શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી શકશે- અજય ઉમટ
ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ
નીરવ જોશી, ઈડર (M-7838880134)
રાજ્યકક્ષાની તૃતિય ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ અવરોહણ ૨૦૨૨-૨૩ સ્પર્ધા યોજાઇ
સાબરકાંઠા જિલ્લા વહિવટી તંત્ર અને રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર ઉપક્રમે રાજ્યકક્ષાની તૃતિય ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૨-૨૩ યોજાઇ હતી. આ સ્પર્ધામાં ગુજરાતભરના ૨૭૯ જુનિયર સાહસવીર ખેલાડી ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં ૧૭૧ ભાઈઓ અને ૧૦૮ બહેનોનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગત વર્ષ ૨૦૨૧-૨૨ના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ સર્જાયા હતા. ગત વર્ષે ભાઈઓમાં ૮.૨૬ મીનીટનો રેકોર્ડ બ્રેક કરી બનાસકાંઠા દાંતાના ભરથરી કૌશિક ભીમાજીએ ૮.૨૩ મીનીટનો નવો રેકોર્ડ સર્જ્યો હતો. બહેનોમાં ૧૦.૪૬ મીનીટનો જૂનો રેકોર્ડ બ્રેક કરી સાબર સ્ટેડીયમ હિંમતનગરની ગોહિલ સંધ્યા રામસિંહે ૯.૧૦ મીનીટનો નવો રેકોર્ડ બનાવ્યો હતો.
આ સ્પર્ધાના અંતે ૧ થી ૧૦ ક્રમના વિજેતા ભાઈઓ બહેનોને રોકડ પુરસ્કાર સર્ટિફિકેટ તેમજ એક થી ત્રણ નંબર વિજેતા ખેલાડીઓને ટ્રોફી આપવામાં આવી હતી.
આ પ્રસંગે મામલતદાર શ્રી ઇડર, તાલુકા વિકાસ અધિકારી શ્રી, ઇડર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી તેમજ રાજ્યના વિવિધ જિલ્લાના ખેલાડી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
—