સાબરકાંઠા અને બનાસકાંઠામાં મતગણતરીને લઈને તંત્ર સુસજજ કરાયું

 સાબરકાંઠા અને બનાસકાંઠામાં મતગણતરીને લઈને તંત્ર સુસજજ કરાયું

Loksabha Election 2024:

સંકલન:  નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

ઉત્તર ગુજરાતના લોકસભાના બે મહત્વના જિલ્લાઓ જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠા નો સમાવેશ થાય છે તેમાં કેવા પરિણામો રહેશે તે અંગે સમગ્ર ગુજરાત ની નજર મંડાયેલી છે …. ત્યારે આ બંને જિલ્લાના વહીવટ તંત્રએ મતગણતરી માટે કેવી તૈયારી કરી છે તે અંગે એક રસપ્રદ અહેવાલ.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં મતગણતરી કેંદ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોબાઇલ સહિતના આધુનિક સંદેશા વ્યવહારના સાધનો પર પ્રતિબંધ

***********

ભારતના ચૂંટણી પંચ ધ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ નિયત કરવામાં આવેલ છે તથા મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ હાથ ધરાનાર છે. સાબરકાંઠા જિલ્લામાં તા. ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ પોલીટેકનીક કોલેજ,મોતીપુરા  હિંમતનગર ખાતે મતગણતરી થનાર છે. મતગણતરીના દિવસે સવારે ૭.૦૦ કલાકથી મતગણતરી પુરી ન થાય ત્યા સુધી મતગણતરી પ્રક્રિયામાં કોઇ ખલેલ ન પહોચે,મુકત, ન્યાયી અને નિષ્પક્ષ રીતે મતગણતરી થઈ શકે તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા ખુબ જ જરૂરી હોઇ મતગણતરી કેંદ્રની અંદર તથા મતગણતરી કેંદ્રની આજુબાજુના વિસ્તારમાં અમુક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવો જરૂરી જણાય છે.

      શ્રી નૈમેષ દવે(આઇ.એ.એસ) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, સાબરકાંઠાને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ ચૂંટણી સંદર્ભે સાબરકાંઠા જિલ્લાના મતગણતરી કેંદ્રો તથા તેની આજુબાજુ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તા.૪/૬/૨૦૨૪ ના રોજ સવારના ૦૭.૦૦ કલાકથી મતગણતરીની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિબંધીત હુકમો ફરમાયા છે.

૧) મતગણતરી કેન્દ્ર ઉપર કે તેની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઈપણ મોબાઈલ ફોન, સેલ્યુલર ફોન, પેજર, કોર્ડલેસ ફોન, વાયરલેસસેટ/ વોકીટોકી સેટ અને અન્ય વિજાણું સંદેશા વ્યવહારના સાધનો લઈ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ પણ કરી શકશે નહીં.

(૨) મતગણતરી કેન્દ્રમાં કે તેની આજુબાજુ ૧૦૦ મીટની ત્રિજયામાં કોઈપણ વ્યકિત વાહનો સાથે આવી શકશે નહી.

(૩) મતગણતરી કેન્દ્રમાં ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટ/ મતગણતરી એજન્ટ, મતગણતરીની કામગીરી સાથે સંકળાયેલ અધિકારીશ્રી/ કર્મચારીશ્રી તથા ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યકિત સિવાયની વ્યકિત પ્રવેશ કરી શકશે નહીં.

(૪) મતગણતરી કેન્દ્રમાં કોઈપણ વ્યકિત રાજકીય પક્ષના પ્રતિકો કે ઉમેદવારોના પ્રતિકો કે કોઈ નિશાનીઓ લાવી શકશે નહીં.

આ હુકમમાં નીચે મુજબ અપવાદ છે.

ભારતના ચૂંટણી પંચ/ રાજય ચૂંટણી આયોગ દ્વારા નિમાયેલા નિરીક્ષકશ્રી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, ચૂંટણી અધિકારીશ્રી, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી, વધારાના ચૂંટણી અધિકારીશ્રી ચૂંટણી અધિકારીશ્રી મુદ્દા નં.-(૧)માં જણાવેલ ઉપકરણ મતગણતરી કેન્દ્ર સુધી લઈ જઈ શકશે, પરંતુ મતગણતરી હોલમાં જવાના પ્રસંગે આવું ઉપકરણ સાઈલન્ટ મોડમાં રાખવાનું રહેશે.

(૨) કાયદો અને વ્યવસ્થાના ઈન્ચાર્જ અધિકારીઓ તથા સુરક્ષા કર્મચારીઓ સલામતીની દ્રષ્ટિએ જરૂરી હોય તેવા મુદ્દા નં.-(૧) માં જણાવેલ ઉપકરણ મતગણતરી કેન્દ્ર સુધી લઈ જઈ શકશે., પરંતુ મતગણતરી હોલમાં આવું કોઈ ઉપકરણ લઈ જઈ શકાશે નહીં.

(૩) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી/ ચૂંટણી અધિકારીશ્રી દ્વારા વાહન પરમીટ આપેલ વાહનો મતગણતરી કેન્દ્રના પોર્ચ સુધી લાવી શકાશે.

(૪) મતગણતરી માટે નિમણૂક આપેલ અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓને લઈને આવતું વાહન પાર્કીંગ એરીયા સુધી લાવી શકાશે.

(૫) ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટ/ મતગણતરી એજન્ટ પોતાનું વાહન ચૂંટણી અધિકારીશ્રીએ તે માટે નકકી કરેલ એરીયા સુધી લાવી શકશે.

આ આદેશનો ભંગ કરી જો કોઈ વ્યક્તિ પાસે મોબાઈલ ફોન, સેલ્યુલર ફોન, પેજર, કોર્ડલેસ ફોન, વાયરલેસસેટ/ વોકીટોકી સેટ અને અન્ય વિજાણું સંદેશા વ્યવહારના સાધનો મળી આવશે તો અથવા પ્રતિબંધીત વિસ્તારમાં કોઈ વાહન પ્રવેશ કરશે તો સ્થળ પરના સુરક્ષા અધિકારી કર્મચારીશ્રીનું આવુ વાહન જપ્ત કરી શકાશે. આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

 


 

बनासकांठा

બનાસકાંઠામાં કેવી છે ચૂંટણી ના પરિણામોને લઈને તંત્રની તૈયારીઓ.

*બનાસકાંઠા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ*

*બનાસકાંઠા લોકસભા સીટની 23 રાઉન્ડમાં હાથ ધરાશે મતગણતરી*

લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ માં ૦૨- બનાસકાંઠા બેઠકની મતગણતરી એન્જીનિયરિંગ કોલેજ, જગાણા ખાતે તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૮-૦૦ વાગ્‍યાથી શરૂ થશે. બનાસકાંઠા લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભા મત વિસ્‍તાર મુજબ અલગ-અલગ ટેબલ/હોલમાં કુલ ૨૩ રાઉન્‍ડમાં મતગણતરી યોજાશે.જેમાં કુલ કુલ ૧૩,૬૫,૯૮૯ ઇ.વી.એમના મતો અને ૧૧, ૪૭૫ પોસ્ટલ બેલેટની મતગણતરી થશે.

બનાસકાંઠા લોકસભા બેઠકમાં સમાવિષ્‍ટ સાત વિધાનસભા મતદાર વિભાગ મુજબ અલગ-અલગ રૂમમાં ૧૪ ટેબલની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. દરેક ટેબલ ઉપર એક મતગણતરી સુપરવાઇઝર, એક માઇક્રોઓબ્‍ઝર્વર અને એક મતગણતરી સહાયક રહેશે. મતગણતરીની કામગીરી સુપેરે પાર પડે તે માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મતગણતરી માટે કુલ ૮૬૨ થી વધુ અધિકારી/ કર્મચારીઓ ફરજ બજાવશે.

*જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત*

જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન અને સૂચના હેઠળ જિલ્લા પોલીસતંત્ર ખડેપગે મતગણતરી કેન્દ્રમાં ફરજ બજાવશે. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિત 3 DYSP, 7 PI, 37 PSI, 337 પોલીસ સ્ટાફ, 92 મહિલા પોલીસ કર્મચારીઓ અને 12 ઘોડેસવાર પોલીસ જવાનો સમગ્ર મતગણતરી કેન્દ્રની સુરક્ષામાં ખડેપગે ફરજ નિભાવશે.

 


*મતગણતરી સંદર્ભે નીચેની બાબતો ધ્યાને લેવા પત્રકારમિત્રોને વિનંતી છે* :-

મતગણતરીનાં વિઝ્યુઅલ અને ફોટોગ્રાફ માહિતી ખાતા દ્વારા આપવામાં આવશે. આમ છતાં પોતાનાં કેમેરામાં વિઝ્યુઅલ કે ફોટોગ્રાફ લેવા માંગતા પત્રકારમિત્રોએ મીડિયા રૂમમાં મોબાઇલ ફોન જમા કરાવવાનાં રહેશે. માહિતી ખાતાનાં કર્મચારીઓ તેમને ટર્ન બાય ટર્ન મતગણતરી કેન્દ્ર સુધી લઇ જશે. મતગણતરી રૂમમાં નિયત લાઇનમાં રહી વીડિયોગ્રાફી/ફોટોગ્રાફી કરવાની રહેશે.

આ ઉપરાંત નીચેની બાબતો પણ ધ્યાને લેવા વિનંતી છે.

૧.) કાઉન્ટીંગ સેન્ટર પર મીડિયા રૂમમાં જ તમામ મીડિયા પર્સન મોબાઈલનો ઉપયોગ કરી શકશે. તેની બહાર મોબાઈલનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.

૨.) ફક્ત ECI દ્વારા અધિકૃત પાસ હોલ્ડરને જ હેન્ડીકેમ કેમેરા સાથે પ્રવેશવાની મંજુરી આપવામાં આવેલ છે.

૩.) વિડીયો શુટિંગ કરવા માટે મોબાઈલનો ઉપયોગ કરી શકાશે નહિ તેમજ વિડીયો કવરેજ માટે ફક્ત હેન્ડીકેમનો ઉપયોગ કરી શકાશે. કોઈપણ પ્રકારના ટ્રાયપોડ કે કેમેરા સ્ટેન્ડનો ઉપયોગ કરી શકાશે નહિ.

૪.) વિડીયો કવરેજ માટે હેન્ડીકેમ કેમેરા સિવાય અન્ય કોઈપણ પ્રકારના કેમેરા કે અન્ય કોઈપણ પ્રકારના ગેજેટનો ઉપયોગ કાઉન્ટીંગ હોલની અંદર પ્રતિબંધિત છે.

વધુમાં વિડીયો કવરેજ માટે કાઉન્ટીંગ હોલની અંદર નિયત કરેલ પ્રેસ મીડિયા લાઈનની મર્યાદામાં રહીને વિડીયો કવરેજ કરી શકાશે. કોઈપણ સંજોગોમાં EVM અથવા બેલેટ પેપર પર નોંધાયેલ મતની ફોટોગ્રાફી અથવા વિડીયોગ્રાફી પ્રતિબંધિત છે.

*સહકારની અપેક્ષા સહ…*
*જિલ્લા માહિતી કચેરી, બનાસકાંઠા

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *