ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
ચૂંટણીપંચે મતદારની ઓળખ માટે રજુ કરી શકાય તેવા દસ્તાવેજોની યાદી જાહેર
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)
અવસર લોકશાહીનો – વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨
મતદાન વખતે ચૂંટણી તંત્ર/ ઉમેદવારો દ્રારા આપવામાં આવતી ફોટો મતદાર કાપલી ઓળખના પુરાવા માટે માન્ય રહેશે નહી
ઓળખના પુરાવા ડિઝિટલ(ડીઝી) લોકરમાં એટલે કે મોબાઇલ ફોનમાં માન્ય ગણાશે નહી
ભારતના ચૂંટણીપંચના હુકમથી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે
મતદાન મથકે મતદારની ઓળખ માટે રજુ કરી શકાય તેવા દસ્તાવેજોની યાદી જાહેર કરી છે. આયોગે નિર્દેશ કર્યો છે કે જે મતદારોને મતદાર ફોટો ઓળખકાર્ડ આપવામાં આવ્યા છે તેવા દરેક મતદારોએ મતદાન મથકે પોતાનો મત આપતા પહેલાં ઓળખ માટે આ મતદાર ફોટો ઓળખકાર્ડ રજુ કરવાનું રહેશે. જે મતદારો પોતાનું મતદાર ફોટો ઓળખકાર્ડ રજૂ કરી શકે તેમ ન હોય તેઓએ પોતાની ઓળખ માટે નીચેના દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજ રજુ કરવાનો રહે છેઃ
જેમાં (૧) પાસપોર્ટ, (૨) ડ્રાઇવિંગ લાઇસન્સ, (૩) કેન્દ્ર કે રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્રના એકમો, પબ્લિક લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને આપેલા ફોટા સાથેના સેવા ઓળખકાર્ડ, (૪) બેંક કે પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલ ફોટો સાથેની પાસબુક, (૫) પાનકાર્ડ, (૬) એન.પી.આર. હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ, (૭) નરેગા જોબકાર્ડ, (૮) શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલું આરોગ્ય વીમા કાર્ડ સ્માર્ટ કાર્ડ, (૯) ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ, (૧૦) સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રી અથવા વિધાનપરિષદના સભ્યોને આપવામાં આવેલ ફોટો ઓળખ કાર્ડ,(૧૧) આધાર કાર્ડનો સમાવેશ થાય છે.
ફોટો મતદાર કાપલીને મતદાન માટે ઓળખના પુરાવા તરીકે સ્વીકારવામાં નહીં આવે. તેમજ મોબાઇલ/સ્માર્ટ ફોનના ડીઝિટલ લોકરમાં રહેલા ઓળખ પુરાવા માન્ય ગણાશે નહી તેની દરેક મતદારે ખાસ નોંધ લેવા જિલ્લા સમાહર્તા અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
******
અવસર લોકશાહીનો – વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં મતદાન કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોબાઇલ સહિતના આધુનિક સંદેશા વ્યવહારના સાધનો પર પ્રતિબંધ
ભારતના ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તે મુજબ સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી માટે મતદાન તા.૦૫/૧૨/૨૦૧૨ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૮/૧૨/૨૦૨૨ના રોજ હાથ ધરાનાર છે. મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ, મુક્ત અને નિષ્પક્ષ રીતે મતદાન થાય અને મતદારો શાંતિપૂર્વક કોઈ પણ ત્રાસ કે અવરોધ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી મતદાન મથકો અંદર અને તેના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં શાંતિ જળવાઇ રહે તે હેતુથી મતદાન મથકની અંદર મતદાન કરવા આવતા મતદારો પોતાની પાસે મોબાઇલ ફોન, કોડલેસ ફોન, પેજર, વોકીટોકી, વાયરલેસ સેટ વિ. જેવા આધુનિક સંદેશા વ્યવહારના સાધનો ન લઇ શકે અને તેનો ઉપયોગ ન કરી શકે તે હેતુથી નિયંત્રણ મુકવુ જરૂરી જણાય છે.
શ્રી હિતેષ કોયા(આઇ.એ.એસ) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, સાબરકાંઠાને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ ચૂંટણી સંદર્ભે સાબરકાંઠા જિલ્લાના તમામ મતદાન મથકોની અંદર કે તેના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ વ્યક્તિ તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ મતદાનના સમયે (મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી) દરમિયાન મોબાઇલ ફોન, કોડલેસ ફોન, પેજર, વોકીટોકી, વાયરલેસ સેટ વિ. જેવા આધુનિક સંદેશા વ્યવહારના સાધનોના લઇ જવા કે તેના ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. મતદારોને ધાક ધમકી આપવી કે રંજાળીને મતદાન કરાવવા જતા અટકાવવા પર, મત માટે પ્રચાર કરવા પર, કોઈ મતદારને મત આપવા આગ્રહ પૂર્વક વિનંતી કરવા, કોઈપણ અમુક ઉમેદવારને મત ન આપવા કોઈ મતદાનને સમજાવવા પર, કોઈ મતદાનને ચૂંટણીમાં મત ન આપવા સમજાવવા પર, ચૂંટણીને લગતી સરકારી નોટિસ સિવાયની કોઈ નોટિસ કે નિશાની પ્રદર્શિત કરવા પર, વાહનો સાથે આવવા પર, મતદાન મથકમાં મતદાન માટે આવેલ ઉમેદવાર, મતદાર તથા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અધિકૃત કરેલ વ્યક્તિ સિવાયની વ્યક્તિ એ પ્રવેશ કરવા પર, રાજકીય પક્ષના પ્રતિકો, ઉમેદવારોના પ્રતિકો લાવવા પર કે નિશાનીઓ રાખવા પર, એક ઉમેદવારના એકથી વધારે મતદાન એજન્ટોની મતદાન મથક ઉપર હાજર રહેવા પર, કોઈપણ પક્ષના ચિન્હ વાળી સ્લીપો વહેંચવા પર, મતદાન સમય દરમિયાન મતદાન એજન્ટોની મતદાર યાદી મતદાન મથકની બહાર લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.