ગાયત્રી આશ્રમ હિંમતનગર ખાતે 51 કુંડી હવનનો શુભારંભ

 ગાયત્રી આશ્રમ હિંમતનગર ખાતે 51 કુંડી હવનનો શુભારંભ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલા ગાયત્રી આશ્રમ ના પ્રાંગણમાં રામચરિત માનસ કથા બાદ આજથી 51 કુંડી હવન શુભારંભ થયો છે. 51 કુંડી હવન તેમજ સંસ્કાર કાર્યક્રમોનું શુભારંભ પણ આ સાથે આવતીકાલે સંપન્ન થશે.

ઉલ્લેખનીય છે કે નવા ગામ તરફ જતા રોડ પર આવેલા ગાયત્રી મંદિરની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે રજત જયંતિ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે.

સાથે સાથે લોકોમાં સંસ્કારોનું જતન થાય તે માટે રામચરિત માનસની કથા પણ સુરતથી આવેલા કથાકારના મુખે કરવામાં આવી હતી.

આ ઉપરાંત સમગ્ર હિંમતનગર તેમજ એની આજુબાજુ આવેલા ગામડાના ગાયત્રી પરિવારના ભક્તોએ ખૂબ શ્રદ્ધા ભક્તિથી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આજે અને આવતીકાલે 51 કુંડી હવનમાં ગાયત્રી માતાની ઉપાસના કરીને મહોત્સવને સમાપ્ત કરવામાં આવશે.

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *