ભોલેશ્વર મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવારે સંપન્ન થયો
કોંગ્રેસનો 137 મો સ્થાપના દિવસ સાબરકાંઠામાં અનોખી રીતે ઉજવાયો

નીરવ જોષી, હિંમતનગર
દેશની આઝાદી માટે સ્વાતંત્ર સંગ્રામ સમયે અસ્તિત્વમાં આવેલી કોંગ્રેસ આજે એની 137 મો સ્થાપના દિવસ મનાવી રહી હતી. ઉલ્લેખનીય છે કે 28 ડિસેમ્બર એ કોંગ્રેસની સ્થાપના દિવસ દર વર્ષે સમગ્ર ભારત વર્ષમાં ઉજવાય છે. આ વખતે ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં કોંગ્રેસ સ્થાપના દિવસ અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું.
આ મુજબ આજે સાબરકાંઠા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ લાલ સિંહ પરમાર તેમજ પ્રાંતિજ ના ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, રામભાઇ સોલંકી, મુકેશ પરમાર,મહેન્દ્રસિંહ વકીલ, મહેશ પરમાર, જીગ્નેશ પટેલ,યુસુફભાઈ બચ્ચા, ભરતસિંહ તેમજ કમળાબેન પરમાર અને દેવ પટેલ જેવા યુવા નેતાઓ સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મંદબુદ્ધિના દિવ્યાંગ બાળકો તથા દીકરીઓ ભોજન પીરસ્યું હતું.
સંસ્થા માં રહેતા આશરે ૧૦૦ જેટલા બાળકો અને ૧૪ દીકરીઓને ભાવતું ભોજન કરાવ્યું હતું તેમજ તેઓની સાથે સમય વિતાવ્યો હતો આ ઉપરાંત દિવ્યાંગ બાળકોની સંસ્થાને ડોનેશન પણ આપ્યું હતું. સાબરકાંઠા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ પટેલના કહેવા મુજબ કોંગ્રેસ સ્થાપના દિવસ ના રોજ આ વખતે એક એવો મેસેજ આપવા માટે આયોજન કરાયું છે કોંગ્રેસ દરેક વર્ગના લોકોને તરફ સંવેદનશીલતા રાખે છે તેમજ તેઓની સુખાકારી માટે વિચારશીલ છે. આ કાર્યક્રમમાં અનેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓમાં પણ જોડાયા હતા.