ડભોઇમા વિશ્વભારતી અને બ્રહ્માકુમારીએ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરી

 ડભોઇમા વિશ્વભારતી અને બ્રહ્માકુમારીએ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરી

પિન્ટુ પટેલ,  ચાણોદ 

  • કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ડભોઇ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયમાં ક્રૃષ્ણ ભક્તિ
  • સંસ્થા દ્વારા જન્માષ્ટમીની હર્ષા ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.
  • વિશ્વભારતી વિદ્યાલય દ્વારા નંદ મહોત્સવની ઉજવણી

કૃષ્ણ જન્મોત્સવ નિમિતે ડભોઇ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયની બહેનો દ્વારા જન્માષ્ટમી ની હર્ષોલ્લાસ થી ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં બાળાઓ એ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ કૃષ્ણ-કનૈયા, ગોપીઓ, યશોદા મૈયા, રાધા વગેરે પાત્રો રજૂ કરી મહેમાનો ને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉપસ્થિત રહેલા મહેમાનો ને જન્માષ્ટમી પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.  ધાર્મિક વિચારો રજૂ કર્યા હતા. પ્રજાપિતા બ્રહ્માકુમારી ડભોઇ ના જ્યોતિ દીદી દ્વારા કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ પ્રસંગે ધાર્મિક પ્રવચન આપવામાં આવ્યું હતું સાથે જ ઈશ્વરીય સંદેશ અને શુભકામના પાઠવ્યા હતા.

કાર્યક્રમ પ્રસંગે બાળાઓ દ્વારા નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી, હાથી ઘોડા પાલકી, જેવા નાદ થી વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતુ. આ પ્રસંગે બ્રહ્મકુમારી જ્યોતિ દીદી ,ડભોઇના પત્રકાર મિત્રો સહિત મોટી સંખ્યા માં સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વભારતી વિદ્યાલય દ્વારા નંદ મહોત્સવની ઉજવણી

ડભોઇની જાણીતી કેળવણી સંસ્થા વિશ્વભારતી વિદ્યાલય દ્વારા જન્માષ્ટમીના ઉપલક્ષમાં નંદ મહોત્સવની ઉજવણીનો એક રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

શાળા દ્વારા વિદ્યાર્થીઓને આપણા દેશમાં ઉજવાતા તહેવારો – ઉત્સવની ઉજવણી દ્વારા દેશની સંસ્કૃતિનો તાદશ્ય પરિચય થાય. આપણો ભારત દેશ જે અનેકતામાં એકતાનો સંદેશો ફેલાવતો સમગ્ર વિશ્વમાં એક માત્ર દેશ છે. એવા આપણા મહાન દેશની સંસ્કૃતિના વિદ્યાર્થીઓને દર્શન થાય એવા એકમાત્ર ઉદ્દેશ્યથી વિશ્વભારતી વિદ્યાલય દ્વારા વિવિધ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

આજ ઉજવણીની શૃંખલાના ભાગરૂપે આજે નંદ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

 

સૌપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણને પારણામાં ઝુલાવી સૌ વિદ્યાર્થીઓએ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના જયઘોષથી વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું હતું. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરતા તેઓની બાળલીલાઓની જેમ કે પૂતના વધ, મુખમાં બ્રહ્માંડ, નાગદમન, ગોવર્ધન લીલા, મિત્ર સુદામા તેમજ માખણ ચોર જેવી ભગવાનની લીલાઓની વિવિધ નૃત્ય,નાટિકા અને ગાન દ્વારા હું બહુ રજુ કરી હાજર રહેલ પ્રેક્ષકગણને ભગવાન શ્રીકૃષ્ણના સમયની યાદ અપાવી ભાવવિભોર બનાવ્યા હતા. આમ ખૂબ જ ભક્તિમય વાતાવરણમાં આ નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના શિક્ષિકા જિજ્ઞાસાબેન રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *