ગુજરાત કૃષિ મંત્રાલયના છેલ્લા દસ દિવસના સમાચાર આ મુજબ રહ્યા

 ગુજરાત કૃષિ મંત્રાલયના છેલ્લા દસ દિવસના સમાચાર આ મુજબ રહ્યા

નીરવ જોશી, ગાંધીનગર ( M-7838880134)

ગુજરાત સરકારના કૃષિખાતાના કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલ ચોમાસુ બેસી ગયા કારણે છેલ્લા દસ દિવસથી ખૂબ જ સક્રિય રહ્યા હતા અને એમણે અનેક વિધ કાર્યો તેમના મંત્રાલયના કર્યા હતા આ ઉપરાંત જામનગરમાં ભારે વરસાદથી સર્જાયેલા પાણીની સમસ્યાને કારણે તકલીફમાં મુકાયેલા નગરજનોને રાહત આપવા તેઓ જાતે ફરી વળ્યા હતા તેની નોંધ પણ મીડિયામાં મોટા પાયે લેવાય છે !

જોઈએ છેલ્લા 10 દિવસમાં રાઘવજી પટેલની કેવી કામગીરી રહી.

રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિકાસ કાર્યો અંગેની સમીક્ષા બેઠક યોજાઈ

જિલ્લાના જર્જરિત બિલ્ડીંગોને રીડેવલપમેન્ટ કરવા સરકારમાં દરખાસ્ત કરવા મંત્રીશ્રીની સૂચના

રાજકોટ તા. ૭ જુલાઈ: રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લાના વિકાસ કાર્યો અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકની શરૂઆતમાં જ પ્રભારી મંત્રીશ્રીએ બિપરજોય વાવાઝોડામાં કામ કરનાર સૌ પદાધિકારીઓ, અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થા સહિત તમામ લોકોને નિષ્ઠાપુર્વક સહકાર આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રભારી મંત્રીશ્રીએ પ્રજાના વાલી તરીકે ગુણવત્તાયુક્ત અને સુવિધાસભર વિકાસકામો થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લાના ૨૦ જેટલા પ્રશ્નો રજૂ થયા હતા. જેમાં દબાણ દૂર કરવા, સીસીટીવી માટે ગ્રાન્ટ આપવા, સનદ, વારસાઇ એન્ટ્રી, ખેડુતો- સમાજને આપવાની થતી જમીન સહિતના પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. લોકપ્રશ્નોનું ઝુંબેશ સ્વરૂપે નિરાકરણ લાવવા મંત્રીશ્રીએ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી તેમજ જંત્રી રિસર્વે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તથા ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટીની કામગીરી માટેની સમીક્ષા કરી હતી. આ તકે ધારાસભ્યશ્રીઓએ પણ પોતાના વિસ્તારના પ્રશ્નો રજુ કર્યા હતા. મંત્રીશ્રીએ હાલના ચોમાસામાં રાજકોટ રેડ એલર્ટમાં હોવાથી તંત્ર પૂરતું સાબદા રહે તેવી સૂચના આપી હતી. જિલ્લાના જર્જરીત બિલ્ડીંગોને રીડેવલપમેન્ટ કરવા સરકારમાં દરખાસ્ત કરવા મંત્રીશ્રીએ ભાર મુક્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અધિક નિવાસી કલેકટરશ્રી એસ. જે. ખાચરે ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કરી બેઠકમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી વાવાઝોડા સંદર્ભે કચેરી કામગીરી અને વિકાસ કામો અંગેની માહિતી રજુ કરી હતી. આ બેઠકમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય સર્વશ્રી ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, રમેશભાઈ ટીલાળા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર, અગ્રણીશ્રી ભરતભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી, શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, કલેકટરશ્રી પ્રભવ જોષી, રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી, એસપી ગ્રામ્ય શ્રી જયપાલસિંહ રાઠોડ સહિતના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 


*પીજીવીસીએલના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જિલ્લાના વિજ પ્રશ્નો અંગે સમીક્ષા કરતા કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

*લોકોની રજૂઆતો તથા પ્રશ્નો પરત્વે હકારાત્મક અભિગમ દાખવી સત્વરે તેનો નિકાલ લાવવા મંત્રીશ્રીનું સૂચન*

*બિપરજોય વાવાઝોડા દરમિયાન પીજીવીસીએલના કર્મચારીઓએ કરેલ સરાહનીય કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવતા કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

જામનગર તા.૦૩, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના વીજળીને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવા તેમજ નાગરિકો તથા ખેડૂતોની વિવિધ રજૂઆતોના નિરાકરણ માટે કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી બી.એ.શાહ સહિત પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં મંત્રીશ્રીને મળેલ લોકોની રજૂઆતો તથા પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી પ્રશ્નો પરત્વે હકારાત્મક અભિગમ દાખવી સત્વરે તેનો નિકાલ લાવવા જણાવાયું હતું.

