ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
હિંમતનગરના વક્તાપુર મુકામે પાવાગઢ-મહાકાળી મંદિરનો પાટોત્સવ ઉજવાયો
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)
આજરોજ મીની પાવાગઢ વક્તાપુર ખાતે મહાકાળી મંદિરનો 29 મો પાટોત્સવ ચંડી હવન સાથે ખૂબ જ ધામધૂમ પૂર્વ ઉજવાયો હતો…
આખા ગામના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહાકાળી માની સમક્ષ પુરા દિવસ નવચંડી હવન કરીને પાટોત્સવને ખૂબ જ શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવ્યો હતો અને પ્રસાદી પણ વિતરણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે હિંમતનગર પાસે આવેલા વક્તાપુર ગામે પ્રવેશતાની પહેલા જ આજથી 29 વર્ષ પહેલે મહાકાળી મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિર ની નજીક મા રોકડિયા હનુમાન મંદિર અને જૈન દેરાસર પણ આવેલ છે. મહાકાળી માં મંદિર સાથે સાથે મીની પાવાગઢ તરીકે ગબ્બર ટેકરી બનાવવા બાજુમાં ગુફાનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે આ સમગ્ર સ્થળ ભક્તોમાં તેમજ પ્રવાસીઓમાં લોકપ્રિય બન્યું છે દર વર્ષે અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ આ મહાકાળી મંદિર અને તેની આજુબાજુ બનેલા મીની પાવાગઢને જોવા આવે છે.