ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : સાબરકાંઠા જિલ્લામાં ૨૦૦થી વધુ માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ :
સાબરકાંઠા જિલ્લામાં ૨૦૦થી વધુ માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ
નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી યોજાય તે માટે આપને સૌ સાથે મળી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીશું- જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નૈમેષ દવે
સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત હિંમતનગર નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં ૨૦૦ થી વધુ માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ હતી.
આ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી યોજાય તે માટે આપને સૌ સાથે મળી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીશું. વધુમાં જણાવ્યું કે, મે સાંભળ્યુ છે કે આપ સૌએ અગાઉની ચૂંટણીમાં પણ ખૂબ જ સારી રીતે પોતાની ફરજ નિભાવી હતી જે બદલ સૌને હું અભિનંદન પાઠવું છું આ વર્ષે પણ આપણે આવી રીતે જ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 પૂર્ણ કરીશું. સૌ કર્મીઓને ચિંતા મુક્ત બની પોતાની ફરજ નિભાવવા અપીલ કરાઈ હતી.
આ તમામ માઈક્રો ઓબ્ઝર્વર રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારી તરીકે ફરજ બજાવે છે.
આ તાલીમમાં પ્રાંતિજ પ્રાંત શ્રી અને મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી અંકિત પટેલ દ્વારા માઈક્રો ઓબ્ઝર્વેર શ્રીઓને કરવાની થતી કામગીરીની વિસ્તૃત સમજ આપી મતદાનના દિવસે મોકપોલ થી લઈ સાંજે મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી ૧૮ જેટલા મુદ્દાઓનું ચેક લીસ્ટની માહિતી અપાઇ હતી.
આ તાલીમમાં નાયક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી ભૂમિ કેશવાલા, ચૂંટણી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ :
સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી નૈમેષ દવેએ મીડિયા સેન્ટરની મુલાકાત લીધી
****
સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી નૈમેષ દવેએ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત મીડિયા સેન્ટરની મુલાકાત લીધી હતી. સાબરકાંઠા જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ અને રાજકીય પક્ષોના ચૂંટણીલક્ષી સમાચારોનું નિરીક્ષણના ભાગરૂપે તૈયાર કરાયેલા (EMMC ) ઇલેકટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેલ મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી મીડિયા સેંન્ટરમાં ચૂંટણીલક્ષી પ્રદર્શિત કરાયેલી વિવિધ આંકડાકીય વિગતોને નિહાળીને ઇલેકટ્રોનિક મીડિયામાં પ્રસારીત થતાં રાજકીય પક્ષો તથા ચૂંટણીલક્ષી સમાચારોમાં કઇ બાબતોની તકેદારી રાખવી તે અંગે જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
આ મુલાકાત સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી નૈમેષ દવેએ જિલ્લામાં નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી આદર્શ આચાર સંહિતા અમલ માટે કાર્યરત જિલ્લા ચૂંટણી ખર્ચ સેલ અને જિલ્લા ચૂંટણી કંટ્રોલ રૂમની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ :
ઈડરિયો ગઢ લોકશાહી પર્વનો સહભાગી બન્યા
*****
ઈડરિયો ગઢ પર મતદાન માટે પ્રેરિત કરતા વિવિધ વાક્યો દ્વારા મતદાન માટે મતદારોને અપીલ કરાઈ
******
સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી નૈમેશ દવેના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાનો ઐતિહાસિક ઈડરિયો ગઢ મતદાન માટે લોકોને પ્રેરિત કરી રહ્યો છે.
સાબરકાંઠા ની શાન ગણાતા ઈડરીયા ગઢ પર મતદારોને મતદાન માટે જાગૃત કરવા અને પ્રેરિત કરવા માટે વોટ ફોર ઇન્ડિયા, સાબરને સંગ મતદારનો ઉમંગ, મોટામાં મોટું દાન એટલે મતદાન, સાબર તારો સમજુ મતદાર દેશ માટે કરે મતદાન જેવા પ્રેરણા આપતા વાક્યો દ્વારા તારીખ 7 મે 2024 ના દિવસે મતદારો મોટી સંખ્યામાં મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી તે માટે અપીલ કરવામાં આવી રહી છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
વિજયનગર કોડિયાવાળા પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ
******
સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં વધુ માં વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરિત થાય તે માટે સ્વીપ ટીમ દ્વારા જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ રહી છે. જે અંતર્ગત જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તાર વિજયનગર તાલુકાના કોડીયાવાડા ગામ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓમાં રંગોળી, વકૃત્વ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ કરાઈ.
આ સાથે શિક્ષકો દ્વારા ગ્રામજનોને જાગૃત કરવા માટે દુકાનો અને આસપાસના વિસ્તારના લોકો સાથે મતદાન અવશ્ય કરવા માટે સિગ્નેચર કેમ્પેનિંગ કરાયું
ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેંટ એક્ટ હેઠળ નોંધાયેલ દુકાનો તથા વાણિજ્ય સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગીઓ/કર્મચારીઓ મત આપી શકે તેવી વ્યવસ્થા કરવા બાબત
સાબરકાંઠા જિલ્લામાં કામકાજ અર્થે વસતા પરપ્રાંતિઓને લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં પોતાના મતાધીકારનો લાભ મળી રહે તે માટે તે મતદાનના દિવસે શ્રમયોગીઓ/ કર્મચારીઓને મતદાન માટે ખાસ રજા આપવાની રહેશે.
રાજસ્થાન રાજ્યમાં તા.૨૬/૦૪/૨૦૨૪, શુક્રવારના રોજ, મધ્યપ્રદેશ રાજ્યમાં તા.૧૩/૦૫/૨૦૨૪, સોમવારના રોજ અને મહારાષ્ટ્ર રાજ્યમાં તા.૧૩/૦૫/૨૦૨૪, સોમવારના રોજ તથા તા.૨૦/૦૫/૨૦૨૪, સોમવારના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે મતદાન થનાર છે.
આથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજયના વતની હોય અને નોકરી ધંધા માટે ગુજરાત રાજયમાં રહેતા હોય તેવા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના મતદારો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ એકટ હેઠળ સ્થાનિક સંસ્થાઓ, ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકો, ખાનગી બેંકો અને સહકારી બેંકો, રાજય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરીઓ, રેલ્વે, ટેલિફોન, તાર અને પોસ્ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણિજયક સંસ્થાઓ, હોટલો, ઔધોગિક એકમો, સરકારી હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ/ કચેરીઓને ચૂંટણીના સંબંધિત દિવસે અઠવાડિક રજાની બદલીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરીને આવા કર્મચારીઓ /શ્રમયોગીઓને મતદાન માટે ખાસ રજા આપવા આથી જણાવવામાં આવે છે.
જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈથી વિરુધ્ધનું વર્તન કરશે તો ઉપરોક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ઉપરોક્ત સંબધિત કોઈ કરીયાદ હોઈ તો જીલ્લા મદદનીશ નોડલ અધિકારી શ્રી એસ.આર.બોદર, સરકારી શ્રમ અધિકારીશ્રી હિંમતનગર. ફોન નં.૦૨૭૭૨-૨૪૦૬૨૭, મદદનીશ શ્રમ આયુક્તશ્રીની કચેરી,બ્લોક ન-બી રૂમ નું ૦૦૪, ભોયતળીયે. બહુમાળી ભવન, હાજીપુરા, હિંમતનગર નો સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.
1 April, Prantij
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪
સાબરકાંઠા જિલ્લામાં ૨૯૦૪ પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ અધિકારીઓની પ્રથમ તાલીમ યોજાઇ
******
૩૩ પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ઉપસ્થિતિમાં તાલીમ યોજાઇ
*******
લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં ૩૩ –પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારના પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે ૫૪૮ પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસરોની પ્રથમ તાલીમ યોજાઇ હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ સર્વે અધિકારીઓને આત્મવિશ્વાસ અપાવી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે કેટલાંક રચનાત્મક સૂચનો આપ્યા હતા.
આ પ્રસંગે માસ્ટર ટ્રેનર દ્રારા પ્રેઝન્ટેશનના માધ્યમથી તમામ ચૂંટણી પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ચૂંટણી પુર્વે, ચૂંટણી દરમિયાન અને ત્યાર બાદ ધ્યાને લેવાની બાબતો, આદર્શ આચાર સંહિતા વિશે, ચૂંટણી પુર્વ સંધ્યાએ જરૂરી સ્ત્રોત તથા સામગ્રીઓ, મતદાન દિવસની જવાબદારી, ઇવીએમ મશીન, વીવી પેટ મશીનનો ડેમો અને જરૂરી બાબતો વિસ્તૃત માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.
આ સાથે ૨૭-હિંમતનગર વિધાનસભા મતવિસ્તારમાં ૭૧૧, ઇડર વિધાનસભા મતવિસ્તારમાં ૬૮૧ અને ખેડબ્રહ્મા વિધાનસભા મતવિસ્તારમાં ૯૬૪ પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસરોની તાલીમ યોજાઇ હતી. આમ જિલ્લાના કુલ ૨૯૦૪ પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ અધિકારીઓની પ્રથમ તાલીમ યોજાઇ
આ તાલીમમાં તમામ વિધાનસભા વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધીકારીશ્રી, મામલતદારશ્રી સહિત ચૂંટણી પ્રકિયા સાથે જોડાયેલા અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.