ફોટોજર્નાલિસ્ટ એસોશિયેશન સાથે જોડાયેલા તસવીરકારોનું અમદાવાદમાં ફોટો એક્ઝિબિશન

 ફોટોજર્નાલિસ્ટ એસોશિયેશન સાથે જોડાયેલા તસવીરકારોનું અમદાવાદમાં ફોટો એક્ઝિબિશન

AVSpost bureau, Ahmedabad 

  • અમદાવાદ તેમજ ગુજરાતના તસવીરકારોને તેમની કર્તવ્ય નિષ્ઠા માટે કોટી કોટી વંદન 
  • કોરોનામાં મુત્યુ પામેલા ફોટોજર્નાલિસ્ટોને શબ્દો રૂપી શ્રદ્ધાંજલિ
  • એક્ઝિબિશનને અચૂક માણવું 
  • સ્થળઃ રવિશંકર આર્ટ ગેલેરી, લો ગાર્ડન
    ૨૮મી સુધી એક્ઝિબિશનને માણવાનો અવસર

કહેવાય છે કે ‘એક તસવીર હજાર શબ્દ બરાબર’ છે. પહેલા ફોટોગ્રાફરના માનસમાં અને ત્યાંથી કેમેરામાં કેદ થયેલી સુંદર, વાસ્તવિકતાનું પ્રતિબિંબ,લાગણીથી છલોછલ તસવીરોનું એક્ઝિબિશન રવિશંકર આર્ટ ગેલેરી ખાતે આજે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું.

નોંધનીય વાત એ છે કે સમાચારપત્રો અને મીડિયાના અન્ય માધ્યમોમાં કામ કરનારા અને રાત દિવસ જોયા વિના ખૂબ જ ઉત્તમ ક્ષણોને કેમેરામાં કંડારનારા ખૂબ જ જાણીતા ફોટો જનાલીસ્ટ એટલે કે સચિત્ર પત્રકારોને અને તેમના કામને બિરદાવાનું તેમની ખેંચાયેલી યાદગાર તસવીરોને જોવાનો માણવાનું લહાવો અમદાવાદીઓને 28 ઓગસ્ટ સુધી મળ્યો છે તો આ એક્ઝિબિશન જોવા અચૂક જવું.

ફોટોજર્નાલિસ્ટ એસોશિયેશન સાથે જોડાયેલા અને કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પણ અડીખમ રહીને શહેરની દરેક ક્ષણ અને પરિસ્થિતિને કેમેરામાં કેદ કરનાર ૩૧ તસવીરકારોની સુંદર તસવીરોને એક જ સ્થળે માણવાનો અવસર અમદાવાદના લોકોને આજે મળ્યો છે.
તસવીરોમાં અમદાવાદનો બદલાતો મિજાજ છે. અમદાવાદનું દરેક પરિસ્થિતિમાં લડવાનું ખમીર છે. શહેરનું પ્રકૃતિ સૌંદર્ય છે. ઉત્સવ અને કોમી એકતાની ઝાંખી છે. દરેક તસવીર કંઈક મેસેજ આપે છે. તેની અંદર ઊંડી માનવીય સંવેદનાઓ છે. શહેરની ઓળખ છે. તીખો અને ધારદાર કટાક્ષ છે. શહેરનો વિકાસ તો બીજી તરફ વરવી વાસ્તવિકતા પણ છે. જે માનવીય સંવેદનાનું સ્તર વર્તમાન જગતમાં કેવું છે તેની પ્રતીતિ જોનારને કે ફોટો જણાવે છે.

કદાચ એ તસવીરોની ક્લિક મારતા સામાન્ય માણસના હાથ ધ્રૂજવા લાગે અને આંખોમાંથી ટપોટપ આંસુઓ વહેવા લાગે એવી તસવીરોને અમદાવાદમાં નિહાળવાનો અને ફોટોગ્રાફરને દાદ રૂપી સન્માન આપવાનો અમદાવાદના આંગણે સુવર્ણ અવસર..

આ તસવીરો તમને વાહ ક્યા બાત હૈ ની સાથે આંખોમાંથી ટપોટપ આંસુઓ વહેડાવી દે તેવી છે.

આ સાથે એક્ઝિબિશનમાં રજૂ કરાયેલી તસવીરો તેમની મહેનત સાથે તેમની હિમ્મત, તેમની ફરજ પર અડગ રહેવાની નિષ્ઠા સાથે તેમની અંદરની લાગણીઓ છે ….જેને ઘર ઘર સુધી પહોચાડવા માટે તેમને ક્યારેય પાછી પાની ના રાખી નથી તેની સાક્ષી પુરે છે.

તસવીરો ક્લિક કરતા તેમની પણ આંખો ભીંજાઈ હશે, ક્યારેય માનવીય સંવેદના તાર જણજણી ઉઠ્યા હશે! ક્યારેય ફોટો ક્લિક કર્યા બાદ તેમનું ભરેલું ટિફિન લઈને ઘરે આંસુઓ સાથે આવ્યા હશે!

આ તસવીરકારોને તેમની કર્તવ્ય નિષ્ઠા માટે કોટી કોટી વંદન સાથે કોરોનામાં મુત્યુ પામેલા ફોટોજર્નાલિસ્ટોને શબ્દો રૂપી શ્રદ્ધાંજલિ

એક્ઝિબિશનને અચૂક માણવું .

સ્થળઃ રવિશંકર આર્ટ ગેલેરી, લો ગાર્ડન

૨૮મી સુધી એક્ઝિબિશનને માણવાનો અવસર

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच