કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
જાણો ગુજરાતમાં કુલ કેટલી નદીઓ છે અને તેની કેવી ખાસિયતો છે?
Avspost.com, Ahmedabad
જ્યારે વરસાદની સીઝન આવે ત્યારે આપણે નદીઓને પાણીથી વહેતી જોઈએ છે માતા તરીકે પૂજાતી આલોકમાતા નદી આપણા જીવનમાં અને આનંદ અને ઉત્સાહનો સંચાર કરે છે એટલું જ નહીં નદીથી સમગ્ર જીવન પ્રભાવિત થાય છે તો જાણીએ કે ગુજરાતની નદીઓની શું ખાસિયતો છે. ગુજરાતમાં એવી કેટલીક નદીઓ છે, જેમને વિશે ગુજરાતીઓ ઝાઝું જાણતા નથી. કેટલીક નદીઓ તો એવી કે માત્ર નામ સાંભળીએ તો પણ મરકી ઊઠીએ. જામનગરથી દ્વારકા જતાં જામખંભાલિયા પાસેથી ‘ઘી’ નામની નદી વહે છે અને ખંભાલિયાથી થોડેક દૂર આવેલી ટેકરી પરથી તેલી નદી વહે છે. અમદાવાદ જતાં બરવાળા પહોંચો ત્યાં સુધીમાં બે નદીઓ આવે છે. એમનાં નામ તો કેવાં? ઉતાવળી અને ખળખળિયા. નદી ખળખળ વહે એવું તો ઘણી વાર બોલાય અને લખાય પણ આવા નામ હશે એવી ખબર ન હતી
સોમનાથના ઓવારાભણીથી વહી આવતી નર્મદાને કરનાળી અને માંડવાની વચ્ચે ‘ઑર’ નદી મળે છે. એ સંગમને ઑર-સંગમ કહે છે. અંકલેશ્વર અને સુરત વચ્ચે કિમ નદી વહે છે.
મઢીથી થોડેક દૂર વહેતી નદીને ગાભણી કહે છે. વડોદરાથી થોડેક દૂર સુખી નદી વહે છે. કોસંબાથી ઉમરપાડા જતાં મોટામિયાંમાગરોળ આગળ ‘ભૂખી’ નદી વહે છે. આ નદીનાં ઘૂંટણભર પાણીમાં સ્નાન કરવાનો લહાવો લેવા જેવો છે . કાવેરી નદી દક્ષિણ ભારતમાં વહે છે એ ખરું, પણ બીજી કાવેરી બીલીમોરા પાસે પણ વહે છે. નવસારી પાસે પૂર્ણા અને બારડોલી આગળ મિઢોળા વહે છે. દક્ષિણાપથના પુરાણ પુરાતન વાલોડ ગામ પાસે વાલ્મીકિ (ઝાખરી) વહે છે અને થોડેક દૂર બહેજ પાસે પૂર્ણા અને વાલ્મીકિનો સંગમ થાય છે. વડોદરા અને દાહોદ વચ્ચે કરડ, ગોમા અને હડબ નદીઓ આવેલી છે. આપણે પરિચિત ન હોય એવાં નદીવોઘા ના થોડાંક નામ આ રહ્યાં: ડોશી, વાંકી, બેસણું, સુગુણ…
ગુજરાતની બીજી કેટલીક નદીઓ -બનાસ, સરસ્વતી, લૂણી, કનકવતી, ભોગાવો, ભાદર, મહી, અંબિકા, શેત્રુંજી, ઢાઢર, હાથમતી, રુકમાવતી, રૂપેણ, ઉમરદાસી, મેશ્વો, માજમ, કાળુભાર, સીંગવડી, આજી, રંગમતી, નાગમતી, માલણ, હિરણમચ્છુન્દ્રી, જીણ, ઘેલો, ખારોદ, નગ, સુવી, રાવલ, ઓજત, ઉબેણ, શુકભાદર, સિપુ, સિંહણ, વરતુ અને મચ્છુ…
વાપીથી થોડેક છેટે દમણગંગા વહે છે. એ નદી પરનો પુલ પૂરમાં એવો તો તણાયો કે જોનારને થાય કે: અહીં પુલ હતો ખરો? દમણગંગા દમણ ગામને બે ભાગમાં વહેંચે છે: નાની દમણ અને મોટી દમણ. ઉમરગામ તાલુકામાં થઇને વરોળી વહે છે, જેને કિનારે પારસીઓએ પ્રથમવાર પગ મૂકેલો એ સંજાણ બંદર આવેલું છે. ઉનાઇ પાસે અંબિકા, ચીખલી પાસે ખરેરા, ધરમપુર પાસે આસુરા વહે છે. ખેડા આગળ વાત્રક, સિહોર પાસે ગૌતમી, ધંધૂકા તાલુકાના ભીમનાથ પાસે નીલકા વહે છે. અહીં ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને આસપાસનો વિસ્તાર ‘હિડમ્બાવન’ તરીકે ઓળખાતો હતો. એ તાલુકાના ફેદરા ગામ પાસે ઓમકાર નદી વહે છે જેનો આકાર ઓમ જેવો છે. પૌરાણિક સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા, તે લોથલ અહીંથી ઝાઝું દૂર નથી. ભોગાવો નદી બે રીતે ઓળખાય છે: વઢવાણનો ભોગાવો અને લીંબડીનો ભોગાવો વલસાડ આગળ વાંકી નદી વહે છે. સહ્યાદ્રીના ઓતરાદા ઢોળાવ પરથી નીકળતી આ નદી જંગલો વટાવીને વાંકીચૂકી વહે છે. કોઇ પણ નદી સમુદ્રને મળતી નથી. એ તો સમુદ્રમાં વિલીન થાય છે.
• ગુજરાતમાં નાની મોટી મળીને કુલ 185 નદીઓ ની સંખ્યા છે.
• કુવારીકા નદી ની વ્યાખ્યા : આ નદી દરીયાને બદલે રણમાં સમાઇ જતી હોવાના કારણે કુવારીકા નદી તરીકે ઓળખાય છે.
• કચ્છની મોટાભાગની નદીઓ મધ્ય ધાર ના ડુંગરમાંથી નીકળી ને ઉત્તર દિશામાં કે દક્ષિણ દિશામાં વહેતી જોવા મળે છે જેને આધારે તેને બે ભાગમાં વહેંચી શકાય છે.
1) ઉત્તર વાહિની
(કચ્છના મોટા રણ ને મળનારી)
ભૂખી, કાળી, સુવી, માલણ, નારા, ખારી, ધુરુંડ, કાયલો, સારણ,
2) દક્ષિણી વાહિની
(કચ્છના અખાતને મળતી)
કનકાવતી, રુક્માવતી, નાગમતી, લાકડીયા, ભુખી, રાખડી, ખારોડ, સાઈ, સાંગ
સૌરાષ્ટ્રની નદીઓ વિશે માહિતી (ગુજરાતનું નદીતંત્ર)
પશ્ચિમ તરફ વહેતી
કચ્છના અખાતને મળનારી નદીઓ- આજી, સિંહણ, ઉડ નાગમતી, રંગમતી, ફુલઝર, ઘી અને ગોમતી
પૂર્વ તરફ વહેતી
ખંભાતના અખાતને મળતી નદીઓ- શેત્રુંજય, કાળુભાર, ઘેલો, ભોગાવો
દક્ષિણ તરફ વહેતી
અરબ સાગર ને મળતી નદીઓ સની, સરસ્વતી, કપિલા, હિરણ, શીગરવો
ઉત્તર ગુજરાતની નદીઓ :બનાસ, સરસ્વતી,રૂપેણ, પુષ્પાવતી, બાલારામ ,સીપુ
હાથમતી, ગોહાઇ
મધ્ય ગુજરાતની નદીઓ: મહી, સાબરમતી ,મેશ્વો, માઝમ ,વાત્રક ,શેઢી ,પાનમ વિશ્વામિત્રી, ઢાઢણ
દક્ષિણ ગુજરાતની નદીઓ: નર્મદા, કીમ ,તાપી, કોલક ,અંબિકા, પુણા ,ઔરંગા,દમણગંગા, સર્પગંગા
આપના પ્રતિભાવો ઈમેલ વડે પણ આપી શકો છો…
Email : joshinirav1607 @gmail.com
(સૌજન્ય : હેમંત ઉપાધ્યાય -અમદાવાદ)
સોશિયલ મીડિયા