કલામહાકુંભ ૨૦૨૫-૨૬ બાબતમાં મહત્વની તારીખો યાદ રાખજો

સંકલન: નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)
કલામહાકુંભ ૨૦૨૫-૨૬ બાબત
રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સાંસ્કૃતિકમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વયજૂથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્યકક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા ચાલું વર્ષે રાજ્યમાં કલામહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા ઈચ્છુક કલાકારો રજીસ્ટ્રેશન તા.૨૦/૦૬/૨૦૨૫ થી તા.૨૦/૦૭/૨૦૨૫ સુધી કરાવી શકશે.
વિવિધ ચાર વયજૂથ ની સાહિત્ય, કલા, નૃત્ય, અભિનય, ગાયન અને વાદન વિભાગમાં તાલુકાકક્ષાની ઇવેન્ટ (વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ, લોકગીત/ભજન, સુગમ સંગીત, લગ્નગીત, લોકનૃત્ય, રાસ, ગરબા, સમૂહગીત) તા.૨૧/૦૭/૨૦૨૫ થી તા.૦૫/૦૮/૨૦૨૫ સુધી તેમજ જિલ્લા કક્ષાનું કલા મહાકુંભનુ આયોજન તા.૦૬/૦૮/૨૦૨૫ થી તા.૩૧/૦૮/૨૦૨૫ દરમ્યાન થનાર છે.
જેમાં ઈવેન્ટ (કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઇ, સર્જનાત્મક કામગીરી, સ્કુલ બેન્ડ, કથ્થક, ઓર્ગન, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) છે. પ્રદેશકક્ષાની સ્પર્ધા તા.૦૧/૦૯/૨૦૨૫ થી ૧૫/૦૯/૨૦૨૫ દરમ્યાન યોજાનાર છે અને રાજ્યકક્ષાની સ્પર્ધા ઓક્ટોબર માસમાં યોજાનાર છે, જેમાં ઈવેન્ટ (સિતાર, ગિટાર, વાંસળી, વાયોલીન, કુચીપુડી, ઓડીસી, મોહિનીઅટ્ટમ, પખાવજ, મૃદંગમ, રાવણહથ્થો, જોડીયાપાવા, સરોદ, સારંગી, ભવાઇ) એમ કુલ-૩૭ ઇવેન્ટોની સ્પર્ધાઓનું આયોજન ૦૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયગૃપમાં કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ક્રિષ્ના હોસ્પીટલ કંમ્પાઉન્ડ, સબજેલ રોડ ,હિંમતનગર જિ.સાબરકાંઠા ખાતેથી મેળવી તા. ૨૦/૦૭/૨૦૨૫ સુધી પરત કરવાના રહેશે.
એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી (I/C) સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.