કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠાના હડિયોલ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય મેળો યોજાયો, હિંમતનગરમાં 13 કેન્દ્ર પર ગુજકેટની પરીક્ષા અપાઇ
નીરવ જોષી, હિંમતનગર
*સાબરકાંઠાના હડિયોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલની અધ્યક્ષતામાં “આરોગ્ય મેળો” યોજાયો
*૧૦૧૭ જેટલા લાભાર્થીઓએ વિવિધ તબીબી સેવાઓનો લાભ લીધો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હડિયોલ પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો “આરોગ્ય મેળો” યોજાયો હતો.
આ હેલ્થ મેળામાં આઈ.ડી, મોતીયાની તપાસ ઉપરાંત સ્પેશ્યાલીસ્ટમા પીડીયાટ્રીશીયન, ફીજીશીયન, ગાયનેક, ઓર્થોપેડિક, ડેન્ટીસ્ટ, સ્કીન, ઈ. એન. ટી, ટેલી કન્સલ્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેનો ૧૦૧૭ જેટલા લાભાર્થીઓએ વિવિધ તીબીબી સેવાઓનો લાભ લીધો હતો. આ મેળામાં અલગ અલગ આરોગ્યલક્ષી માહિતી પૂરી પાડતા સ્ટોલ ગોઠવીને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ આયુષ્યમાન ભારત કાર્ડ સ્થળ પર કાઢી આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રાજેશ પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકારશ્રી દ્વારા સમગ્ર રાજ્યમાં બ્લોક હેલ્થ મેળા યોજીને લોકોને ઘર આંગણે જ આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડવાનો અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. આ આરોગ્ય મેળામાં PMJAY કાર્ડ સહિત વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ લોકો સરળતાથી અને વિના મૂલ્યે લઇ શકે તે માટે તા. ૧૮ થી ૨૭ મી એપ્રિલ ૨૦૨૨ દરમિયાન તાલુકાકક્ષાએ બ્લોક હેલ્થ મેળાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. આ આરોગ્ય મેળાનો વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ આરોગ્ય મેળામાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ યતિનાબેન મોદી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી,આઇ.સી.ડી.એસ અધિકારીશ્રી. ડો. ચારણ, ડો. મુગલ તેમજ તજજ્ઞ તબીબો અન્ય પદાધિકારીઓ, લેબ, ટેકનિશિયનો તેમજ આરોગ્ય કર્મિઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિંમતનગર ખાતે ૧૩ કેન્દ્રો પર ગુજકેટ ૨૦૨૨ની પરીક્ષા યોજાઇ
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ઝોનમાં ગુજકેટની એપ્રિલ ૨૦૨૨ની પરીક્ષા લેવાઈ. જેમાં ૧૩ કેન્દ્રો ઉપર ૧૨૮ બ્લોકમાં કુલ ૨૫૧૫ જેટલા વિધાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. જેમાં ભૌતિક વિજ્ઞાનમાં ૨૪૩૮ વિધાર્થીઓએ પરીક્ષા આપી ૮૪ ગેરહાજર રહ્યા હતા. જેમાં ૩૮૬ અંગ્રેજી માધ્યમના વિધાર્થી હતા. જીવ વિજ્ઞાનમાં ૧૯૮૬ પરીક્ષાર્થી પરીક્ષા આપી ૭૩ ગેરહાજર હતા. આ વિષયમા ૨૫૦ વિધાર્થી અંગ્રેજી માધ્યમના હતા. ગણિતમાં ૪૫૪ વિધાર્થીઓ દ્રારા પરીક્ષા આપી અને ૧૫ વિધાર્થી ગેરહાજર જેમાં અંગ્રેજી માધ્યમના વિધાર્થી ૧૩૭ હતા.