પર્યાવરણ: કાપડની વિવિધ રંગી થેલીઓ બનાવનારા જશીબેન સૌ કોઈને પ્રેરણાસ્ત્રોત બન્યા છે

 પર્યાવરણ: કાપડની વિવિધ રંગી થેલીઓ બનાવનારા જશીબેન સૌ કોઈને પ્રેરણાસ્ત્રોત બન્યા છે

નીરવ જોષી, હિંમતનગર(7838880134)

હાલમાં સાબરકાંઠાના હિમતનગર ખાતે અઠવાડિયાનો તાલુકા તેમજ જિલ્લા કક્ષાનો સખીમંડળ રોજગાર મેળો ચાલી રહ્યો છે. જેમાં વિવિધ રોજગાર લક્ષી વિચારો જેનાથી સખી મંડળની મહિલાઓ રોજગારી મેળવે છે તે જીવંત સ્વરૂપમાં જોઈ શકાય છે . જેમકે પ્લાસ્ટિકની થેલીઓનો વધુ પડતો વપરાશ એક સમગ્ર પર્યાવરણ માટે માથાનો દુખાવો બની ગયો છે, ત્યારે હિંમતનગરના વગડી ગામના સખી મંડળ ના અધ્યક્ષ જશીબેન એ એટલી સુંદર કાપડની થેલી બનાવી છે કે આપણ ને જોતા જ એને ખરીદવાનું મન થાય!

પ્લાસ્ટિકની થેલીના વપરાશ સામે કાપડની થેલીનો વપરાશ થાય તો પર્યાવરણ સાથે અનુકૂલન સાધી શકાય- જશીબેન

જય જોગણી સખી મંડરની બહેનો કાપડમાંથી થેલી અને બેગ બનાવી આર્થિક ઉપાર્જન મેળવે છે.

         આજના આ આધુનિક યુગમાં સુખાકારી માટે વિવિધ સંશોધનો થઇ રહ્યા છે. આ સંશોધનના પરીણામ  સ્વરૂપ સમગ્ર માનવસૃષ્ટ્રીને વિવિધ સાધનો મળ્યા છે. વર્તમાન પરિસ્થિમાં નવીન સંશોધનના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હાલની સ્થિતીએ તો ભારત સહિત વિશ્વભરના દેશો પ્લાસ્ટીકના કચરાથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ૫ણા વડાપ્રઘાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતના નાગરિકોને પ્લાસ્ટિક વિરૂદ્ઘ જનઆંદોલન છેડવાનું આહવાન આપ્યુ છે અને સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિક ૫ર પ્રતિબંધ લગાવવાની કવાયત હાથ ધરાઇ છે.

આજના સમયમાં પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ વધ્યો છે. જે માનવગણના અસ્તિત્વ  માટે ચિંતાનો વિષય છે. આવા સમયમાં પર્યાવરણ સાથે અનુકૂલન સાધવું અતિઆવશ્યક છે. સાબરકાંઠા જિલ્લામાં જય જોગણી સખી મંડરની બહેનો દ્વારા પર્યાવરણની સુરક્ષાને ધ્યાને લઇ કાપડની થેલીઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વગડી ગામ ખાતે જય જોગણી સખી મંડર કાર્યરત છે. આ સખી મંડરમાં ૧૦ બહેનો  જોડાયેલી છે. આ બહેનો દ્વારા કાપડમાંથી વિવિધ થેલીઓ અને બેગ બનાવવામાં આવે છે. આ સખી મંડરના પ્રમુખ જશીબેન જણાવે છે કે હું સંસ્કૃત વિષય સાથે ગ્રેજ્યુએશન કરેલ છે. આપણા દેશની સંસ્કૃતિ અને પર્યાવરણને સાચવવાની જવાબદારી આપના સૌની છે. આથી જો  આવા સમયમાં પ્લાસ્ટિકની થેલીના વપરાશ સામે જો કાપડની થેલીનો વપરાશ થાય તો પર્યાવરણ સાથે અનુકૂલન સાધી રોજગારી મેળવી શકાય છે.

તેઓ જણાવે છે કેમને પહેલાથી જ કાપડમાંથી વિવિધ બેગ બનાવવાનો શોખ હતો. હું મારા કોલેઝ અભ્યાસની સાથે ઘરની પરીસ્થિતિ સારી ન હતી ત્યારે પરીવારને આર્થિક મદદ કરવા કાપડમાંથી થેલી બનાવતી હતી. જેથી મારા રસ પ્રમાણે કામ અને ઘરમાં થોડાં અંશે આર્થિક મદદ મળી જતી. લગ્ન પછી વગડી ગામે મારી સાસરીમાં અમે ૧૦ બહેનો ભેગા મળીને જય જોગણી સખી મંડર બનાવ્યુ. અમે પહેલા શાકની થેલી બનાવવાની શરૂઆત કરી હતી. હવે અમે કાપડમાંથી જુદા-જુદા આકાર અને ડિઝાઇનની થેલીઓપર્સ ડોર સેફ્ટી પટ્ટીપાણીની બોટલની થેલીહેન્ડ પર્સકાપડના થેલા તેમજ હેન્ડ વર્ક બેગ જેવી વસ્તુઓ બનાવીને વેચાણ કરીએ છીએ. આ કામ અમે ૧૦ બહેનો તો કરીયે જ છીએ અને આ કામ અમે અમારા ફળીયાની બહેનોને પણ શીખવ્યું છે. અમે આ કાપડાની થેલીઓનું વેચાણ કરીને મહિને ૫ થી ૬ હજાર કમાઇ શકીએ છે. સાથે પરીવારને મદદ કરવાનો આત્મસંતોષ તેમજ પર્યાવરણનું જતન કરવાનો આનંદ મળે છે. આ સાથે પ્લાસ્ટિકની થેલીનો વપરાશ અટકે અને પ્લાસ્ટિક પ્રદુષણ ઘટેએ માટે પ્રયત્નો કરીએ છીએ.

Leave a Reply

आपका ईमेल पता प्रकाशित नहीं किया जाएगा. आवश्यक फ़ील्ड चिह्नित हैं *