ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
5 Dec – નવા વિશ્વના દિવ્ય દ્રષ્ટા મહર્ષિ અરવિંદનો મહાસમાધિ દિવસ
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)
આજે પાંચ ડિસેમ્બર છે અને આજનો દિવસ વિશ્વના અધ્યાત્મિક જગતમાં મહા સમાધિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે.
ખાસ કરીને જે પણ અધ્યાત્મિક જગતના આત્મખોજી એ સત્યના ખોજીઓ છે તેમણે મહર્ષિ અરવિંદના આ દિવસને એક મહાન ઘટના તરીકે અનુભવી છે એટલું જ નહીં શ્રી અરવિંદ નું શરીર નો ત્યાગ એ પૃથ્વી પર એક મહાન સત્ય ઉદઘોષણા કે મહાન વિઘટનકારી ઘટના હતી …એવું અધ્યાત્મિક જગતના સાધકોને તે સમયે પોંડિચેરીમાં અરવિંદ આશ્રમમાં અનુભવવામાં આવ્યો હતો.
કહેવાય છે કે અધ્યાત્મિક ગુરુ શરીર છોડે ત્યારે એમનું અધ્યાત્મિક સૂક્ષ્મ એ સાધકોને અને એમના શિષ્યોને માર્ગદર્શન આપે છે. આવું જ મહર્ષિના સાધકોને આજે એમના શરીર ત્યાગ કે મહા સમાધિના 73 વર્ષ સુધી પણ અનુભવમાં આવી રહ્યું છે! માતાજી સાધકોને જણાવતી કે અરવિંદ નો આધ્યાત્મિક શરીર એ અવિનાશ છે. પૃથ્વી પર અરવિંદ નો આવીરભાવ એ ભગવાનની સીધી સીધો આદેશ છે.
આવા મહાન સામર્થ્યવાન ગુરુના પુણ્યતિથિ કે મહા સમાધિ દિવસ પર એમના દિવ્ય ઉદ્દેશોના આપણા જીવનમાં અમલ થાય તેવી એમના ચરણોમાં હૃદય પૂર્વકની સમર્પણ ભરી પ્રાર્થના!
ઓમ નમો ભગવતી શ્રી અરવિંદ!