૧૪-૧૫ ઓક્ટોબરે જિલ્લામાં યોજાનાર સંભવિત ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ

 ૧૪-૧૫ ઓક્ટોબરે જિલ્લામાં યોજાનાર સંભવિત ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

Joshinirav1607@gmail.com

આગામી ૧૪-૧૫ ઓક્ટોબરે જિલ્લામાં યોજાનાર સંભવિત ગરીબ કલ્યાણ મેળાના આયોજન અમલવારી અંગે જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

*********

અંદાજી ૭૫ હજાર જેટલા વ્યક્તિગત લાભાર્થી સુધી પહોંચવાનું લક્ષ્યાંક રાજ્ય સરકારના જુદા જુદા વિભાગની કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે. આ અંગેની ડેટા એન્ટ્રી કરવાની કામગીરીને ઝડપી બનાવવા બેઠકમાં અનુરોધ કરાયો: થયેલી ડેટા એન્ટ્રીને વિભાગવાર સમીક્ષા કરાઈ

**************

     વિકાસ કમિશનર શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરના પરિપત્ર અન્વયે રાજ્યમાં સંભવિત આગામી તારીખ ૧૪-૧૫ ઓક્ટોબર ૨૦૨૨ દરમિયાન ગરીબ કલ્યાણ મેળા યોજાનાર છે. આ સંદર્ભમાં સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓની સમીક્ષા બેઠક કલેકટર કચેરી ખાતે તારીખ ૨૭-૯-૨૦૨૨ના રોજ સવારે ૧૧:00 કલાકે જુદા જુદા વિભાગોની વ્યક્તિલક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાય ચૂકવવા અને વેબસાઈટ પર ડેટા એન્ટ્રી સહિત આ ગરીબ કલ્યાણ મેળાઓના આયોજન અમલવારી અંગે બેઠક મળી હતી.

  

     આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાએ વિવિધ વિભાગોની કઇ કઈ યોજનામાં કેટલી ડેટા એન્ટ્રી થઈ છે. અને નિર્ધારીત ટાર્ગેટ પ્રમાણે આપેલા લક્ષ્યાંક સુધી પહોંચવા માટે સૌ સાથે મળીને બજેટ હેડમાં એન્ટ્રી અને વ્યક્તિગત લાભાર્થીને વધુમાં વધુ લાભ મળે તે માટે ગરીબ કલ્યાણ મેળા પહેલા એન્ટ્રી અને મેળા વખતે કરવાની થતી  અને મેળા પછીની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. તે માટે માઇક્રો પ્લાનિંગ કરીને મેળા બાબતે લાભ આપવા અનુરોધ કર્યો હતો અને રોજે રોજ એન્ટ્રી થાય અને તેની પ્રગતિ જે અહેવાલ કલેક્ટર કચેરીને જાણ કરવા જણાવ્યું હતું અને અગાઉ ગરીબ કલ્યાણ મેળામાં કરેલ કામગીરી કરતા વધુ કામગીરી કરી ઊંચો ટાર્ગેટ સાથે આગળ વધવા જણાવ્યું હતું અને એકની એક એન્ટ્રીઓનું ડુપ્લીકેશન ન થાય કોઈ યોજના બાકી ન રહી જાય તે માટે તમામ વિભાગો એ પોતાના હસ્તકની યોજનાઓના ગામે ગામના લાભાર્થીઓને આવરી લેવાના રહેશે અને ગરીબ કલ્યાણ મેળા અંગેનું સ્થળ અનુકૂળ જગ્યાએ રાખવામાં આવશે. જ્યાં પાર્કિંગ, સ્ટોલ અને બેઠક વ્યવસ્થા સુગમતા રહી તેવા સ્થળની પસંદગી કરવામાં આવશે. જિલ્લામાં અંદાજે ૭૫ હજાર જેટલા લાભાર્થીઓને પહોંચવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

 

    આ બેઠકમાં પશુપાલન- બાગાયત, કૃષિ, જિલ્લા પુરવઠા વિભાગ, શિક્ષણ, રમતગમત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી. શ્રમ આયોગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરી હસ્તકની વ્યક્તિલક્ષી યોજના આઈસીડીએસ ફોરેસ્ટ યુજીવીસીએલ પ્રાયોજના વહીવટદારની કચેરી, મત્સ્ય ઉદ્યોગ, એસ.ટી વિભાગ, આરોગ્ય વિભાગની મહત્વની યોજનાઓ જેમકે આવાસ, માનવ ગરીમા યોજના, દુધાળાપશુ સહાય, કુટીર જ્યોત, અંતેષ્ઠી યોજના, આકસ્મિક મૃત્યુ સહાય, પ્રસુતિ સહાય, પ્રધાનમંત્રી માતૃ વંદના, આયુષ્યમાન હેલ્થ કાર્ડ, ઉજ્વલા યોજના, ટ્રેક્ટર સહાય, દિવ્યાંગોની મફત પાસ યોજના, સરસ્વતી સાયકલ યોજના, કુંવરબાઈનું મામેરુ યોજના જેવી વ્યક્તિગત યોજનાઓના લાભાર્થીને આવરી સમીક્ષા કરાઈ હતી.

    આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી નીનામા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ચારણ તથા પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

********

નવા એગ્રી બિઝનેસ સેન્ટર સ્થાપવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવા બાબત

  

 

    ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પો લિ. રાજ્ય સરકાર સંચાલિત સરકારી સાહસ છે જે ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળી ખેત સામગ્રી સમયસર તેમજ વ્યાજબી ભાવે નજીકના સ્થળેથી મળી રહે તે સારું રાજ્યમાં 1300 થી વધારે એગ્રો સર્વિસ સેન્ટર એગ્રી બિઝનેસ સેન્ટરોનું સંચાલન કરે છે. જે સેન્ટરો રાસાયણિક ખાતરો, દવાઓ ,પ્રવાહી જૈવિક ખાતરોના વેચાણની તેમજ સરકારશ્રીની જુદી જુદી યોજનાઓની કામગીરી કરે છે. નવા એગ્રી બિઝનેસ સેન્ટર સ્થાપવા જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ અરજીપત્રક નિગમની હિંમતનગર કચેરી ખાતેથી તેમજ ગાંધીનગર ખાતેની વળી કચેરીથી ઓફિસ સમય દરમિયાન મળી રહેશે. વધુ માહિતી નિગમની વેબસાઈટ www.gaic.gov.in પરથી મળી રહેશે. એમ જી.એ.આઇ.સી. લિ હિંમતનગર સેન્ટર ઇન્ચાર્જ શ્રીની એક અખબારી આ યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

***********

સાબરકાંઠામાં આવાસ યોજનાના લોકાપર્ણ-ખાતમુહૂર્ત કાર્યક્રમના અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઇ

********

 

બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આગામી તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ અપર્ણ કરવામાં આવનાર છેજે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે અમલીકરણ અધિકારીઓની નિમણૂક કરાઇ છે જેમની બેઠક સોમવારના રોજ કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.

 

સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપતા કલેકટર શ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કેઆવાસોના લોકાપર્ણ-ખાતમુહૂર્ત પૂર્વે જિલ્લામાં તા.૨૭ થી ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ એમ ત્રિ-દિવસીય ઉજવણી કરવામાં આવશે. જેમાં જિલ્લાના ૨૨૯ ગામોમાં પ્રભાતફેરીસ્વચ્છતા રેલીશ્રમદાન થકી જાહેર સ્થળોએ સફાઇની કામગીરીતેમજ સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જયારે તા.૩૦ સપ્ટેમ્બરના રોજ પ્રભાતફેરીવૃક્ષારોપણવાનગી સ્પર્ધાઆરોગ્ય તપાસણી /વેક્સિનેશન કેમ્પરંગોળી પૂરવીએસ.એચ.જી /વી/સી.એલ.એફ. મીટીંગપૂજા વિધિહવનઘરદીવડાસાંસ્કૃતિક કાર્યક્રમપરંપરાગત ગરબા/રાસ ઇલેક્ટ્રિક તોરણોથી આવાસ નું સુશોભન સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જેમાં ગ્રામ્ય કક્ષાએ નોડલ અધિકારી ની પણ નિમણૂક કરવામાં આવી છે.

 

       આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કલ્પેશ પાટીદારજિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ચૌધરીજિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ચારણ સહિત અન્ય અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच