ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
જાણો, હિંમતનગરના MLA રાજેન્દ્રસિંહ ચાવડાએ સોશિયલ મીડિયા પર શું કહ્યું?
નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134)
કહેવાય છે સત્તાના મુકામ પર અને સફળતાને શિખરે જ્યારે કોઈ વ્યક્તિ વિદાય નક્કી કરે છે ત્યારે તેણે કરેલા કામો અને એમણે જીતેલો લોકોનો વિશ્વાસ કે પ્રશંસા એ જ એનું સંભારણું રહેતું હોય છે. ગઈકાલે ભાજપ એ જે સોળ ઉમેદવારો જાહેર કર્યા એમાં હિંમતનગરના સીટિંગ એમએલએ રાજેન્દ્રસિંહ ચાવડા નું નામ પણ નહોતું અને વી ડી ઝાલાને હિંમતનગર વિધાનસભાની સીટ ની ટિકિટ ફાળવવામાં આવી છે. આ વાતથી ચાવડાના ચાહકો અને સમર્થકોમાં ભારે અજંપો ફેલાયો હતો. જોકે કેટલાકને માટે આ ઘટનાક્રમ એક સહજ હતો કારણકે વર્તમાન ધારાસભ્ય બે ટર્મથી હિંમતનગરમાં સેવા આપતા રહ્યા છે એટલે હવે કોઈ નવો ચહેરો આવશે એવી ખૂબ મોટી અપેક્ષા ભાજપના જ કેટલાક વર્તુળોમાં અને સામાન્ય મતદારોમાં ચર્ચા રહી હતી. આજે સવારનો ઘટનાક્રમ જોતા છેલ્લા બે ત્રણ કલાક સુધી એ રહસ્ય બની રહ્યું કે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા અને એમના ટેકેદારો શું કરશે પરંતુ સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ ભાજપના parliamentry body નક્કી કરેલા નામો પર તેમની સહમતિ પણ દર્શાવી છે.
નવા જાહેર થયેલા ઉમેદવાર વીડી ઝાલાને હાર્દિક શુભેચ્છા પાઠવી છે.તેમજ હિંમતનગરના સર્વે ટેકેદારો, કાર્યકર્તાઓ તેમજ મતદારોને હાર્દિક લાગણીથી અભિનંદન પણ કર્યું છે. જુઓ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પર શું કહ્યું છે…!
ઉલ્લેખનીય છે કે ભારે રસાકસી બાદ અને ખૂબ જ ઇંતેજાર પછી ગઈકાલે સાંજે હિંમતનગરના ભાજપના નવા ઉમેદવારની સત્તાવાર જાહેરાત થઈ હતી….. કુલ મળીને 16 જેટલા ઉમેદવારોની યાદી ભાજપે જાહેર કરી હતી. જુઓ કયા કયા ઉમેદવારો જાહેર થયા હતા.