અર્બન હોર્ટીકલચર  ડેવલોપમેન્ટ અંગેની તાલીમનું આયોજન કરાયુ

 અર્બન હોર્ટીકલચર  ડેવલોપમેન્ટ અંગેની તાલીમનું આયોજન કરાયુ

AVS બ્યુરો, હિંમતનગર  

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ઉમા વિદ્યાર્થી ભવન ખાતે  નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા હિંમતનગર શહેરી વિસ્તારની બહેનો અને ભાઈઓ માટે અર્બન હોર્ટીકલચર  ડેવલોપમેન્ટ અંગેની એક દિવસીય તાલીમનું આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામક શ્રી ડી.એમ.પટેલ દ્વારા શહેરી બહેનો અને ભાઈઓએ ઘર આંગણે કિચન ગાર્ડન વાવેતર કરવામાં આવતા વિવિધ શાકભાજી પાકોફળપાકોફુલપાકોઔષધિય પાકોના વાવેતર અંગેની સમજણ આપવામાં આવી હતી. તેમજ તેમાં આવતા રોગ જીવાત અને વિવિધ કાળજી અંગે પ્રેઝન્ટેશન દ્વારા  માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં કચેરી દ્વારા આવેલ બહેનો અને ભાઈઓને કિચન ગાર્ડનની શરૂઆત કરી શકે તે માટે બે કુંડા તેમજ ૧૦ પ્રકારના વિવિધ શાકભાજી પાકોના બિયારણ અને ટમેટામરચાંરીંગણ જેવા પાકોના ધરું વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મદદનીશ નિયામક શ્રી જીગર પટેલવિવિધ તાલુકાના બાગાયત અધિકારી,શ્રી રસિક પટેલમાજી કોર્પોરેટર પ્રવીણભાઈકચ્છ સમાજ પ્રમુખ રસિકભાઈ, કચ્છી મહિલા મંડળ પ્રમુખ ચંદ્રીકાબેન ચોપડા તેમજ કચ્છી સમાજ મહિલા મંત્રી નીતાબેન ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *