સાબરકાંઠા જિલ્લા ખેલમહાકુંભ કબ્બડી સ્પર્ધા, બહેનોમાં ઇડર જ્યારે ભાઈઓમાં તલોદ વિજેતા
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વડે વિજયનગરના પોળો જંગલ ખાતે સખી શોપ ખુલ્લી મુકાઈ
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વડે વિજયનગર તાલુકાના પોળો જંગલ ખાતે સખી શોપ ખુલ્લી મુકાઈ.
સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના અંતર્ગત રચના કરવામાં આવેલ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત હેંડી ક્રાફટ,હેન્ડ લુમ,ફૂડ પ્રોડક્ટ, ઇમેટ્સન જ્વેલરી,મહુવા પ્રોડક્ટ, કોયર પ્રોડક્ટ, મડ વર્ક પેઇન્ટિંગ,વાસ તેમજ ખજૂરીના પાનની પ્રોડક્ટ અને રમકડાં ના વેચાણ અર્થે પોળો ફોરેસ્ટ વિજયનગર ખાતે આજ રોજ માન.જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલના હસ્તે સખી શોપ ખુલ્લું મૂકવામાં આવ્યું .
આ સખી શોપમાં સાબરકાંઠા જિલ્લાના સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા ઉત્પાદિત થતી ચીજ વસ્તુ ને નજીવા ભાવે વેચાણ કરવામાં આવશે.
આ ઉપરાંત વિજયનગર તાલુકાની આદિવાસી મહિલાઓ દ્વારા નેચરલ મહુડાના ફૂલમાંથી બનાવેલ લાડુ તેમજ મહુડા શુપનું પણ વેચાણ કરવામાં આવશે.
આ સખી શોપના માધ્યમથી વેચાણ થતી ચીજ વસ્તુ થકી જિલ્લા ની મહિલાઓને કાયમી ટકાઉ આજીવિકા મળવાનો આશય ફળીભૂત થશે.
જુઓ , વિજયનગર તાલુકાના આદિવાસી વિસ્તારના ગ્રામિણો વડે તેમની ચીજ વસ્તુઓની પ્રદર્શની અને આ વેચાણ કેન્દ્રના ઉદ્ઘાટનનો (શોપ ઓપનિંગ)નો રસપ્રદ વિડીયો.😀⚘⚘⚘⚘