બેઠકમાં મંત્રીશ્રીએ પાંચ વર્ષથી વધુ સમય માટે સોલાર પેનલ ધરાવતા ખેડૂતોને પીજીવીસીએલ કનેક્શન આપવા, ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીની અનિયમીતતા દૂર કરવા, જરૂર જણાય ત્યાં વીજ લાઈનનું સ્થળાંતર કરવાં, માંગણી મુજબનું કનેક્શન ફાળવવા તથા વિજ થાંભલા શિફ્ટિંગ કરવા, વીજ કનેક્શન માટે જરૂરી વિભાગોને દરખાસ્ત કરવા, શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને સિંગલ કે થ્રી ફેઝ કનેક્શન તથા જ્યોતિ કનેક્શન આપવા, હડાવા ફીડરમાં પીવાના પાણી માટે ખાસ ફીડર ફાળવવા, ધ્રોલ-વંથલી સહિતના ફીડરમાં લો વૉલ્ટની સમસ્યા દૂર કરવાં, ઉદ્યોગ ફીડરોને રહેણાંક ફીડરથી અલગ કરવા, એચ.ટી. કનેક્શન ધરાવતા એકમોને વીજ પુરવઠો બંધ કરતા પહેલા જાણ કરવાં, નવા પોલ ઊભા કરી આસપાસના કનેક્શન આપવા, નમી ગયેલા તથા તૂટેલા પોલ દૂર કરવા, એસ.ટી. ડિવિઝનમાં નવી લાઈનનું કામ સત્વરે પૂર્ણ કરવાં તથા કનસુમરા તેમજ ખીજડીયા ખાતે નવી લાઈનમાં કામની વિગતો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી તેમજ સત્વરે આ કામો પૂર્ણ કરી નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી. વધુમાં મંત્રીશ્રીએ બેઠકમાં બિપરજોય વાવાઝોડા દરમિયાન પીજીવીસીએલના કર્મચારીઓએ કરેલ સરાહનીય કામગીરીને અભિનંદન પાઠવી બિરદાવી હતી.

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ચૌધરી, પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરશ્રી પરમાર તથા સંલગ્ન કાર્યપાલક ઇજનેરશ્રીઓ, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


*સૌરાષ્ટ્રમાં થયેલ શ્રીકાર વર્ષાને પગલે હર્ષ વ્યક્ત કરી ખેડૂતોને શુભકામનાઓ પાઠવતાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

*કાચા સોના જેવો વરસાદ વરસતાં ખરીફ પાકમાં ખેડૂતોને ખૂબ ફાયદો થશે-મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ*

જામનગર તા.01,July

સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં શ્રીકાર વર્ષા થઈ છે.સર્વત્ર વાવણી લાયક વરસાદ વરસતા રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પણ હર્ષની લાગણી વ્યક્ત કરી જિલ્લાના સૌ ખેડૂતોને સારા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.

 

જામનગર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં ખૂબ સારો વરસાદ વરસતા ડેમો તથા જળાશયો પણ પોતાની છલક સપાટીએ છે જેથી આગામી સમયમાં ખેડૂતો માટે સિંચાઈ તથા લોકો માટે પાણીની તંગી પણ દૂર થશે તેનો મંત્રીશ્રીએ આનંદ વ્યક્ત કર્યો છે.બિપરજોય વાવાઝોડા સમયે થયેલ વરસાદ વેળાએ ખેડૂતોએ કરેલ વાવણી પર હાલ કાચા સોના સમાન વર્ષા થઈ છે ત્યારે ખરીફ પાકોને પણ ખૂબ જ ફાયદો થશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.શ્રીકાર વર્ષાના કારણે હાલ ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.જામનગર જિલ્લામાં પણ રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયેલ છે તેમજ ઊંડ-1 સહિતના મોટા ભાગના ડેમમાં પણ નવા નીરની પુષ્કળ આવક થતા જામનગરના લોકોની પીવાના તથા સિંચાઇના પાણીની સમસ્યા દૂર થશે તેમ જણાવ્યું હતું.

 


*શહેરના નારાયણનગર, મોહનનગર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સમીક્ષા કરતાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

*યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી પાણીના વહેણ પરના અવરોધો હટાવવા તેમજ નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારે કામગીરી હાથ ધરવા સૂચન કરતાં મંત્રીશ્રી*

જામનગર તા.01, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મતસ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે શહેરના નારાયણ નગર, મોહનનગર સહિતના નિંચાણ વાળા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને જરૂરી સમીક્ષા કરી હતી.આ તકે મંત્રીશ્રીએ સ્થળ પર જ વિસ્તારના નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળ્યા હતા અને મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ડી.એન.મોદી સહિતના પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સાથે જરૂરી ચર્ચા કરી નાગરિકોની રજૂઆત અંગે સત્વરે કાર્યવાહી હાથ ધરવા તેમજ ભરાયેલ પાણીના નિકાલ અંગેની જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ બિપરજોય વાવાઝોડા વેળાએ કરેલ કામગીરીની માફક જ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી પાણીના વહેણ પરના અવરોધો હટાવવા, કાદવ કીચડ દૂર કરવા તેમજ જરૂરી દવાઓનો છંટકાવ કરી નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારની કામગીરી હાથ ધરવા ભારપૂર્વક સૂચના આપી હતી.


પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારે કર્યા મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યમાં રૂ.૪૭.૯૭ કરોડના ખર્ચે નવા ૬૮ પશુ દવાખાના-પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોનું નિર્માણ અને પાંચનું થશે નવીનીકરણ: પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

રાજ્યની ૭ પશુ રોગ નિદાન લેબોરેટરી અને ૧૦ વેટરીનરી પોલીક્લીનીકને વિશિષ્ટ અને આધુનિક ઉપકરણો-સાધનોથી સુસજ્જ કરવા રૂ. એક કરોડ મંજૂર

*રાજ્યમાં પશુપાલન ખાતાની કચેરીઓ ખાતે રૂ. ૫૦ લાખના ખર્ચે ૧૦ ડીજીટલ ડેસ્ક-ઈલેક્ટ્રોનિક કીઓસ્કની સુવિધા ઉભી કરાશે*

*પશુપાલન ખાતાની કામગીરીને વધુ અસરકારક બનાવવા વર્ગ-૨ની ૬ અને વર્ગ-૩ની ૯ જગ્યાઓ મંજૂર*

પશુપાલન વ્યવસાય થકી રાજ્યના નાગરીકો સ્વનિર્ભર બને તે માટે રાજ્ય સરકારે અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. આ સહાયલક્ષી યોજનાઓ ઉપરાંત તેમના મહામૂલા પશુધનને રસીકરણ-ખસીકરણ, કૃત્રિમ બીજદાન, વાઢકપ સહિતની વિવિધ સારવાર પણ રાજ્ય સરકારે પૂરી પાડવા માટે પ્રતિબદ્ધતા દાખવી છે. પશુ સારવારલક્ષી સુવિધાઓમાં વધારો કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે.

પશુપાલકોના હિતમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ પશુપાલકની મૂડી તેનું બહુમૂલ્ય પશુધન હોય છે, અને તેમના આ પશુધનને ઉચ્ચ ગુણવત્તાયક્ત અને અદ્યતન આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં પશુ સારવાર સંબંધિત માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત કરવા માટે ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૪૭.૯૭ કરોડના ખર્ચે રાજ્યની ૨૧ જિલ્લા પંચાયતો હેઠળ અદ્યતન સુવિધા સાથેના પશુ દવાખાના અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોના ૬૮ નવીન બાંધકામ અને જરૂરી મરામતના ૫ કામો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.

મંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, રાજ્યની પશુ રોગ નિદાન લેબોરેટરીમાં વધુ અસરકારક પશુ રોગ નિદાનની સેવાઓ મળી રહે તેમજ જિલ્લા કક્ષાની રેફરલ હોસ્પીટલ-વેટરીનરી પોલીક્લીનીકમાં સચોટ સારવાર સેવાઓ ઉપલબ્ધ કરાવવીએ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. આ પ્રકારની ઉત્તમ સુવિધા માટે રાજ્યની ૭ પશુ રોગ નિદાન લેબોરેટરી અને ૧૦ વેટરીનરી પોલીક્લીનીકને વિશિષ્ટ અને આધુનિક ઉપકરણો-સાધનોથી સુસજ્જ કરવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં રૂપિયા એક કરોડની મંજૂરી આપવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પશુપાલન અને ડેરી ક્ષેત્રના વૈજ્ઞાનિક ઢબે વિકાસ માટે થઇ રહેલી કામગીરીની માહિતી પશુપાલકોને ઘરબેઠાં મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે ચિંતા કરી છે. પશુપાલકોને સરકારી યોજનાઓની જાણકારી તેમની આંગળીનાં ટેરવે જ મળી રહે, પશુપાલકોને વિડિયો કોન્ફરન્સ કે વેબિનાર કરીને એક જગ્યાએથી એક સાથે અનેક પશુપાલકોને માહિતગાર કરવા માટેના ઉતમ માધ્યમ તરીકે રાજ્યના પશુપાલન ખાતાની કચેરીઓમાં રૂ. ૫૦ લાખના ખર્ચે ૧૦ ડીજીટલ ડેસ્ક-ઈલેક્ટ્રોનિક કીઓસ્કની સુવિધા ઉભી કરવા પણ રાજ્ય સરકારે મંજૂરી આપી છે.

આ ઉપરાંત પશુપાલન ખાતાની તાંત્રિક, વહીવટી અને હિસાબી કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે વર્ગ-૨ની ૬ જગ્યાઓ અને વર્ગ-૩ની ૯ જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે. સાથે સાથે પશુઓ માટેની રસીનું ઉત્પાદન કરતી પશુ જૈવિક સંસ્થા તેમજ રાજ્યમાં પશુઓના સંવર્ધનની કામગીરીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી સેન્ટ્રલ સીમેન બેંક-પાટણ, ક્વોરનટાઇન સ્ટેશન-મહેસાણા, ફ્રોઝન સીમેન સ્ટેશન-પાટણ, ફ્રોઝન સીમેન સ્ટેશન-ભૂતવડ, ફ્રોઝન સીમેન સ્ટેશન-માંડવી(સુરત) જેવી વિવિધ સંસ્થાઓ માટે પણ માનવબળ મંજૂર કરવામાં આવ્યું છે, તેમ પશુપાલન મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


 

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલા વિવિધ ચાર નિર્ણયોને આવકારતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ
……………………………
કેન્દ્રીય ઉર્વરક મંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજ્યોના કૃષિ મંત્રીશ્રીઓ સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં સહભાગી થતા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ

ભારત સરકારના કેન્દ્રીય ઉર્વરક મંત્રીશ્રી દ્વારા વિવિધ રાજ્યોના કૃષિ મંત્રીશ્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઇ હતી જેમાં ગુજરાતમાંથી કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ જોડાયા હતા.
કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલા વિવિધ ચાર નિર્ણયોની કેન્દ્રીય ઉર્વરક મંત્રીશ્રી દ્વારા વિગતવાર માહિતી આપવામાં આપી હતી. આ ચાર નિર્ણયોમાં કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ વર્ષ માટે રૂ. ૩.૬૮ લાખ કરોડની યુરીયા સબસીડી મંજુર કરવામા
આવી છે. પી.એમ. પ્રણામ યોજના અંતર્ગત જે રાજ્ય સબસીડાઈઝ ખાતરનો વપરાશ ઘટાડશે તે રાજ્યને સબસીડીની થતી બચતના ૫૦% રકમ કેન્દ્ર સરકાર દ્વારા આપવામા આવશે. ગોબરધન યોજના અંતર્ગત ઉત્પન્ન કરેલ બાયોગેસ અને કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાંટમાંથી બનાવેલ ફર્મેંન્ટેડ ઓર્ગેનીક મેન્યુર ખાતરને પ્રોત્સાહન આપવા માટે માર્કેટ ડેવલોપમેન્ટ આસીસ્ટન્ટ ઘટક તરીકે રૂ. ૧૫૦૦/મે.ટન. સબસીડી આપવામાં આવશે.


આ ઉપરાંત સલ્ફર કોટેડ યુરીયાને યુરીયા ગોલ્ડ નામથી લોંચ કરવામાં આવ્યું છે. જેમા ૩૭% નાઈટ્રોજન યુરીયા ઉપર ૧૭% સલ્ફર તત્વનું કોટીંગ કરાયું છે જેનાથી યુરીયાનો કાર્યક્ષમ ઉપયોગ થશે તેમ, જણાવી મંત્રીશ્રી રાઘવજી પટેલે ભારત સરકારના નિર્ણયને આવકારીને ગુજરાતમાં તેના ઝડપી અમલીકરણ માટે કટીબદ્ધતા દર્શાવી હતી.

 

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *