ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
સૂર્યદેવનું ઉપાસનાનું અનેરું પર્વ છે છઠ પૂજા, હિંમતનગરમાં પણ બિહારી પરિવારો ઉજવે છે છઠ પૂજા
નીરવ જોષી, હિંમતનગર
બિહારમાં ઉજવાતું અને સમગ્ર ભારતમાં પણ જાણીતું સૂર્ય ઉપાસનાનું પર્વ એટલે કે છઠપૂજા આજથી શરૂ થઈ હતી. આજનો દિવસ ખરના તરીકે ઓળખાય છે. આવતીકાલે છઠ પૂજા નો મુખ્ય દિવસ એટલે કે આથમતા સૂર્યને અર્ધ્ય આપવાનો દિવસ છે. આ દિવસના છઠ પૂજાના ઉપવાસી ભક્તો આખો દિવસ માં છઠ્ઠી મૈયા ને યાદ કરી ને ગીતો ગાય છે તેમજ ચૂલા પર લાકડીના બળતણ તરીકે વાપરીને કાંસાના વાસણમાં રસોઈ રાંધે છે. આજે સાંજે ખીર અને રોટલીનો પ્રસાદ બધા ભક્તો એ પ્રેમથી લીધો હતો.
છઠના દિવસે પૂરેપૂરો નકોરડો ઉપવાસ કરવામાં આવે છે અને છાબડીમાં ફળો અને બીજી બધી જ સામગ્રી લઇ ને સુરજ ને અર્પણ કરવામાં આવે છે.
આખો દિવસ નકોરડો ઉપવાસ કરે છે સાથે સાથે સાંજે પાણીમાં કમર સુધી ઊભા રહીને ઢળતા સૂર્યને એટલે કે આથમતા સૂર્યને અર્ધ્ય આપી ભગવાન સૂર્યનારાયણનો જીવનમાં મંગલમય પ્રવેશ કૃપા દ્રષ્ટિ થાય તેવું આહવાન કરે છે અને આખી રાત કેટલીકવાર જાગરણ કરે છે.
ત્યારબાદ બીજા દિવસે સવારના સૂર્યોદયના સમયે ઉગતા સૂરજને કમર સમા પાણીમાં ઉભા રહીને સૂર્યનારાયણ અર્ધ્ય આપીને છઠ પૂજા નું પર્વનું સમાપન કરે છે.
આજ રોજ છઠ પૂજા ની શરૂઆતમાં હિંમતનગરમાં આવેલા બિહારના વતનીઓ કે જેઓ અહીંયા ઘણા વર્ષોથી વસી રહ્યા છે તેમણે છઠ પૂજા નો ભાવ ભક્તિથી પ્રારંભ કર્યો હતો.
આશરે ૨૦થી ૨૫ કુટુંબો મહાવીર નગર પાસે આવેલી એક સોસાયટીમાં વસવાટ કરી રહ્યા છે. તેઓ બધા મોટેભાગે સેન્ટ્રલ ગવર્મેન્ટ કે ગુજરાત સરકારમાં સરકારી નોકરી કરે છે આ પરિવારોમાં છઠ પૂજાને લઈને અનેરા ઉત્સવનુ વાતાવરણ જોવા મળતું હતું.