આજે હિંમતનગરમાં મહેતાપુરા વિસ્તારમાં આરએસએસનું પથ સંચલન

નીરવ જોશી,હિંમતનગર (M-7838880134)

આજરોજ હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં સાંજે 5:00 વાગ્યાની આજુબાજુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમગ્ર શહેરના કાર્યકર્તાઓ પથ સંચલન નું કાર્યક્રમ આયોજિત કર્યું છે.ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ મહેતા પુરાના એનજી સર્કલ થી શરૂ થઈ બ્રહ્માણીનગર અને ત્યારબાદ અન્ય વિસ્તારોમાં ફરી અને પાછું એનજી સર્કલ પરત ફરશે. આ કાર્યક્રમનું મૂળ હેતુ યુવાનોને અંદર રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર સેવાની ભાવના પ્રેરિત કરવાનો છે.

ભારતની એક હિન્દુ રાષ્ટ્ર તરીકેની ભાવી અસ્મિતા એ સમગ્ર સમાજના કલ્યાણ, સુરક્ષા અને સમાનતા માટે છે – તે પ્રકારનું જાહેર ભાવ પણ આ સંચલનમાં પ્રગટ થાય છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ- RSS તેના સ્થાપના સમય- 1925 થી અવિરત વિજયાદશમી ઉત્સવ ઉજવતો રહ્યો છે.સમાજમાં શૌર્ય, સુરક્ષા,સેવા અને સમતા આવા ભાવ સાથે આ ઉત્સવની ઉજવણી થતી હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન કરેલા ઉત્સવ કાર્યક્રમ ની એક વિશાળ ઝાંખી સામાન્ય સમાજ ના બધા વર્ગોને ખબર પડે, ખ્યાલ આવે તે રીતે પ્રદર્શિત કરતા હોય છે અને પથ સંચલન સ્વરૂપે સમાજમાં લોકોની વચ્ચે ઉપસ્થિત થતા હોય છે. તો આજનું આ સંચલન પણ આજ વિચાર ના એક ભાગ સ્વરૂપે છે.

( માહિતી સહયોગ: વિશાલ સોરઠીયા)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच