કામધેનુ યુનિવર્સિટીના ૧૭માં સ્થાપના દિને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
અરવલ્લી: ડેમઈ ખાતે એકલિંગજીનો સાતમો પાટોત્સવ ઉજવાયો

નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)
જય એકલિંગજી ! અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમઈ ગામે નદી કિનારે આવેલા એકલિંગજી મંદિરમાં સાતમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વૈશાખ સુદ તેરસને મંગળવાર , તારીખ 21 5 2024 ના રોજ ઉજવવામાં આવ્યો. ડેમઈ ગામમાં ત્રિવેદી મેવાડા સમાજ મોટી સંખ્યામાં રહે છે જેથી અહીંયા સાત વર્ષ પહેલા નવનિર્મિત એકલિંગજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન સ્વર્ગસ્થ ગોપાલદાસ સોમેશ્વર મહેતાના પરિવારએ શુભ પ્રસંગ શોભાવ્યો હતો.
એકલિંગજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજના ચોયલા ,બાયડ, ડેમાઈ તેમજ અમદાવાદ અને વડોદરા જેવા શહેરમાં બ્રાહ્મણ બંધુએ લાભ લઈ ધન્યતા અનુભવી અને મહાદેવની ઉપાસના કરીને જીવન સુખમય બને તેવી સમગ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ માટે પ્રાર્થના કરી હતી.
ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા અને અરવલ્લીના ત્રીવેદી મેવાડા બ્રાહ્મણ અગ્રણીઓ વડે આગામી ડિસેમ્બરમાં હોમાત્મક લઘુરુદ્ર નો ભાવ ભક્તિ ભર્યું આયોજન કૈલાશપુરી મંદિર, ઉદેપુર ખાતે થવાનું છે ત્યારે એમાં મોટાપાયે બ્રાહ્મણો પૂજા ઉપાસના માટે વધારે મોટી સંખ્યામાં એકત્રિત કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.