ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
અંતિમ યાત્રાનો અંત પણ નજીક છે?
સંકલન: નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)
આજે ઘણા બધા લોકો મોબાઇલ પર ઘણા બધા whatsapp ગ્રુપમાં નવા નવા વિચારો વાંચતા હોય છે મારા ધ્યાનમાં કુલ ત્રણ પોસ્ટ એવી હતી જેને હું આજે વાચકો સમક્ષ રજૂ કરી રહ્યો છું. કોઈને કોઈ પ્રતિભાવ આપવા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકે છે. આ ત્રણેય પોસ્ટ આજના સમયને લઈને ખૂબ જ ઉપયોગી છે અને એ આપણા યાદોને પણ ઉત્તમ બનાવે છે ! આપણ માનસમાં પણ સારા વિચારોનું વાવેતર કરે છે. અને જે ભુલાઈ ગયું છે કે વિસરાઈ ગયું છે એમાંથી જે સાચું હોય એને આપણે ફરીથી પુનર્જીવિત કરીએ એવી પણ પ્રેરણા આપે છે!😀🌷⚘
“અંતિમ યાત્રા”નો અંત પણ નજીક છે?
ઘેર ઘેર આ હાલત છે..!
આજકાલ સ્મશાનમાં માંડ પચીસ-ત્રીસ લોકો આવે છે, અને એમાં અડધો અડધ લોકો નનામી ઉપાડી શકે એમ નથી હોતા એટલે જે દસ બાર લોકો હોય છે એ નનામી ઉપાડે છે..
શબવાહિનીને છેક બંગલાના કે ફ્લેટના ઝાંપા સુધી લાવવી પડે છે .
બહુ જ તકલીફ છે આ બધી, લૌકિક વ્યહવાર બંધ થયા અને હવે તો સ્મશાન જવામાં પણ જનતાને આળસ ચડે છે..
જયારે ફોન કરે છે કોઈ, કે ભાઈ ફલાણાના ફાધર કે મધર ગુજરી ગયા છે અને સવારે આઠ વાગ્યે કાઢી જવાના છે ત્યારે ફોન ઉપાડનારો પૂછે છે, “બેસણું ક્યારનું રાખ્યું છે” ?
સાથે રાત જાગવાવાળા અડોશ પડોશમાંથી ચા-પાણી અને નાસ્તો જમવાની વ્યવસ્થા કશુ જ નથી દેખાતુ..સવારે આઠ વાગ્યે કાઢી જવાના હોય તો પોણા આઠ વાગ્યે થોડાઘણા લોકો ભેગા થાય છે,અને જેવા શબવાહિનીમાં મૃતદેહને મૂકે અને સ્વજન હાથ જોડે એટલે અડધી પબ્લિક ગાયબ, અને સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં મૂક્યા પછી બીજી અડધી અને છેલ્લે અસ્થિ લેતી વખતે તો માંડ પાંચ સાત જણા ઉભા હોય છે..!
સ્મશાનેથી ઘેર આવી અને કોગળા કરી મોઢું ધોઈ ને પછી ઘરમાં જુવો તો પાંચ સાત જણા માંડ બચ્યા હોય..
કોણ જમાડે એમને? કોણ આખી રાતના ઉજાગરાવાળાને અને સ્વજનને ગુમાવ્યાના આઘાતમાંથી બહાર લાવે ?
બધું જ સરખું રૂટીન માં આવે પછી જ સ્વજનો ઘર છોડતા !
આ બધું જ ઓછું થતું જાય છે..
આ નવી ગોઠવાઈ રહેલી સમાજ વ્યવસ્થામાં હવે નામશેષઃ થતી જાય છે, “કોઈના સ્વજનના મૃત્યુની ક્ષણો સાચવવી” એવી ભાવના..!j
ગામમાં કોઈ ગુજરી જાય તો આખું બજાર બંધ થતું અને આભડવા જતા..ઘરથી ગામ બહાર આવેલા સ્મશાન સુધી નનામી જતી,બધું એક સામાજિક જવાબદારી અને ભાવનાથી થઇ જતુ..
આજે વીસ વીસ વર્ષના સબંધો હોય, ભલે ને ધંધાકીય સબંધ હોય તો પણ જનતાને આભડવા જવું તો દૂર રહ્યું બેસણામાં જતા જોર આવે છે.
હા, બહુ મોટો માણસ હોય અને એની આંખની ઓળખાણ હોય તો ફટાફટ દોડી જાય કેમકે ત્યાં હાજરી ગણાવાની છે અને સ્ટેટસ વધવાનું છે..!
આજે મૃત્યુ અને એના પછીની વિધિ, એમાં કોણ આવશે, કેટલા હાજર રહેશે એનો બહુ મોટો આધાર મૃતકના સંતાનની સફળતા ઉપર રહેલો છે.. બહુ ઓછી જગ્યાએ મૃતકના મોઢાએ જનતા આવે છે.jj
મૃત્યુ એ ઘણા લોકો માટે શક્તિ પ્રદર્શન છે,પણ ઘણા બધા માટે, ખાસ કરીને મધ્યમ વર્ગના માણસો માટે ખરેખર હૂંફ લાગણી સાથે જોડાયેલો મામલો છે..!
અને, માણસને માણસની હૂંફની જરૂર હોય છે, મને ઘણા અનુભવ છે,વર્ષો ના વર્ષો મળ્યા ના હોઈએ અને ક્યારેક આવા પ્રસંગે ગયા હોઈએ ત્યારે ખભે માથું મુકીને મૃતકની દીકરી કે દીકરો રડી પડે છે..ક્યારેક ખાલી હાથ પકડીને ઉભા રહે ફક્ત બે પાંચ મિનીટની આંખોથી થતી વાત, અરે! ખાલી આપણી હાજરી કલેજાને ઠંડક આપે અને એ દુઃખની ઘડી કાપવામાં મોટો ફાળો આપી જાય છે.j
ફેસબુક અને વોટ્સ એપની તો વાત નથી કરતો, એ તો હવે સર્વવિદિત હકીકત છે કે જેટલા RIP કે OM SHANTI ના સંદેશા ફેસબુક અને વોટ્સ એપ પર આવે છે એટલા લોકો બેસણામાં નથી આવતા..!અને આવ્યા વારા પણ ક્યાંક ને ક્યાંક કોઈ ગ્રુપ ની ચર્ચા કે આને આમ કીધું તેમ કીધું આને આમ ન કરવું જોઈએ એજ ચાલતું હોય.
સોશિયલ મીડિયાના આવ્યા પછીનો સૌથી મોટો અને વરવો બદલાવ છે આપણા સમાજનો..!
એકવાર પાછું વાળીને વિચારવાની જરૂર તો ખરી યુવાનોએ પણ, કે ખાલી RIP લખી નાખું એ બરાબર છે ? રૂબરૂ નહીં જવું જોઈએ ?
પચાસ ઉપરના તો ગમે તેમ કરીને જઈ આવે છે, સામાજિક મર્યાદા એમણે નથી લાંઘી પણ એનાથી નાની ઉમરના છોકરાઓનું શું?
નવી જનરેશનને સ્મશાન દેખાડવાની જરૂર છે, સાથે લઈને જવું જોઈએ. “ભણતર”, “ક્લાસ” કે “હવે હું તો આવ્યો છું પછી એની ક્યા જરૂર છે..?
આ બધા બહાના ખોટા છે…
મિત્રો : જે દિવસે મરણનો વ્યવહાર તૂટશે એ દિવસ પછી સમાજને તૂટતો કોઈ નહીં બચાવી શકે.. લગનમાં તો નાચનારા ભાડે લાવ્યા હવે નનામી ઊંચકવા પણ ભાડે માણસો લાવશો..?
તમે પણ વિચારજો ૧૮ વર્ષથી મોટા દીકરા દીકરીને લઈને ક્યારે બેસણા કે સ્મશાને ગયા છો..?
નથી લઇ જઈને ભૂલ તો નથી કરતાને..?
..*GOOD MORNING*
દુનિયા એકદમ નાની પણ એકદમ સુંદર અને ભવ્ય હતી….
😘 હવેની પેઢી ના નસીબમાં આ નથી 😘
● દફતર લઈને દોડવું…
● તૂટેલી ચપ્પલ નું જોડવું…
● નાશ્તા ના ડબ્બાઓ…
● શર્ટ પર સહીના ધબ્બાઓ..
● ખોબે ખોબે પીવાતું પાણી…
● રીસેસ ની વિશેષ ઉજાણી…
● બેફામ રમાતા પકડ દાવ…
● ઘૂંટણ એ પડતા આછા ઘાવ…
● બાયોં થી લુંછાતા ચેહરા…
● શેરીઓમાં અસંખ્ય ફેરાં…
● ઉતરાણ ની રાત જાગી…
● પકડાયલા પતંગ ની ભાગી…
● ભાડાં ની સાયકલ નાં ફેરાં…
● મહોલ્લાના ઓટલા પર ડેરા…
● મંજી ની રેલમ છેલ…
● ગીલ્લી ડંડા નો એ ખેલ…
● ચાર ઠીકડી ને આટા પાટા…
● લાઈટના થાંભલે ગામગપાટા…
● વરસાદે ભરપૂર પલળવું…
● ખુલ્લા પગે રખડવું…
● બોર આમલી નાં ચટાકા…
● પીઠ પર માસ્તર ના ફટાકા…
● બિન્દાસ્ત ઉજવાતું વેકેશન…
● નાં ટ્યુશન નાં ટેન્શન…
વાત સાચી લાગી કે નહિ મિત્રો…
બધું ભૂલાઈ ગયું આ મોર્ડન લાઈફ ની લાઇ માં…
કેવાં હતાં આપણે બધાં પાસે-પાસે ? જો ને નીકળી ગયા સહુ જીંદગીના પ્રવાસે..!
માળો બનાવવામાં એવા મશગુલ થઇ ગયા; ઉડવા માટે પાંખ છે એજ ભૂલી ગયા..!!🙏🙏🙏
*🙏🙏*
સાત લાખ રૂપિયા આપો તો રાધે માં (જશબીન્દર કૌર) તમને પોતાના ખોળામાં બેસાડીને આશીર્વાદ આપશે, અને પંદર લાખ રૂપિયા આપશો તો તમે એ ઠગ રાધેમાંના ફાઈવસ્ટાર હોટેલમાં ડિનર સાથે આશીર્વાદ લઈ શકો છો. છતાંય આ દેવી છે કેટલાક મૂર્ખ હિન્દુઓની.
એક “નિર્મલ બાબા” છે જે લાલ ચટણી અને લીલી ચટણીમાં ભગવાનની કૃપા વહેંચે છે, લોકો રાતદિવસ એને પુજી રહ્યા છે.
“રામપાલ” ભક્ત છે, જે કબીરને પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા માને છે, *આ ભાઈ પોતે જે પાણીએ ન્હાય છે, એ પાણી પોતાના ભક્તોને પીવડાવીને કૃતાર્થ કરે છે.*
“બ્રહ્માકુમારીમત” વાળા છે જે દાદા લેખરાજના વચનોને જ સાચી ગીતા બતાવે છે. અને પરમાત્માને બિન્દુરૂપ બતાવે છે.
“રાધાસ્વામી”વાળા પોતાના ગુરુને જ માલિક પરમેશ્વર ભગવાન ઈશ્વર માને છે. એ સાક્ષાત ઈશ્વરનો અવતાર છે.
સૌનો ઉદ્ધાર કરવાવાળા “નિરંકારી” કરોડોની ગાડીમાં પુરપાટ ઝડપે જતા થતી દુર્ઘટનાથી બીજાનું તો ખબર નઈ પણ પોતાનું મિલન પરમાત્મા સાથે કરાવી પોતાનો ઉદ્ધાર કરાવી લે છે. 😊
આશારામ અને રામરહીમના ભક્તો તો આ બધા ભક્તો કરતાંયે વધુ મહાન છે, આટલા વરસથી બધી પોલ ખુલી ગયા પછીપણ એમની જેલ જવાના રસ્તા પર ભક્ત બનીને બેસી આશારામ રામરહીમને ઈશ્વર માની રાત દિવસ એમના ગુણ ગાતા રહે છે.
કોઈ વિદેશી 👆આવી બધી મૂર્ખતા માટે જવાબદાર નથી. જેણે પોતાની દુકાન વધુ સજાવી છે, એ એટલો જ મોટો પરમેશ્વર બની ગયો છે.
બાબા લોકોને કોઈ પણ ભગવાન પર ભરોસો નથી હોતો…. બાબા પોતે Z+ સિક્યોરિટીમાં બેસીને કહે છે કે “જીવનમરણ ઉપરવાળાના હાથમાં છે.”
અંધભક્ત શ્રદ્ધાથી સાંભળે છે, પણ વિચારતા નથી.
*બાબાજી વિમાનમાં મુસાફરી કરે છે, સોનાના દાગીનાઓ પહેરે છે. ધનના ઢગલા પર બેસીને શ્રોતાઓને કહે છે કે, “મોહમાયા મિથ્યા છે, એ બધું ત્યાગી દો,” પણ કપટ લંપટથી ઉભી કરેલી સંપત્તિનો ઉત્તરાધિકારી પોતાના દીકરાને જ બનાવશે.* અંધભક્તો શ્રદ્ધાથી સાંભળશે, પણ વિચારશે નહીં.
ભક્તોને લાગે છે કે એમની તકલીફો બાબા જ સુલઝાવી રહ્યા છે, પણ બાબાજી જ્યારે કોઈ મુશ્કેલીમાં ફસાય છે ત્યારે મોટા વકીલોની મદદ લે છે, બાબાને માટે મુશ્કેલી વખતે ભક્તો દુઃખી થાય છે, પણ વિચારતા નથી.
ભક્ત બીમાર પડે ત્યારે ડૉકટર પાસેથી દવા લે છે, પણ સારો થઈ જાય ત્યારે કહે છે કે બાબાજીએ બચાવી લીધો. પણ બાબા બીમાર થાય ત્યારે મોટા ડોકટરો પાસે મોંઘી હોસ્પિટલોમાં સારવાર કરાવે છે, અંધભક્તો આ સમયે બાબાની સલામતીની દુવા પ્રાર્થના કરતા રહે છે, પણ પોતે મગજ ચલાવતા નથી.
અંધભક્તો પોતાના બાબાને ભગવાન સમજે છે, એના ચમત્કારોની ઢગલો વાર્તા સંભળાવતા રહે છે. પણ જ્યારે બાબા કોઈ અપરાધમાં જેલ જાય છે, ત્યારે બાબા એક નાનકડો ચમત્કાર પણ નથી કરી શકતા…. આવા સમયે ભક્તો તોફાન મચાવે છે, લડે/મરે/મારે છે, પણ પોતાનું મગજ ચલાવતા નથી.
માણસ આંખોથી આંધળો હોય ત્યારે એની દરેક ઇન્દ્રિય વધારે કામ કરતી હોય છે, પણ અક્કલથી આંધળા માણસની કોઈ પણ ઇન્દ્રિય ઠીક કામ નથી જ કરતી.
ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ છે કે, જાગૃત બનો, તાર્કિક બનો, અક્કલથી આંધળા નહીં.😀👍
●●●●●
આટલું જાણ્યા પછી પણ ઘણા ભક્તોનું માનવું હોય છે કે આ બધું તો ઠીક છે પણ હું જે ગુરુ-ઘર પર (અંધ)શ્રદ્ધા રાખું છું, એ આવા નથી/નહીં હોઈ શકે!😀🤣🤣🤣😅