપંચ શ્રીઓ,  પાણી સમિતિ દ્વારા પોતાના ગામમાં પીવાના પાણી નલ સે જલ યોજના અંતર્ગત સારી યોજના બને તે માટે તખતગઢ ગામની મુલાકાત લીધી હતી.  આવનાર સમયમાં પોતાના ગામમાં પીવાલાયક પાણી દરેક ઘર ઉપર ઉપલબ્ધ થાય અને સારી યોજના લોક ભાગીદારીથી બને તેનું માર્ગદર્શન લઈ પ્રેરણા પ્રવાસ દ્વારા પોતાના ગામોમાં અમલીકરણ થાય તે માટેનું આયોજન સાબરકાંઠા જિલ્લાના વાસ્મો હિંમતનગર વડી કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.

      આ પ્રસંગે ગામના સરપંચશ્રી નિશાંતભાઇ પટેલ દ્રારા ગામમાં પાણી વ્યવસ્થાપન માટે કરવામાં આવતી કામગીરી અને મીટર પ્રથા, પાણી બચાવા માટે અને જળ સંચય અંગે   પ્રવાસીઓને વિગતે સમજૂતી આપી હતી.


રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાનો ગુડ પર્ફોર્મન્સ પીઅર એજ્યુકેટર્સનો એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો.

૩૬ પીયર એજ્યુકેટર્સને એવોર્ડ અપાયા

        જિલ્લા આરોગ્ય સોસાયટી સાબરકાંઠા દ્વારા આયોજિત ગુડ પર્ફોમન્સ પીયર એજ્યુકેટર્સનો એવોર્ડ સમારંભ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. રાજ સુતરીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. પીઅર એજ્યુકેટર્સએ એટલે ૧૦ થી ૧૯ વર્ષના  બાલકો જે  શાળામાં, ગામમાં પોતાની આસપાસના વિસ્તારમાં આરોગ્ય બાબતે જાગૃતિ લાવવા સહિત સરકારની આરોગ્યલક્ષી  યોજનાઓ પરત્વે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કામ કરે છે. દર હજારે એક આશાબહેન હોય છે જેની અંડરમાં ૪ પિયર એજ્યુકેટર કામ કરે છે.

      આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીએ જણાવ્યું કે આગામી વર્ષ 2023-24 થી પ્રોગ્રામને વધુ વેગવંતો બનાવવા માઈક્રો પ્લાનિંગ કરી કાર્યક્રમને વધું સઘન બનાવવા માર્ગદર્શન આપી આ પીયર એજ્યુકેટર્સને પ્રેરીત કર્યા હતા.

     જિલ્લામાં કુલ ૪૩૩૬ પિયર એજ્યુકેટર હાલમાં કાર્યરત છે જે ખુબ સારી કામગીરી કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં આઠ તાલુકાના આઠ શ્રેષ્ઠ પિયર એજ્યુકેટર સહિત જિલ્લાના ૩૬ પિયર એજ્યુકેટર ને મોમેન્ટો, પ્રમાણપત્ર અને ઇનામ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉપસ્થિત પીયર એજ્યુકેટર્સને કિશોર – કિશોરીઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. .

    આ પ્રસંગે આર. સી. એચ. ઓ. ડો. દેધરોટીયા, જિલ્લા પ્રોગ્રામ કો. ઓરડીનેટર મેહુલ પંડ્યા, જિલ્લા આઈ. ઈ. સી. ઓફિસર જયેશ પંડ્યા, આર. કે એસ. કે કાઉન્સિલર સહિત મોટી સંખ્યામાં પિયર એજ્યુકેટર ઉપસ્થિત રહ્યા હતા.

       આ પ્રવાસમાં સાબરકાંઠા જિલ્લા  ઉપરાંત પાટણ જિલ્લાના રાધનપુર અને સિધ્ધપુર તાલુકાના પાણી સમિતિના સભ્યો સરપંચશ્રીઓ મહિલાઓ પ્રેરણા પ્રવાસમાં જોડાઈ હતી. તેમના ગામોમાં પીવાના પાણીનું અમલીકરણ સારી રીતે સુવ્યવસ્થિત યોજના બને અને આવનાર સમયમાં પાણીની સમસ્યાને હલ કરવા માટે મીટર યોજના લગાવી લોક ભાગીદારીથી અમલીકરણ થાય તે માટે પાટણ જિલ્લાના પાણી સમિતિ તખતગઢ ગામની મુલાકાત લીધી હતી.

‐—————–

થા થૈયા થૈયા થા થઈ…. અરે મારી રંગલીને ક્યાય જોઇ…. આ અવાજો અમારા માટે વાક્યો  નહીં પણ કળાની અભિવ્યક્તિના અનુભવ છે.

-કલાકાર પ્રકાશભાઇ વૈદ

પ્રકાશભાઇ વૈદ અને તેમની ટીમ દ્વારા ૩૦૦૦ થી વધુ શેરી નાટકો કરી મનોરંજન સાથે લોક જાગૃતિનું કાર્ય કર્યુ છે.

ઉનાળા કે શિયાળાની સમી સાંજે લગભગ છ વાગ્યાથી ગામના પાદરે નાની લાઇટ,ખુર્શીમાં માતાજીનો ફોટો,પડદો અને આવેલા લોકો કંઈક કાર્યક્રમની તૈયારી કરી રહ્યા છે.વળી ગામના છોકરાઓ ગામમાં પ્રચારના માધ્યમ બન્યા હોય તેવી લોકસેવાની અંગત્યની કામગીરી કરી રહ્યા છે. રાત્રીના સમયે નાટક શરૂ થવાના સમયે  રંગમંચ ઉપરથી પડતો ઉઠતાની સાથે જ લોકો તાળીયોના ઘડઘડાટથી વધાવી લે. કલા જગતના આ સ્મરણો હજી પણ  મારે મન તાજા છે. આ શબ્દો છે કલાકાર પ્રકાશભાઇ વૈદના.

સમગ્ર વિશ્વમાં ૨૭ માર્ચનો દિવસ વિશ્વ રંગભૂમિ દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. રંગભૂમિના મૂળ આપણને વેદ-ઉપનિષદમાં જોવા મળે છે. કહેવાય છે કે જીવન એક રંગભૂમિ છે. રંગભૂમિ પર અનેક પાત્રો પોતાની કલાને દર્શકો સમક્ષ અભિવ્યક્ત કરીને લોકોને મનોરંજન પુરુ પાડતા હોય છે. આવા કલાકારો માટે ૨૭ માર્ચનો દિવસ વિશ્વ રંગભૂમિ દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે.

 

સાબર યુવા કેન્દ્રના પ્રમુખશ્રી પ્રકાશભાઇ વૈદના જણાવે છે કે આમારી ટીમ દ્વારા સાબરકાંઠા જિલ્લા તેમજ સમગ્ર રાજ્યમાં જુદા જુદા વિષય ઉપર ૩૦૦૦ થી વધુ શેરી નાટકો કરવામાં આવ્યા છે. જેમાં સ્વચ્છતા અભિયાનવિજ સલામતી,.દહેજ પ્રથા નાબુદી,પાણી બચાવો, નશાબંધીબેટી બચાવો બેટી વધાવો વગેરે લોક જાગૃતિ  વિષયો ઉપર નાટકો કરવામાં આવ્યા છે. તેઓ જણાવે છે કે અમે રંગભૂમિના માણસો છીએ..કોઇ ક્યારેય કલાકાર બનતુ નથી કલાકાર જન્મથી જ હોય છે. પોતાની કળાની અભિવ્યક્તિ અને રસિક પ્રેક્ષકોના આનંદ સિવાય બીજી કોઈ જ અપેક્ષા વગર અમે અમારી કલાને દર્શાવતા હોઇએ છીએ.

રંગભૂમિ ઉપર કરેલા દરેક કાર્યક્રમ સાથે અમારો અલગ જ અનુભવ રહ્યો છે.દરેક સમયે દર્શકોએ પણ એટલો જ સાથ અને પ્રેમ આપ્યો છે. રંગમંચ ઉપર કોઇપણ કલાકાર પોતાની કલા રજૂ કરી રહ્યો હોય અને તેનાથી ભૂલ થાય તો એ ભૂલનો દર્શકોએ  પણ સ્‍વીકાર કરી સહકાર આપ્યો છે. રંગભૂમિ થકી કેટલાય કલાકારોને રોજગારી પુરી પાડે છે.

રંગભૂમિ માટે કહેવાય છે કે “જાણ્યુ એટલું જાજું અને માણી એટલી મોજ”. અમારા દરેક કાર્યક્રમને દર્શકોએ દિલથી મોજ માણી છે. દરેક કલાકારોએ દર વર્ષે ૨૭ માર્ચે પોતાના ગામ કે શહેરના રંગમંચ ઉપર જઇ “નટરાજને” મસ્‍તક નમાવી પ્રાર્થના કરી અને વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવી જોઇએ.

        પહેલાના સમયે સ્ત્રી પાત્રો રંગમંચ ઉપર અભિનય કરતા ન હતા એટલે પુરુષ લોકો જ સ્ત્રીનું પાત્ર ભજવતા. સમયાંતરે દરેક કલાના ક્ષેત્રની ટેકનોલોજી બદલાતી ગઈ.અત્યારનો આધુનીક યુગ હાઇટેક ટેકનોલોજીનો યુગ માનવામાં આવે છે. મેકઅપકેમેરાલાઇટસસાઉન્‍ડલેપટોપપેનડ્રાઇવટેબલેટર્પોટેબલ હાર્ડડિસ્‍કએડીટીંગ વગેરેમાં અલ્‍ટ્રા મોર્ડન ડીઝીટલ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે.

આજના આધુનિક યુગમાં મનોરંજન માટે ભલે મોબાઇલટી.વી અને સોશિયલ મીડીયાનો ઉપયોગ થઈ રહ્યો હોય.પરંતુ વિષ્ણુભાઇ વૈધ જેવા લોકો આજે પણ પરંપરાગત માધ્યમો નાટક,ભવાઇથી લોકોને મનોરંજન પુરુ પાડી રહ્યા છે. અનેક કલાકારોને રોજી આપી રહ્યા છે. વિશ્વ રંગભૂમિ દિવસને સાચાં અર્થે સાર્થક કરી રહ્યા છે.


જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ગુજકેટ પરીક્ષાના સુચારૂ આયોજન માટે બેઠક યોજાઇ

આગામી ૩ એપ્રિલે ૩૩૬૭ વિધ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ગુજકેટ પરીક્ષાના સુચારૂ આયોજન  અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ગુજકેટની પરીક્ષાને લઈને આગોતરી તૈયારીઓ માટેની ચર્ચા કરવામાં આવી હતી.

આગામી ૩ એપ્રિલે જિલ્લામાંથી કુલ ૩૩૬૭ વિધ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. ગુજકેટની પરીક્ષા સવારે ૯.૦૦ કલાકે થી સાંજે ૪.૦૦ કલાક સુધી યોજાશે. આ પરીક્ષા હિંમતનગરના કુલ-૧૭ સેન્ટરોના ૧૭૧ બ્લોકમાં યોજાશે. જેમાં “એ” ગ્રુપમાં ૫૭૯ અને “બી” ગ્રુપમાં ૨૭૭૭ અને “સી” ગ્રુપમાં ૧૧ વિધ્યાર્થીઓનો સમાવેશ થાય છે. કુલ વિધ્યાર્થીઓ પૈકી ગુજરાતી માધ્યમમાં ૨૮૩૫,અંગ્રેજી માધ્યમમાં ૫૩૧ અને હિન્દી માધ્યમમાં ૦૧ વિધ્યાર્થી પરીક્ષા આપશે. આ બેઠકમાં પરીક્ષા સંદર્ભે તૈયારીની રૂપરેખા,કેન્દ્રની સંખ્યા, બ્લોક વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, એસ.ટી બસોની વ્યવસ્થા, તમામ સ્થળો ઉપર સી.સી.ટીવી કેમેરાની ચકાસણી, વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ડીપીઇઓશ્રીનો પુત્ર ગુજકેટની પરીક્ષા આપવાનો હોઇ ગુજકેટની પરીક્ષાની ડ્યુટીમાંથી મુક્તિ આપવા રજૂઆત કરાઇ હતી. ગુજકેટની પરીક્ષાને લઈ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં જિલ્લા કંટ્રોલરૂમ તારીખ ૧/૦૪/૨૦૨૩ થી ૩/૪/૨૦૨૩ દરમિયાન સવારે ૭.૦૦ થી રાત્રે ૯.૦૦ કલાક સુધી કાર્યરત રહેશે. જે માટેનો નંબર ૦૨૭૭૨-૨૪૦૭૯૩ છે.

આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, જિલ્લા શિક્ષાણાધિકારી શ્રીમતી મીતાબેન ગઢવી, જિલ્લા શિક્ષણ નિરીક્ષક શ્રીમતી તરૂણાબેન તેમજ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા


વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે સાબરકાંઠાના કલાકારો દ્વારા જૂની/નવી રંગભૂમિના કલાકારોનું સન્માન કરાયું

******

   સાબરકાંઠાના હિંમતનગર ખાતે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે કલા જગતમાં વર્ષોથી પોતાની જિંદગી છેવાડાના માનવી સુધી આપણી સંસ્કૃતિ જાળવી પોતાની કલા પ્રસ્તુત કરવા બદલ સાબરકાંઠાના સમગ્ર કલાકારો વતી કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

   જીવનમાં જૂની રંગભૂમિના ૬૦ થી વધુ નાટકો કરનાર દેરોલ ગામના વતની કલાકારશ્રી વિષ્ણુભાઈ નાયક તથા તેમના પરિવારનું સન્માન કરવામં આવ્યું હતું. તેમને સ્ત્રીપાત્ર ભજવી નારી સશક્તિકરણ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નવી પેઢીના કલાકાર રાજ વ્યાસ તેમજ પી.એમ યુવા મેન્ટોર સ્કિમ વિજેતા  લેખિકા શ્વેતા પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક વિરાસતને સાચવવા માટે આગામી યુવા પેઢી મોબાઇલટીવી છોડી આપણી વાર્તા અને નાટક જોતા થાય તે મહત્વનું છે.

   આ પ્રસંગે સાબર યુવા કેન્દ્રના પ્રમુખ પ્રકાશ વેધસાગર અકાદમીના ભરત વ્યાસમાયામુવી ફિલ્મના નિરંજન શર્માશ્રી વિષ્ણુભાઈ વૈદકનુભાઈ રાવલ તેમજ કલાક્ષેત્રે રસ ધરાવનાર કલાપ્રેમીઓ હાજર રહ્યા હતા.


હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે ‘ વિશ્વ ક્ષય દિન’ની ઉજવણી કરાઇ   

YES WE CAN END TB –ની થીમ પર  આર.ડી.ડી. શ્રી સતીષ મકવાણા ની ઉપસ્થિતિમાં ઉજવાયો

      સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે તા. ૨૪ માર્ચ ૨૦૨૩ના દિવસે “વિશ્વ ક્ષય દિન” ની ઉજવણી આરટીડી ડો. સતીશ મકવાણા ગાંધીનગર અધ્યક્ષતામાં YES WE CAN END TB –ની થીમ પર કરવામાં આવી હતી.

    આ પ્રસંગે ડો. સતીશ મકવાણા એ જણાવ્યું હતું કે સૌ પ્રથમ રોબર્ટ કોચ દ્વારા ટીબીના બેક્ટેરિયા દુનિયા સમક્ષ મૂકવામાં આવ્યા હતા. ક્ષય રોગ ની ભયાનકતા જે તે સમયે ખૂબ જ વધુ હતી તે સમય કહેવાય છે કે દર એક મિનિટે એક વ્યક્તિનું મોત થતું હતું. હાલમાં પરિસ્થિતિ ખૂબ જ સારી છે સરકારની સક્રિયતા અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિ શ્રી દ્વારા ૨૦૨૫ માં ટીબી મુક્ત ભારત બનાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે જેના થકી આજે “YES WE CAN END TB –ની થીમ “ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

      ટીબી ને સંપૂર્ણપણે 2025 સુધીમાં ભારતમાંથી  દૂર કરવા અનેક પ્રકારની યોજનાઓ બનાવવામાં આવી છે.  જેમકે નિક્ષય સહાય યોજના,  જેમાં ટીબીના દર્દીને દર મહિને ₹500 તેમના ખાતામાં જમા થાય છે.  લોકભાગીદારી ને જોડીને દાતાઓ દ્વારા પોષણ કીટ પહોંચાડવી જેવી અનેક સારી યોજનાઓ થકી આજે ટીબીને ઘણા અંશે આપણી કંટ્રોલ કરી રહ્યા છીએ.

     આ પ્રસંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી રાજ સુતરીયા એ જણાવ્યું હતું કે સરકારની ક્ષય નાબૂદી માટે ખૂબ જ સક્રિય ભૂમિકા રહી. તેમાં આજે ડિટેકશન, ટ્રીટમેન્ટ, પ્રિવેન્શન, રિસર્ચ થકી ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે, ડિટેકશન માટે માઈક્રોસ્કોપ યુનિવર્સિટી ટેસ્ટ વગેરે જેવી પદ્ધતિ અપનાવવામાં આવી છે, પહેલાના વખતમાં ટ્રીટમેન્ટમાં બે વર્ષનો કોર્સ ઇન્જેક્શન જેવી સુવિધાઓ હતી આજે ઓરલ ટ્રિટમેંટ ઉપલબ્ધ છે. દર્દીની  પ્રાઇવેસીનું ધ્યાન રાખવામાં આવે છે.  પ્રિવેન્શન માટે કફ કોર્નર, ફાસ્ટ ટ્રેકિંગ જેવી કામગીરી થકી ટીબી પેશન્ટના સંપર્કમાં આવેલા કોન્ટેક પર્સનની આપણે પ્રી પ્રીવેશન કોર્સ કરાવી શકીએ છીએ. તેમજ આ માટે રિસર્ચ દ્વારા નવી નવી દવાઓ થકી સારામાં સારી સુવિધાઓ આપવામાં આવી રહી છે. ટીબી હારેગા, દેશ જીતેગા આ અભિયાનમાં દરેક નાગરિક પોતાની સક્રિય ભૂમિકા ભજવી પોતાનાથી બનતી મદદ કરી YES WE CAN END TB  અભિયાનમાં જોડાઈ સરકારને અને સમાજને મદદરૂપ બનવા અપીલ કરી હતી.

      આ પ્રસંગે  જિલ્લામાં ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સારી કામગીરી કરનારા ડોક્ટરો,  ક્ષય મિત્રો, પેરામેડિકલ સ્ટાફના કર્મચારીઓ, પ્રાઇવેટ ડોક્ટર્સ તેમજ ક્ષય નિર્મૂલન કાર્ય સાથે સંકળાયેલા સારી કામગીરી કરતા લોકોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

      આ પ્રસંગે સી.ડી.એચ.ઓ શ્રી ડો.મુલાણી, આર.એમ.ઓ શ્રી ડો.શાહ જિલ્લા ક્ષય અધિકારી ડો. ફાલ્ગુનીબેન, હિંમતનગરના ટી.એચ.ઓ શ્રી રાજેશ પટેલ, ક્ષય મિત્રો જિલ્લા આરોગ્ય અધિકારીઓ ડોક્ટરો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત  રહ્યા હતા.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *