બ્રહ્માકુમારીના નવા મકાનથી શાંતિ પદયાત્રાનું આયોજન કરાયું
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)
બ્રહમાકુમારીઝ ગુજરાત ડાયમંડ જ્યુબિલી વર્ષ 2025 હિરક જયંતિ મહોત્સવ અંતર્ગત શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ ના ભાગરુપે તા. 23.11.2025 ના રોજ વિશ્વ માં શાંતિમય સંસારના નિર્માણ હેતુ સમગ્ર રાજ્યમાં ” શાંતિ પદયાત્રા ” નુ વિશાળ આયોજન દરમ્યાન સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગર બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર- સબઝોનના ઈન્ચાર્જ આદરણીય રાજયોગીની બીકે જ્યોતિદીદીએ જુદા જુદા 12 સેન્ટર તથા લગભગ 150 બ્રહ્માકુમારીઝ પાઠશાળાઓના આ પદયાત્રામાં બ્રહમાકુમારીઝ ના શ્વેત વસ્ત્રધારી સેંકડો રાજયોગી ભાઈ-બહેનો એક જ દિવસે – એક જ સમયે મૌનના મંત્ર સાથે શાંતિદૂત બની સામેલ થયા. આ પદયાત્રા વ્યસન મુકિત તથા શાંતિદાન ના સંકલ્પ સાથે નવનિર્મિત બ્રહમાકુમારીઝ “શાંતિ સરોવર ” થી પ્રસ્થાન કરી યશસ્વી બંગલૉઝ, વિરાટનગર, દેવભૂમિ સોસાયટીઓ થઇ બલવંતપુરાકંપા વિસ્તારમાં ફરી વિશ્વ શાંતિ માટે એક કદમ ઉઠાવી પરમ પિતા શિવ પરમાત્માના દિવ્ય કર્તવ્ય ને પ્રત્યક્ષ કરવાના કાર્યમાં શહેરના અનેક નાગરિકો પણ સામેલ થયેલા.

આ શાંતિ પદયાત્રાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સાબરકાંઠા જીલ્લા વડા તથા શ્રી મિતતેશભાઈ સુથાર, વિશ્વ હિન્દુ પરિષદ ના મંત્રી હિતેશભાઈ તથા નલીનભાઈ પટેલ અને બજરંગ દળના શ્રી રાજ કનોજીયા અને તેમના અન્ય જીલ્લા કક્ષાના હોદ્દેદારોએ ફલેગઓન- લીલીઝંડી આપી શુભારંભ કરાવેલ અને આ શાંતિ પદયાત્રા – વ્યસન મુકિત ની પહેલ વિશ્વમાં અચૂક સફળતા મેળવશે તેવી શુભકામનાઓ પાઠવેલ.
🌹ઓમ શાંતિ🌹