કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
સાંભળી છે એક અનોખી બેંક જેનાથી થાય છે સેવા યજ્ઞ?
બ્યુરો , હિંમતનગર
- અસ્થિ બેંક પુંસરી… એક અનોખો સેવા યજ્ઞ.
- પુંસરી ગામના સામાજીક અગ્રણી નરેંદ્રભાઇ દ્રારા ૨૦૦૬થી અસ્થિ બેંકની સેવા અવીરત ચાલુ છે
- મૃતકના પરીજનને આ સેવાના બદલે પાંચ વૃક્ષ વાવી જતન કરવા આગ્રહ રાખે છે
રામ નામ સત્ય હૈ આવું ઉચ્ચારણ કરીને અંતિમ સંસ્કાર જતાં સ્વજનોને ક્યારે અસ્તિ ફુલ વીણવા સ્મશાને જવું પડે છે ત્યારે આ ફૂલોને ક્યારે ગંગા પર જઈને એને ગંગા પાણીમાં પધરાવશું એનું પણ વિચાર આવતા હોય છે. તો આ લોકો માટે એક અનોખી બેંકની પણ સાબરકાંઠામાં રચના કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાનું પુંસરી ગામ અનેક રીતે આગવી ઓળખ ધરાવે છે. આ ગામને ઓળખ આપવા માટે ગ્રામજનો તેમજ અગ્રણીઓ ખુબ જ જહેમત ઉઠાવે છે. આ ગામમાં ૨૦૦૬થી અસ્થિ બેંક સ્થાપવામાં આવી છે. આ બેંકમાં જમા થતાં અસ્થિ દર વર્ષે ગંગાજી હરિદ્વાર ખાતે અસ્થિ બેંકના સ્થાપક જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય નરેન્દ્રભાઈ પટેલ તેમના જન્મદિવસ ૨૨ મેનાં રોજ ગંગાજી હરિદ્વાર ખાતે અસ્થિ વિસર્જન કરે છે.
દર વર્ષે અવિરત ચાલતી આ સેવાના ભાગરૂપે વર્ષ ૨૦૨૧-૨૨ના એક વર્ષમાં ૧૪૧ અસ્થિ જમા કરાવવામાં આવ્યા છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, અને ગાંધીનગર જિલ્લામાંથી પોતાના પ્રિયજનોના અસ્થિ અહિં અસ્થિ બેંકમાં જમા કરાવવામાં આવ્યા છે. આ સેવા વિનામૂલ્યે આપે છે અને આ વર્ષે નરેંદ્રભાઇના જન્મ દિન તા. ૨૨ મે ૨૦૨૨ના રોજ તેઓ પોતે હરિદ્વાર ગંગાજીમાં ૧૪૧ લોકોના અસ્થિનું વિધિવત વિસર્જિત કરાશે અને આ મૃતકોના મોક્ષ માટે માતા ગંગાને પ્રાર્થના કરશે.
આ જન્મ દિને નરેન્દ્રભાઈએ નવો અભિગમ અપનાવી પોતાના ફેસબુક અકાઉન્ટ પરથી સવારે ૧૦ વાગે અસ્થિ વિસર્જનને લાઇવ દર્શાવશે. જેથી પોતાના સ્વજનોની અંતિમ વિદાય પરીજનો જોઇ શકે. છેલ્લા ૧૫ વર્ષથી આ પરંપરા તેઓ નિભાવી રહ્યા છે અને આ સમયગાળા દરમિયાન અસ્થિ બેંક પુંસરીમાં ૨૨૦૦ જેટલા લોકોના અસ્થિ જમા લઈ વિનામૂલ્યે વિસર્જન કરાયા છે..અસ્થિ બેંકમાં જમા કરાવનાર દરેકનો આભાર માનતો પત્ર પણ લખાય છે.
આ સેવાના બદલે નરેન્દ્ર ભાઈ મૃતકના વારસદારો પાસે પર્યાવરણ શુદ્ધિકરણ માટે પાંચ વૃક્ષ વાવી તેના જતન કરવાનો આગ્રહ કરે છે જેના કારણે પર્યાવરણ પણ જળવાઈ રહે.