કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ કર્યું મતદાન, સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો ભારે માહોલ
નીરવ જોષી, અમદાવાદ (M-7838880134)
• મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ સો પ્રથમ સવારે 8:00 વાગે ગાંધીનગરના સેક્ટર-9 માં મતદાન કર્યું
ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ પરિવારજનો સાથે આજે સવારે 8:00 વાગે ૩૬-ગાંધીનગર (ઉત્તર) વિધાનસભા મત વિભાગ માટે મતદાન કર્યું હતું. ગાંધીનગરના સેક્ટર-9 માં બુથ નંબર-144 ખાતે શ્રીમતી પી. ભારતી સાથે તેમના પરિવારજનો; પતિ શ્રી સુમન રત્નમ દરશી અને દીકરી ઈશાએ મતદાન કર્યું હતું. દીકરી ઈશાએ ફર્સ્ટ ટાઈમ વોટર તરીકે પહેલી વખત મતદાન કર્યું હતું. અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ પણ સેક્ટર-9 માં બૂથ નંબર-144 ખાતે 36-ગાંધીનગર (ઉત્તર) વિધાનસભા મત વિભાગ માટે મતદાન કર્યું. જ્યારે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અશોક માણેકે ગાંધીનગરના સેક્ટર-7 માં સરદાર પટેલ વિદ્યામંદિર ખાતે મતદાન કર્યું હતું હતું.
*• મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી*
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ આજે સવારે ગાંધીનગરના સેક્ટર-19 માં આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનમાં 93 બેઠકો પર આજે સવારે 8:00 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. 14 જિલ્લાઓમાં 26,409 મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાઈ રહ્યું છે. 50% થી વધારે મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ થઈ રહ્યું છે. બીજા તબક્કામાં 13,319 મતદાન મથકો પરથી લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઊભા કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં 50થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ લાઈવ વેબકાસ્ટિંગ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ આજે સવારે આ સેન્ટરની મુલાકાત લઈને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને સંતોષ વ્યક્ત કર્યો હતો.
*• ગાંધીનગર-*
• ૮૨ વર્ષના વડીલોનો લોકશાહીના મહાપર્વ માટેનો અનેરો ઉત્સાહઃ સૌ પ્રથમ મતદાન કરવા સેક્ટર-૨૦ ખાતે જૈફ દંપતિ નિયત સમય કરતાં પહેલાં જ મતદાન મથકે પહોચી સમયસર સૌથી પહેલા મતદાન કરીને પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો.
• દિવ્યાંગ દંપતિ મુકેશ ભારતી જોશી અને આશાબેન મત મથક પર આવી પોતાનો પવિત્ર મત આપી ગર્વ અનુભવ્યો. આ સાથે જણાવ્યું હતું કે શારીરિક રીતે ભલે અશકત છીએ પણ , અમને ખુશી છે કે અમારા મત થકી અમે દેશના ભવિષ્યમાટે મતદાન થકી એક નાનો આધાર બની રહયા છીએ એ વાતનો ગર્વ અનુભવ્યે છીએ.
• ૮૫ વર્ષીય નિવૃત્ત શિક્ષક પ્રવીણભાઈ ઓઝાએ ઉત્સાહપૂર્વક મતદાન કરતાં કહ્યું કે, દેશ અને રાષ્ટ્રને મજબૂત બનાવવા હું જીવું છું ત્યાં સુધી મારી આ મતદાનની ફરજ નહીં ચૂકું.
• ગાંધીનગરના કલ્હાર પટેલે પોતાના જીવનનો પ્રથમ મત આપતાં આનંદની લાગણી અનુભવતાં કહ્યું કે, નાનપણથી મતદાન કરવા માટેની મારી આતુરતાનો આજે અંત આવ્યો.
*• મહીસાગર-*
o પ્રથમ પાંચ મતદાતાઓનું પોલીંગ સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું.
o જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કડાણા ડેમ જળાશયમાં આવેલા રાઠડાબેટમાં મતદાન મથક સ્થાપિત કરાયું. આ મતદાન મથક પર પહોચવા માટે પોલીંગ સ્ટાફ જરૂરી સાધનો સાથે બોટ લઈને પહોચી ગયા.
*• પાટણ-*
o ૮૦ વર્ષના મહિલા મતદાર સીતાબેન પટેલે સવારે મતદાન કરીને અન્ય મતદારોને મતદાન માટે અપીલ કરી.
*• અરવલ્લીઃ*
o પ્રથમવખત મતદાન કરનાર યુવા મતદારોને વિવિધ છોડ આપી અભિવાદન કરાયું.
*• વડોદરા-*
o નવતર પહેલઃ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ઈકો ફ્રેન્ડલી મતદાન મથકના પહેલા મતદાતા પાસે યાદગારી ના ભાગરૂપે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું.