સ્વામિનારાયણના નગરયાત્રા પ્રસંગે હરિભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા

 સ્વામિનારાયણના નગરયાત્રા પ્રસંગે હરિભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)p

ભગવાન સ્વામિનારાયણ ની આજે ભવ્ય રથયાત્રા નગરી યાત્રા સ્વરૂપે કાઢવામાં આવી હતી. જે સ્વામિનારાયણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સ્થળ – જમુના નગર થી નૂતન મંદિર તેમજ અલગ અલગ થોડો પર ભક્તોને દર્શનનો લાભ આપીને પાછી યજ્ઞશાળા પરત ફરી હતી હતી. આ ભગવાન સ્વામિનારાયણ ની નગરીયાત્રામાં ભગવાન સ્વામિનારાયણની ઘનશ્યામ સ્વરૂપ મૂર્તિ તેમજ રાધાકૃષ્ણ દેવની મૂર્તિ અને અન્ય રથોને સજાવવામાં આવ્યા હતા જેમાં ભગવાન સ્વામિનારાયણ કાલુપુર સંપ્રદાયના અનેક સંતો રથ પર સવાર હતા. માર પર હજારો હરિભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા અને આ મૂર્તિઓને પ્રાણ પ્રતિષ્ઠા પહેલા નગરયાત્રા સ્વરૂપે સમગ્ર હિંમતનગર વાસીઓને દર્શનનો લાભ આપવા માટે સર્વ પ્રથમ વખત નૂતન મંદિર સુધી લઈ જવામાં આવી હતી જુઓ આ કાર્યક્રમની ઝાંખીઓ ફોટા સ્વરૂપે નિહાળો.

નગરીયાત્રેથી આવ્યા બાદ સાંજે 5:00 વાગ્યાની આસપાસ ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ સ્વરૂપને પ્રાણ પ્રતિષ્ઠા ના મંત્રો વડે અનેક પ્રકારની પૂજાઓ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને અનેક ઔષધી વાળા જળ જેમાં અનેક નદીઓના જળ તેમજ મંત્રોચ્ચાર વડે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અનેક સોળશી ઉપચાર પૂજા ની જેમ પ્રાણ પ્રતિષ્ઠા ની પૂજા માં સર્વપ્રથમ પાણીથી અભિષેક ત્યારબાદ ઘી અને મધથી અભિષેક અને ત્યારબાદ ધન્યધીવાસ માં મૂર્તિને સમગ્ર રાત રાખવામાં આવશે અને સવારના એટલે કે 13 નવેમ્બર ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા માટે મંદિર લઈ જવામાં આવશે ત્યાં ભગવાન સ્વામિનારાયણ કાલુપુર મંદિર ગાદીના આચાર્ય કૌશલ્ય પ્રસાદ ના હસ્તે ઘનશ્યામ સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણ અને રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થશે.
આજની નગયાત્રા બાદ એક બાજુ ભાગવત સપ્તાહની થઈ હતી જ્યારે બીજી બાજુ 11 કુંડી હવન જે વિષ્ણુયાગના કહેવાય છે તેના વડે ત્રણેય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન વિધિ તરફ લઈ જવામાં આવી હતી. કાર્યક્રમના સાંજે હજારો ભક્તો પ્રસાદ માટે હિંમતનગરમાંથી ઉમટી પડ્યા હતા.

સાચોદર,હિંમતનગર,અરોડા, ઈલોલ સાપાવાડા, નેત્રામલી, મણિયોલ લાલોડા, કાટવાડ તેમજ અન્ય ગામડાઓની આજુબાજુની ભગવાન સ્વામિનારાયણ સત્સંગી મહિલાઓએ આશરે 7000 જેટલા રોટલાઓ 50 જેટલા ચૂલા પર બનાવ્યા હતા. શાસ્ત્રી સ્વામી પ્રેમપ્રકાશના સત્સંગી હરિભક્તો ના માર્ગદર્શન હેઠળ બાજરીના રોટલા, રીંગણનો ઓળો, મિક્સ શાક, ખીચડી, કઢી, મરચા અને મૂળાનો પ્રસાદ સાંજે આપવામાં આવ્યો. આશરે 10 હજાર જેટલા માણસોએ પ્રસાદનું લાભ લીધો હતો. રાત્રે નવા સ્વામિનારાયણ મંદિરમાં લેસર સો અને આતિશબાજી કરવામાં આવી હતી. જે હરિભક્તોએ નિહાળી અને ધન્ય ધન્ય થયા હતા.

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *