સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ મંગળવારે યોજાશે
હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આજે વિશ્વ યોગ દિવસની 10મી આવૃત્તિ એટલે કે 10 મો ઇન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલ મનાવવામાં આવ્યો હતો. ખાસ કરીને હિંમતનગર ખાતે ગુજરાત યોગ બોર્ડ ના ટ્રેનરો તેમજ અન્ય યોગની સંસ્થાઓના સભ્યો અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ એનસીસીના કોલેજના વિદ્યાર્થીઓ , હિંમતનગર ડિફેન્સ એકેડેમીના યુવાનો તેમજ સરકારી અધિકારીઓ અને પોલીસના જવાનોએ સાબરકાંઠા પોલીસ ગ્રાઉન્ડ ખાતે એક કલાક યોગ કરીને દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શોભા વધારી હતી. સમગ્ર વર્ષ દરમિયાન યોગ કરીને સ્વસ્થ રહેવાનો સંકલ્પ કર્યો હતો.
આ ઉપરાંત જિલ્લાની ધાણધા ગામ ખાતે નર્સરીએ આવેલા યોગ પ્રેમીઓને વિનામૂલ્યે ફળફળાદીના રોપાનું વિતરણ કરીને કાર્યક્રમ ખૂબ જ ઉત્તમ બનાવ્યું હતું.
સ્વંય અને સમાજ માટે યોગ’’
હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંસદશ્રી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં વહેલી સવારે ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીની કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા હતા.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી શોભનાબેન બારૈયાએ જણાવ્યુ હતુ કે યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. યોગ એ ઋષિમુનિઓની પરંપરા છે. જેને આજે સમગ્ર વિશ્વએ સ્વીકારી છે. યોગ એટલે જોડવુ, યોગ શરીર, મન અને આત્માને જોડે છે. અષ્ટાંગ યોગ એ આપણી પ્રાચીન વિરાસત છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે વડાપ્રધાનશ્રીએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મુકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વએ સ્વિકારી પ્રતિ વર્ષ ૨૧મી જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વીકૃતિ આપી હતી.
ભારતીય સંસ્કૃતિની આ પરંપરાના ફાયદા સ્વીકારીને સમગ્ર વિશ્વ ૨૧ મી જૂનના રોજ યોગમય બને છે. ચાલુ વર્ષે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ“ સ્વંય અને સમાજ માટે યોગ’’ની થીમને ધ્યાનમાં રાખતા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી વી ડી ઝાલાએ જણાવ્યુ હતુ કે તંદુરસ્ત જીવનશૈલી માટે નિયમિત યોગ કરવા ખૂબ જરૂરી છે. યોગ તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. યોગ શારીરિક અને માનસિક વિકાસમાં પણ લાભદાયી છે.
NCC -Idar cadet ના વિદ્યાર્થીઓ પણ હાજર રહીને કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહભેર યોગ કર્યા હતા
આ કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાના જીવતં પ્રસારણને નિહાળ્યુ હતુ. દર વર્ષે જેમ હિંમતનગરની અનેક શાળાના બાળકો પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહી યોગ દિવસ નું મહત્વ પોતાના જીવનમાં ઉતાર્યું હતું, દર વર્ષની જેમ હિંમત હાઈસ્કૂલના બાળકો પણ મોટી સંખ્યામાં હાજર હતા
આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઇ ઉપાધ્યાય, જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે,જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ણા વાઘેલા,ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર,પ્રાંત અધિકારીશ્રી,અગ્રણીશ્રી કનુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત યોગ બોર્ડના જિલ્લા કક્ષાના કોર્ડીનેટર અમીબેન પટેલ બીજા યોગ પ્રશિક્ષકો આશિષભાઈ, ફાલ્ગુનીબેન, રાજેશભાઈ Modi તેમજ અન્ય યોગ ટ્રેનરોએ યોગ માર્ગદર્શન આપ્યું હતું.
દર વર્ષે જેમ ગુજરાત યોગ બોર્ડની ભૂમિકા પોલીસ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજાણી સફળતાપૂર્વક કરાવવામાં ખૂબ મહત્વની રહી હતી
આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ ૨૧ મી જૂને સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ નિદર્શન યોજવામાં આવ્યું જેમા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સાબરકાંઠા જિલ્લા કોઓર્ડીનેટર પટેલ અમીબેન અને તેમના ટીમ દ્વારા સ્ટેજ પર યોગ કરવાનો અવસર મળ્યો, ઉલ્લેખનીએ છે કે સમગ્ર વર્ષ દરમિયાન યોગ બોર્ડ વડે તૈયાર થયેલા યોગ પ્રશિક્ષકો અલગ અલગ હિંમતનગરના નગરપાલિકાના બગીચાઓમાં યોગ પ્રશિક્ષણના વર્ગો પણ નિયમિતપણે ચલાવે છે જેથી હિંમતનગરમાં વધુમાં વધુ યોગ અંગે જાગૃતિ ફેલાઈ શકે.
સાબરકાંઠા અરવલ્લી લોક સભાના લોકપ્રિય સાંસદશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ સહભાગી થઈ યોગાભ્યાસ કર્યો.
૨૧મી જૂનએ સૂર્યભ્રમણ પૃથ્વી ધરી પર ફરતો હોય છે ત્યારે ૨૧ મી જૂનએ લાંબા માં લાંબો દિવસ છે.
વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી બદલાવાના કારણે ડાયાબિટીસ, હાર્ટએટેક, કીડની જેવા રોગો વધ્યાં છે.ત્યારે યોગ દ્વારા લોકોની ઈમ્યુનિટી પાવરમાં વધારો કરી રોગો સામે રક્ષણ મળે છે. યોગએ ભારતીય સંસ્કૃતિથી આપણને મળેલી અમૂલ્ય ભેટ છે.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિર ખાતે 10 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી.
વિશ્વ યોગ દિવસ , બીએપીએસ સ્વામિનારાયણ મંદિર , કાંકણોલ હિંમતનગરને સાબરકાંઠા જિલ્લા પ્રશાસન ધ્વારા આઈકોનિક સેન્ટર તરીકે મંજુર કરેલ.
વિશ્વ યોગ દિવસ કાર્યક્રમની શુભ શરૂઆત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારીશ્રી મંગલપુરૂષ સ્વામી તેમજ શ્રીકૌશલમુની સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસનુ માર્ગદર્શન તેમજ આશીર્વાદ આપી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ.
આ આઇકોનિક સ્થળ ઉપર આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ કાર્યક્રમમાં 200થી વધુ ભાઈઓ-બહેનો અને સાધકો જોડાયા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઘ્વારા સોશિયલ મીડિયા કન્વીનર તેમજ યોગ ટ્રેનર ઘ્વારા યોગ પ્રોટોકોલ મુજબ યોગ શિબિર કરવામાં આવી.