ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ભૂમિકા પડકારભરી રહેશે, જગદીશ ઠાકોરે આપ્યા શુભઆશિષ

 ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ભૂમિકા પડકારભરી રહેશે, જગદીશ ઠાકોરે આપ્યા શુભઆશિષ

નિરવ જોશી ,અમદાવાદ (M-7838880134 & 9106814540)

છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દિલ્હીમાં તેડું આવ્યું હતું ત્યારથી ન્યૂઝ ચેનલો અને અન્ય સમાચાર માધ્યમોમાં એ વાત દેખાઈ રહી હતી કે હવે ગુજરાત કોંગ્રેસનું સુકાન કોઈ મજબૂત અને મક્કમ તેમજ દૂરદેશી દ્રષ્ટિ વાળા અનુભવી વરિષ્ઠતમ કોંગ્રેસીના હાથમાં સોંપવામાં આવશે.

શુક્રવારે આશરે 8:00 વાગ્યાની આસપાસ એ સમાચારો આવી ગયા કે હવે આગામી લોકસભાની ચૂંટણી જોતા ગુજરાત કોંગ્રેસ કોઈ ચાન્સ લેવા માગતું નથી અને વર્તમાન રાજ્યસભાના વરિષ્ઠ સાંસદ શક્તિસિંહ ગોહિલ જ હવે ગુજરાત કોંગ્રેસની દૈનિક હાલત સુધારવા માટે મેદાનમાં આવશે અને એમને જ પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી!  જેનાથી સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો દરિયો ફરી વળ્યો છે!

ગુજરાતના દરેક જિલ્લાઓમાં અને શહેરોમાં કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ તેમજ જુના કોંગ્રેસી કાર્યકર્તા ઓ તેમજ કોંગ્રેસી નેતાઓ આશાવાન બન્યા છે અનેક જગ્યાએથી શુભેચ્છાઓનો ધોધમાર વરસાદ શક્તિસિંહ પર થઈ રહ્યો છે!

એક કોંગ્રેસના શુભ ચિંતકે સોશિયલ મીડિયામાં લખ્યું કે…

ખૂબ ખૂબ અભિનંદન. હાર્દિક અભિનંદન🙂⚘🌷🌷🌷🌷🌷⚘⚘⚘ બહુ વર્ષો પછી ગુજરાત કોંગ્રેસનું સુકાન એક પ્રમાણિક, વિઝનરી, ગુજરાતના વરિષ્ઠ કોંગ્રેસી નેતા, અનુભવી, મુસદ્દીગિર, હોશિયાર, લાગણીશીલ,ઉત્તમ વક્તા, રાજ્યસભામાં ગુજરાતના પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોથી લઈને અનેક સળગતા પ્રશ્નોને ઉઠાવનારા માનનીય રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલની વરણી કરીને ગુજરાત કોંગ્રેસે પક્ષની અને કાર્યકર્તાઓની લાગણી અને પ્રતિષ્ઠા ને આગામી લોકસભાની ચૂંટણી માટે એક સાચો કેપ્ટન આપ્યો છે! મહાદેવની / મા આશાપુરાના તેમજ જનતા જનાર્દનના આશીર્વાદ નવા પ્રદેશ પ્રમુખને પ્રાપ્ત થાય એવી હાર્દિક શુભેચ્છાઓ😀🌷🌹💐💐💐🌹💐

આ ઉપરાંત અલગ અલગ જિલ્લાઓમાં તેમજ ગુજરાતના મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર , રાજકોટ તેમજ અન્ય જિલ્લાઓમાં કોંગ્રેસી કાર્યકર્તાઓના whatsapp ગ્રુપમાં શક્તિસિંહ ગોહિલ ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ની વરણી થવા બદલ ખુબ જ શુભેચ્છાઓ નો ધોધમાર વરસાદ સતત વરસી રહ્યો છે!

ભૂતપૂર્વ જીપીસીસી પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓ ની સંબોધિ અને જાહેર સોશિયલ મીડિયામાં લખ્યો પત્ર…

ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનવા બદલ શક્તિસિંહ ગોહિલને અભિનંદન આપતા જગદીશ ઠાકોરે facebook પર લખ્યું હતું કે…

રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ…

સાથે મળી સંગઠનને વધુ મજબૂત બનાવીને ગુજરાતની જનતાના હક્ક અને અધિકાર માટેની લડતને બુલંદ કરીશું.

 

આજે જગદીશ ઠાકોર facebook પર તેમનો વિડીયો પણ મૂક્યો હતો જેમાં તેમણે અનેક વાતો કોંગ્રેસના કાર્યકર્તાઓને જણાવ્યું હતું…

સમગ્ર ગુજરાતના કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોને જગદીશ ઠાકોરના જય હિંદ…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદના મારા કાર્યકાળ દરમ્યાન આપ સૌએ આપેલ સાથ સહકાર બદલ આભાર.

અનુભવી, અભ્યાસુ, ઉત્તમ વ્યક્તિત્વ ધરાવનાર શ્રી શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું પ્રમુખ પદ શોભાવવા જઈ રહ્યાં છે ત્યારે આપણે સૌ સાથે મળીને ૨૦૨૪ની લોકસભા ચુંટણીની તૈયારી કરીએ અને કોંગ્રેસને મજબૂત કરીએ.

બે દિવસથી મીડિયામાં આર્થિક વ્યવહારો વિષે વાતો ચાલી રહી છે. મારી અહીં ચોખવટ છે કે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીનો કોઈ રિપોર્ટ લીક થયો નથી તે આદરણીય રાહુલજી અને આદરણીય ખડગેજીને જ સોંપવામાં આવ્યો છે. મીડિયામાં જે આવી રહ્યું છે તે સત્યથી તદ્દન અલગ છે, ખોટું છે.

સમય કપરો છે, ભવિષ્ય કપરું નથી. સમય મહેનત માંગી રહ્યો છે ત્યારે નવા વરાયેલા પ્રમુખશ્રીના નેતૃત્વમાં પક્ષને ખૂબ મજબૂત બનાવવો છે. મારા ૫૦ વર્ષના સામાજિક અને જાહેર જીવનમાં, આચરણમાં કોંગ્રેસ છલકાય છે. હું જન્મજાત કોંગ્રેસી છું અને મારા બાપુજી પણ કોંગ્રેસ વિચારધારાને વરેલા હતાં અને તેમણે જ પડકાર ઝીલતા શીખવ્યું છે. ગરીબ પરિવારમાં મારો જન્મ થયેલો અને જે પદ પ્રતિષ્ઠા મને મળી છે તે માટે હું કોંગ્રેસ પક્ષનો આભારી છું. ભ્રષ્ટાચાર, બેઇમાની વિરૂદ્ધ નીડરતાથી લડતાં મને કોંગ્રેસ પક્ષની વિચારધારાએ શીખવાડ્યું છે.

જેનામાં ઈમાનદારી હોય, ક્યાંય આર્થિક વ્યવહારોમાં પડ્યો ન હોય, માનવતાવાદી વિચારધારાને લઈને ચાલતો હોય તેવા વ્યક્તિને બદનામ કરવાના જે કાવતરાં થઈ રહ્યાં છે તે ખૂબ જ દુઃખદ છે.

જે પત્રકાર મિત્રોએ મને સાથ – સહકાર આપ્યો છે, મદદ કરી છે તે સર્વેનો હું આભાર માનું છું.

હું ગુજરાતની જનતા, કોંગ્રેસના સમર્થકો, કાર્યકરો અને આગેવાનોને કહેવા માંગુ છું કે, કોઈ ઉમેદવારે એક રૂપિયાની પણ કોઈ લેવડ દેવડ કરેલ હોય તો તેની વિગતો મારી જોડે લાવો અને જો હું પ્રમુખપદ પર નહિ હોવ તો પણ આદરણીય રાહુલજી, આદરણીય કે. સી. વેણુગોપાલજી, આદરણીય શક્તિસિંહજી અને આદરણીય અમિતજી પાસે બેસીને તેનો ન્યાય કરાવીશું, નિર્ણય કરાવીશું.

મારી આપ સૌને વિનંતી છે કે, અમુક પ્રચાર માધ્યમો તેમજ સોશિયલ મીડિયા પર ભાજપના લોકો દ્વારા કોંગ્રેસ પક્ષના નેતૃત્વને ખતમ કરવાની વાતો કરતા હોય તેમાં બિલકુલ સાવધાન રહેજો. આવનાર દિવસોમાં પણ ભલે હું પ્રમુખ નથી છતાં એક ફોન કરજો અડધી રાત્રે પણ હાજર રહીશ, આપની વચ્ચે રહીશ.

જય હિંદ
જય કોંગ્રેસ

-જગદીશ ઠાકોર

 

 

 

 

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *