ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટે તેમજ નિશુલ્ક સીવણ વર્ગ માટે તારીખ લંબાવાઈ
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટે તારીખ લંબાવાઈ
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાની નવોદય વિદ્યાલય સમિતિ દ્વાશ ધોરણ છ(૬)માં પ્રવેશ માટેની જવાહર નવોદય વિધ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭ ઑગસ્ટ ૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે. તો હવે તારીખ ૧૭ ઑગસ્ટ ૨૦૨૩ સુધી નવોદય વિધ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ માટે ઓનલાઈન અરજી કરી શકાશે. એમ આચાર્યશ્રી એક અખબારી યાદીમાં જણાવેલ છે
સીવણકામ” માટે નિ:શુલ્ક તાલીમ મેળવવા માટે બહેનો અરજી કરે
******
સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાની ગ્રામીણ બેરોજગાર બહેનો માટે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, સાબરકાંઠા દ્વારા સીવણના નિ:શુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવનાર છે. આ તાલીમ મેળવવા ઈચ્છુક બેરોજગાર બહેનો ૨૦ ઑગસ્ટ ૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી https://barodarsetisabarkantha.org/ કરી શકે છે.
આ તાલીમનો સમયગાળો ૩૦ દિવસ સુધીનો રહેશે.તાલીમ દરમ્યાન સંસ્થા દ્વારા નિ:શુલ્ક રહેવા તથા જમવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. પ્રશિક્ષિત અને અનુભવી સર્ટીફાઈડ ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમાર્થીને NCVT/સરકાર માન્ય તાલીમનું પ્રમાણપત્ર આપવામાં આવશે.તાલીમ બાદ વ્યવસાય શરૂ કરવા અને બેંક ધિરાણ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. ૧૮ થી ૪૫ વર્ષની મહિલાઓ અરજી કરી શકશે.
ગ્રામીણ BPL ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. તાલીનો મેળવવાનો સમયગાળો ૯.૩૦ થી ૫.૩૦ નો રહેશે. વહેલા તે પહેલાનાં ધોરણે ઉમેદવારોને આ તાલીમ આપવામાં આવશે. વધુ માહિતી માટે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, GMSCL ગોડાઉનની પાછળ, રેલ્વે ફાટક પાસે , આઇટીઆઇની સામે, બાયપાસ રોડ, હાંસલપુર(વિરપુર), તા.હીમતનગર, જી. સાબરકાંઠાનો સંપર્ક કરવો. એમ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
MSMES ને વૈશ્વિક ધોરણે સક્ષમ બનાવવાના હેતુથી ZED સર્ટિફિકેશન યોજના બાબત
કેન્દ્ર સરકારે MSME એકમો વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા, તેમને ટકાઉ બનાવવા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન તરીકે પરિવર્તિત કરવા માટે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ (ZED) પહેલની કલ્પના કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના MSMES ને વૈશ્વિક ધોરણે સક્ષમ બનાવવાના હેતુથી ZED સર્ટિફિકેશન યોજના એપ્રિલ ર૦ર૨માં જાહેર કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારના ઉદ્દેશ્યને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સ્કિમ ફોર આસિસ્ટન્સ ટુ MSME-૨૦૨૨ હેઠળ MSME એકમો કાર્યક્ષમ બનીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન પ્રણાલી અપનાવી LED સર્ટીફિકેશન મેળવવા થયેલ ખર્ચના ૫૦% લેખે મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય (ભારત સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બાદ કર્યા પછી) આપવામાં આવે છે.
ZED સર્ટીફિકેટ મેળવવા માટેની પાત્રતા:
UDYAM રજીસ્ટ્રેશન પોર્ટલ સાથે નોંધાયેલ તમામ MSME એકમો ZED પ્રમાણપત્ર અને સંબંધિત લાભો/ પ્રોત્સાહન મેળવવા માટે પાત્રતા ધરાવશે.
ZED સર્ટીફિકેટ માટેની પ્રકીયા:
MSME એકમે ZED સર્ટીફિકેટ મેળવવા ઓનલાઇન રજીસ્ટ્રેશન (ની:શુલ્ક ફ્રી) ભારત સરકારના પોર્ટલ www.zed.msme.gov.in પર કરવાનું રહેશે રજીસ્ટ્રેશન બાદ એકમે નીચે મુજબના ત્રણ ZED સર્ટીફિકેટ મેળવી શકશે.
(૧) certification Loyol-1: Bronze
(2) Certification Level-2: Silver
[3] Certificution level-3: Gold
ZED સર્ટીફિકેશનના ફાયદા:
1. MSMEને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક તેમજ સક્ષમ બનાવવા માટે નાણાકીય અને ટેક્નીકલ સીટ કરવાનો છે.
2.અદ્યતન ટેકનોલોજી, સાધનોનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત ઉત્પાદનોના ઉત્પાદન માટે MSME ને પ્રોત્સાહિત કરવા અને પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર સાથે ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ ઉત્પાદકતા પ્રાપ્ત કરવા માટે તેમની પ્રક્રિયાઓને સતત અપગ્રેડ કરવાનો છે.
૩. નિકાસને સક્ષમ કરવા માટે MSME માં Zero defect ઉત્પાદનના વિકાસ માટે ઇકોસિસ્ટમ વિકસાવવાની અદ્યતન પહેલ છે.
4. ઉત્પાદકતામાં વધારો કરી શકે છે, પર્યાવરણીય જાગૃતિ વધારી શકે છે તેમજ કુદરતી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી તેમના બજારોનું વિસ્તરણ કરી શકે છે.
ઉપરોક્ત ZED સર્ટીફિકેશનના લાભ મેળવવા માટે તેમજ MSME એકમોને જાગૃત કરવા અને નિયત થયેલ પદ્ધતિ અનુસરવા માટે મદદરૂપ થઇ શકાય તે હેતુથી Quality Council of India(QCI) એ એમ્પેનલ કરેલ એજન્સીઓ (૧) 4C Consulting Pvt Ltd, (૨) Efforts Consulting, (3) Separis Knowledge Sol Pvt Ltd, (૪) Here Quality Excellence Pvt Ltd, (૫) Perfect Consulting, (૬) Astraleuns Service Pvt ltd દ્વારા MSME એકમોનો સંપર્ક કરવામાં આવે ત્યારે એમ્પેનલ એજન્સીઓને સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે. વધુમાં, ZED રજીસ્ટ્રેશન અને સર્ટીફિકેશન માટે એમ્પેનલ એજન્સીઓ દ્વારા કરવામાં આવતા હેન્ડહોલ્ડીંગ સપોર્ટ માટે MSME એકમોએ કોઇ પણ પ્રકારનો ચાર્જ કે ફી ચુકવવાની રહેશે નહિ. એમ જિલ્લા ઉધોગ કેંદ્રના જનરલ મેનેજરશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.