ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
સાબરકાંઠામાં આપ રોજગાર ગેરંટી યાત્રા પોલીસે અટકાવી, અટકાયત કરેલા કાર્યકરોમાં ભારે ગુસ્સો
Avspost.com, Ahmedabad
updated : 1.10 PM
આજરોજ સાબરકાંઠામાં બેરોજગાર યુવાનો માટે રોજગાર ગેરંટી યાત્રાનું શુભારંભ થવાનું હતું. પરંતુ કેટલાક કારણોસર અને પોલીસની આડોડાઈ ને કારણે આ યાત્રા ની શરૂઆત જ ન થઈ શકી!
પોલીસ યુવરાજસિંહ ના સમર્થનમાં આવેલા કાર્યકર્તાઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. યુવરાજસિંહ જાડેજા એ આ પ્રકારે નો મેસેજ મીડિયામાં વાયરલ કર્યો છે
ભાજપ સરકાર દ્વારા યુવાનો નો અવાજ દબાવવાં નો પ્રયાસ થઈ રહીયો છે.
લોકશાહી નું હનન થઈ રહીયું છે. તાનાશાહી અને સરમુખત્યારશાહી ભર્યું વાતાવરણ જોવા મળે છે.
બેરોજગાર ગેરંટી યાત્રા ની શરુઆત હિંમતનગર ખાતે થી શરૂ કરવા જઈ રહિયા હતા ત્યારે મોતીપુરા ચોક થી ૧૮ કાર્યકર્તા ની અટકાયત કરવામાં આવી.
કાર્યક્રમ પ્રાઇવેટ સ્થળે રાખ્યો હતો તો પણ પરમિશન ન હોવાનું કારણ આગળ ધરી દેવામાં આવ્યું.
જો યુવાનો નો અવાજ વધારે દબાવવામાં આવશે તો ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકા થી યુવાનો દ્વારા જેલ ભરો આંદોલન શરૂ કરવામાં આવશે.
✍️યુવરાજસિંહ જાડેજા.
—————-
આ રોજ હિંમતનગર અને તેની આજુબાજુના ગામડાઓમાં આપ પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા રોજગાર ગેરંટી યાત્રાની સફળ શરૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ હિંમતનગરના ટાઉનહોલ મુકામે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તેમજ મનિશ સિસોદિયા આવ્યા હતા ત્યારે હિંમતનગર નો જાણીતો નલિન ગાંધી ટાઉન હોલ યુવાનોથી અને પાર્ટી સમર્થકો ભરાઈ ગયો હતો .
આપના સમર્થકો – સાબરકાંઠાના બેરોજગાર અને આજુબાજુના ગામના યુવાનોએ ખૂબ જુસ્સાથી પાર્ટીના સમર્થનમાં હાજરી આપીને અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને ઈશુદાન ગઢવી તેમજ ગોપાલ ઇટાલીયાને પ્રોત્સાહિત કર્યા હતા. અંદરખાને એવી વાત છેલ્લા ત્રણ દિવસથી બહાર આવી છે કે ઘણા બીજી પાર્ટીઓના નારાજ નેતાઓ અને સમર્થકો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા , જેથી ભાજપ- કોંગ્રેસના જામી પડેલા મોટા માથાઓ અને તેમનું સ્વાર્થી ચરિત્ર આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વહેલી તકે તેમનું સાચું ચારિત્ર પાર્ટી હાઈ કમાન્ડ સામે ખૂલું પડી જાય! આનાથી બધાને જ ફાયદો થવાનો છે કારણ કે ભાજપ- કોંગ્રેસ સરખા હોય એવું સામાન્ય જનતાને લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ગુજરાત સરકાર વારંવાર પાછી ઠેલી રહી છે ત્યારે સાબરકાંઠાના યુવાનો જે મોટેભાગે સરકારી નોકરીની ઝંખના રાખતા હોય છે તેઓમાં પણ આ પાર્ટીના સરકારી નોકરીઓને લગતી ભરતી કેલેન્ડર ની જાહેરાતથી ખૂબ જ ઉત્સાહ આવી ગયો છે.
ગુજરાત સરકાર છેલ્લા ચાર વર્ષથી ભરતી મેળામાં જે પ્રકારે અન્યાય કરી રહી છે તેનાથી આજે ન કેવલ સાબરકાંઠામાં પરંતુ સમગ્ર ગુજરાતમાં યુવાનોમાં આક્રોશ ભાજપ સરકાર સામે છે, ત્યારે પાર્ટીના અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં થયેલા અન્યાયની સામે પડેલા યુવરાજસિંહ જાડેજા જેવા પાર્ટી સાથે જોડાય છે તેમના કાર્યક્રમથી આજે સાબરકાંઠામાં કુલ પાંચ જગ્યાએ રોજગાર ગેરંટી યાત્રા ની સફળ શરૂઆત થવા જઈ રહી છે ..ત્યારે યુવાનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહેશે તેવી અપેક્ષા રખાઈ રહી છે.