ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
કાતિલ ઠંડીમાંથી બચાવવા માટે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે- કોંગ્રેસ
નિરવ જોશી , હિંમતનગર (M-7838880134)
તાજેતરમાં રાજ્યમાં ઠંડીનો વાતાવરણમાં ધ્રુજારો વધી ગયો છે ત્યારે સાધારણ માણસોથી માડીને ખેડૂતોને પણ ઠંડીમાં સહન કરવાનું આવ્યું છે …આ અંગે કોંગ્રેસે ઠંડીનો ભોગ બનેલા નાગરિકો અને ખેડૂતો અંગે ચિંતન લાગણી પ્રગટ કરી હતી.
• કાતિલ ઠંડીને કારણે જે ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેના પરિવારજનોને રૂપિયા 10 લાખની આર્થિક સહાય કરવામાં આવે
• કાતિલ ઠંડીમાંથી બચાવવા માટે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે
સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે જેની સીધી અસર માનવજીવન પર પડી રહી છે ત્યારે ખેડૂત દિવસે વીજળી અને મૃતક ખેડૂતના પરિવારજનોને આર્થિક સહાયની આપવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ખુબ વધ્યું છે કાતિલ ઠંડીને કારણે રાજ્યના લાખો ખેડૂતો રાત્રે ખેતરમાં પાણી વળવામાં વ્યાપક પરેશાની ભોગવી રહ્યા છે ખેતી કરવામાં પડી રહેલી હાલાકી દુર કરવાની માટે રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તે જરૂરી છે. ઉદ્યોગોને ટ્રાન્સફોર્મર, નવું કનેક્શન ૨૪ કલાકમાં જ મળી જાય પરતું જગતના તાતને છેલ્લા ૨૪-૨૪ મહિનાની રજુઆતો છતાં દિવસે વીજળી મળતી નથી. ચુંટણી ટાણે ખેડૂતની આવક બમણી કરવાનાં વાયદા-વચન આપનાર ભાજપ સરકારના રાજમાં ખેડૂતની આવક અડધી અને ખર્ચ બમણો થઇ ગયો છે. તાજેતરમાં રાજકોટમાં એક દીકરીનું ઠંડીને કારણે દુઃખદ નિધન, વલસાડમાં એક કોલેજ વિદ્યાર્થીનું નિધન થયું મોડાસામાં પણ ટીટોઈના ખેડૂત સહીત બે ખેડૂતોએ કડકડતી કાતિલ ઠંડીને લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે. જે આપણા સૌ માટે અતિ દુઃખદ અને ખાસ કરીને સરકારે ચિંતા સાથે યોગ્ય પગલા લેવાનો સમય પાકી ગયો છે. ગુજરાતમાં પડી રહેલી કાતિલ ઠંડીને કારણે જે ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનોને રૂપિયા 10 લાખની આર્થિક સહાય કરવામાં આવે અને રાજ્યમાં પડી રહેલી કાતિલ ઠંડીમાંથી બચાવવા માટે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
તાજેતરમાં કાતિલ ઠંડી ગુજરાત માટે ચિંતાનો વિષય બની ગયો છે ત્યારે જગતના તાત માટે કોંગ્રેસ પક્ષ બે મુખ્ય માંગ કરે છે.
૧) રાજ્યમાં ઠંડીને કારણે મૃત્યુ પામેલ ખેડૂતના પરિવારજનોને રૂપિયા ૧૦ લાખની આર્થિક સહાય કરવામાં આવે.
૨) કાતિલ ઠંડીમાંથી બચવા ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે.
લાંબા સમયથી વિવિધ ખેડૂત સંગઠનો અને કોંગ્રેસ પક્ષની માંગ કરી રહ્યું છે. કાતિલ ઠંડીમાં ખેડૂતોને બચાવવા અતિ જરૂરી છે ત્યારે રાજ્યસરકાર ખેડૂત ખેતી બચાવવા માટે ખેતી માટે દિવસે વીજળી અને આર્થિક વળતર આપવાનો નિર્ણય સત્વરે કરવામાં આવે.
(ડો.મનીષ એમ. દોશી)
કન્વીનર અને પ્રવક્તા