ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા સાબરકાંઠા આવી પહોંચી
નીરવ જોષી, હિંમતનગર
(joshinirav1607 @gmail.com)
રવિવારના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદથી શરૂ કરવામાં આવેલી આઝાદી ગૌરવ યાત્રા વિજાપુર થી સાબરમતી નદી પર આવેલા પુલ ને ઓળંગીને સાબરકાંઠા જિલ્લા માં દાખલ થઇ હતી. તાલુકા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન પટેલ તેમજ કોંગ્રેસના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો અને મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં આઝાદી ગૌરવ યાત્રા નું સ્વાગત કરવા માટે ઉત્સાહભેર હાજર રહ્યા હતા. આઝાદી ગૌરવ યાત્રા ની આગેવાની લઇ રહેલા સેવાદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ નું ફૂલોના હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સેવાદળના કાર્યકરો અને અન્ય કોંગ્રેસના કાર્યકરો થી શરૂ થયેલી આઝાદી ગૌરવયાત્રા ને ખૂબ ઉત્સાહભેર ફૂલો વરસાવીને, રાષ્ટ્રીય ઝંડો ફરકાવીને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. દેજરોટા ગામ પાસે આવેલી હોટેલમાં જમણવાર પણ રાખવામાં આવ્યો હતો.
આ યાત્રા આવતીકાલે એટલે કે સોમવારે હિંમતનગરમાં ફરીને વકતાપુર મુકામે જશે અને દોઢ મહિનામાં પેદલ યાત્રા કરીને કાર્યકરો આઝાદી ગૌરવયાત્રા ને રાજઘાટ દિલ્હી ખાતે પહોંચાડશે. આઝાદી ગૌરવ યાત્રા નો ઉદ્દેશ્ય લોકોમાં કોંગ્રેસ કાર્ય અંગે જાગૃતિ લાવવાનું છે. મહાત્મા ગાંધી અને આઝાદીના ચળવળ માટે બલિદાન આપનારા ઓને યાદ કરીને તેમના નૈતિક મૂલ્યોને ભારતીયોને યાદ કરાવવાનું છે.