હિંમતનગર ખાતે દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો

 હિંમતનગર ખાતે દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

હિંમતનગર ખાતે દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો

નિ:શુલ્ક સાધન સહાય કેમ્પમાં હિંમતનગર તાલુકાના ૩૧૫ અરજદારો હાજર રહ્યા

સમાજમાં દિવ્યાંગોને હંમેશા મદદ કરવી જોઈએ કારણ કે તેઓ પણ સમાજનો ભાગ છે. આ ઉપક્રમે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની બહેરા મુંગા શાળા મોતીપુરા ખાતે એલીમ્કો અને જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠાના સંયુકત ઉપક્રમે દિવ્યાંગ સાધન સહાય માટેના  એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. 

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર તથા ગુજરાત રાજ્યની ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ કાનપુર તથા એલીમ્કો તથા જિલ્લા વહીવટીતંત્ર સાબરકાંઠાના ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ કેમ્પમાં દિવ્યાંગજનોની શારીરિક દિવ્યાંગતામાં મદદરૂપ થઈ શકે તે અર્થે ટ્રાઇસીકલ, વ્હિલચેર,કાખઘોડી, કાનનુ મશીન,બ્લાઇન્ડ ફોલ્ડિંગ સ્ટીક, એમ.એસ.આઇ.ડી.કીટકૃત્રિમ અંગોકેલીપર્સ,ઇલેક્ટ્રીક મોટર સાઇકલ,મોબાઇલ ફોન વગેરે કીટોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ. હિંમતનગર ખાતે યોજાયેલા નિ:શુલ્ક સાધન સહાય કેમ્પમાં હિંમતનગર તાલુકાના ૩૧૫ જેટલા દિવ્યાંગજનો  મુલ્યાંકન શીબીર (એસેસમેન્ટ કેમ્પ)માં હાજર રહ્યા હતા.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *