વિરમગામ તાલુકાના ભડાણા ગામ ખાતે કીટ વિતરણનું આયોજન સેવાભાવી સંસ્થાએ કર્યું

 વિરમગામ તાલુકાના ભડાણા ગામ ખાતે કીટ વિતરણનું આયોજન સેવાભાવી સંસ્થાએ કર્યું

નિરવ જોષી, અમદાવાદ

કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ – ગુજરાત યુવાટીમના સદસ્યો વાવાઝોડાથી અસરગ્રસ્ત નાગરિકોને મદદરૂપ બન્યા હતા.

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ભડાણા ગામ ખાતે આજ રોજ કીટ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે આ ગામડામાં 30 થી 35 જેટલા ઘરો આવેલા છે. પરંતુ તૌકતે વાવાઝોડા ની સ્થિતિ માં ભારે આફત આવી પડી હતી. જેમાં ગ્રામજનો ના ઘરને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે…કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ની યુવાટીમ આ કપરા સમયમાં જરૂરિયાત મંદ લોકોની વ્હારે આવી છે અને પુરતી મદદ પણ કરી શકી છે.યુવાટીમ ના રવિરાજભાઇ અને મનનભાઇને ખુબ ખુબ અભિનંદન કે જેઓ પોતાનો કિંમતી સમય ફાળવીને વાવાઝોડા ગ્રસ્ત લોકોની મદદે આવ્યા.

મહેસાણા જિલ્લા નજીક ના ગામડામાં જયારે ટીમ પહોંચી અને ત્યાં ની સ્થિતિ ની સમીક્ષા કરી તો જાણવા મળ્યું કે અએ ગામમાં આશરે 25 જેટલા ઘરો આવેલા છે અને એમનું ગુજરાન મજુરી કરીને ચાલે છે. પરંતુ હાલની વિકટ પરીસ્થિતિ કે જેમાં પહેલાં કોરોના મહામારી અને પછી તૌકતે વાવાઝોડા ને કારણે તેઓને ઘણી હાલાકી સહન કરવી પડી છે. તેઓના ઘરમાં રહેલુ અનાજ પણ તણાઇ ગયું છે અને તેમના પશુઓ પણ ભારે હાલાકી માં થી પસાર થઇ રહ્યા છે. અમારી ટીમ દ્રારા આ વિસ્તારમાં ઘઉં , ચોખા , બાજરી જેવું અનાજ અને રસોડામાં ચાલી શકે એટલી પરચુરણ આઇટમ નું વિતરણ કરવામાં આવ્યું હતું. કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત યુવાટીમ સાથે વધારે વાત કરતાં ગ્રામજનો જણાવે છે કે અત્યારે એમની પાસે રહેવા માટે ઘર , કપડાં વગેરે ની પણ ખુબ જરૂરિયાત છે. તો આપ સૌને અમારી વિનંતી છે કે આપ કોઈને કોઈ રીતે આવા પરિવાર ની મદદે આવોઅને માનવતા મહેકાવો.

આ ઉપરાંત , કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ની યુવાટીમ ગીરના નેસડી વિસ્તાર ની મુલાકાતે આવી હતી. ત્યાંથી ગીર જંગલમાં 10 કિમી અંદરના ભાગમાં એવા આઠેક ગામડાઓ છે કે જેમાં 30 – 35 ઘરો આવેલા છે. આ ગામડાઓમાં પણ તૌકતે વાવાઝોડાએ ભારે હાલાકી સર્જી છે. કાણેકનેસ ગામની પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે આ બાજુના ગામડાઓમાં પીવાના પાણી અને અનાજ દળાવવા માટે ની ખુબ ભારે હાલાકી છે. આ ઉપરાંત ત્યાં ના પરિવાર માટે એક અઠવાડિયું ચાલે તેટલા અનાજ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ હવે પછીના સમયમાં કોઇ વ્યવસ્થા થઇ શકી હોય તેવી માહિતી અમને મળેલ નથી. આથી ત્યાના ગ્રામજનો ને ભેગાં કરી કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ની યુવાટીમ દ્રારા શાકભાજી , 5 કિલો ઘઉં , 5 કિલો બાજરી , 3 કિલો ચોખા , 1 કિલો ખાંડ , 1 કિલો મરચું , 500 ગ્રામ હળદર અને500 ગ્રામ ધાણાજીરું જેવી સામગ્રીની વ્યવસ્થા કરી કીટ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 250 જેટલા નાના – મોટા પરિવારજનો ને  કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ની યુવાટીમ દ્રારા સહાય પ્રાપ્ત થઇ હતી અને આગામી સમયમાં પણ જેટલી સેવા રાશનકીટ ને લઈને થઇ શકશે એ કરવામાં આવશે.

સૌને કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત યુવાટીમ દ્રારા એક વિનંતી કરવામાં આવે છે કે આપ પણ વધારે માં વધારે લોકોની મદદ કરી સમાજ માં એક માનવતા નું ઉદાહરણ પુરુ પાડશો.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *