કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠાવાસીઓએ 78માં સ્વતંત્ર દિવસની કરી ભવ્ય ઉજવણી
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540)
સાબરકાંઠાવાસીઓએ 78માં સ્વતંત્ર દિવસની કરી ભવ્ય ઉજવણી
ભાજપનું ગઢ ગણાતા મહેતાપુરા વિસ્તારમાં હિન્દુ સિનિયર સિટીઝનો વડે ધ્વજ આરોહણ કાર્યક્રમનું આયોજન કરીને મહેતાપુરા એકતા મંચ વડે હર ઘર તિરંગાનું સંદેશ અપાયો.
પાણપુર અને આરટીઓ તેમજ જઈરાબાદ વિસ્તારના મુસ્લિમ પરિવારો-યુવાનોએ તિરંગા રેલી કાઢીને રાષ્ટ્રવાદની ભાવનાથી વાતાવરણ છલકાવી દીધું!
સરકારી આયોજનના ભાગરૂપે હિંમતનગર ખાતે મંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડિંડૉરની અધ્યક્ષતામાં ૭૮મો સ્વાતંત્રતા પર્વ ધામધૂમ થી ઉજવાયો
સાબરકાંઠાના વિવિધ તાલુકાઓમાં પણ રાષ્ટ્રીય સ્વાતંત્ર દિવસની હર્ષભેર ઉજવણી.
વિવિધ સાંસ્કૃતિક કર્યક્રમો શાળાના વિધાર્થીઓ દ્વારા રજુ કરાયા
*******
સાબરકાંઠા જિલ્લામાં જિલ્લાકક્ષાનો ૧૫મી ઑગસ્ટ સ્વાતંત્રતા પર્વ આદિજાતી વિકાસ અને શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડીંડોરની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે હર્ષલ્લાસપૂર્વક ઉજવાયો હતો. મંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડીંડોરના વરદ હસ્તે ધ્વજ વંદન કરાયું તેમજ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી.
મંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું કે, આઝાદીના અમૃતકાળમાં ગુજરાત બમણી ગતિથી વિકાસ કરી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત દેશનું સુકાન સંભાળ્યા બાદ ગુજરાતને અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નિશ્રામાં ગુજરાતમાં દશે દિશાઓમાં વિકાસના કાર્યો થઈ રહ્યાં છે. જે રાજ્યની વિકાસની સીમાને વધુ ઉપર લઈ જશે.
મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી દ્વારા ‘એક પેડ મા કે નામ’, એમએસએમઈનો વિકાસ, રાજ્યમાં મજબૂત રેલવે માળખું, આંતરમાળખાકિય સુવિધાઓ, સોલાર સહાય, જેવી કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ અને રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના, રેનબસેરા યોજના, મહિલાઓ માટે વિશેષ યોજનાઓ, ખેડૂત કલ્યાણના પગલાઓ સહિત વડાપ્રધાનશ્રીના જ્ઞાન આધારીત ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના કલ્યાણને યોજનાની વિગતો આપી હતી.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, આધુનિક સમાજ વિકાસના નિર્માણમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે નારીશક્તિનું સન્માન કરતા બજેટની જોગવાઈનો ઉલ્લેખ કરીને રાજ્યમાં પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહિત કરવાના અભિગમ સાથે નવી શરૂ કરાયેલી નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને નમોશ્રી યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓને ખાળવા માટે રાજ્યમાં હરિયાળીનું પ્રમાણ વધે તે માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરીને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપેલા કિર્તીમાનનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે દેશભક્તિનો ભાવ પ્રગટ કરતા વિવિધ સાંસ્કૃતિક કર્યક્રમો શાળાના વિધાર્થીઓ દ્વારા રજુ કરાયા હતા. મંત્રીશ્રીના હસ્તે વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન, વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ તાલુકા વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો.
આ સ્વાતંત્રતા પર્વ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, શ્રીમતી રમીલાબેન બારા, ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, હિંમતનગર ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી ડો રતનકંવર ગઢવીચારણ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ, પૂર્વ સાંસદશ્રી દિપસિંહ ચૌહાણ, અગ્રણી શ્રી કનુભાઇ પટેલ, શ્રી વિજય પંડ્યા, મહિલા અગ્રણી કૌશલ્યાબા તેમજ વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
સ્વાતંત્ર દિવસ પૂર્વે હર ઘર તિરંગા કાર્યક્રમ: રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈને નાગરિકોએ સાબરકાંઠા અને અરવલ્લીમાં ધૂમ મચાવી!!!
દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી Narendra Modi સાહેબ દ્વારા કરવામાં આવેલા “હર ઘર તિરંગા” અભિયાનના આહ્વાનને સાર્થક કરવા પ્રત્યેક નાગરિક કટિબદ્ધ અને ઉત્સાહિત છે.
ત્યારે આ અભિયાનને આગળ ધપાવવાના પાવન ધ્યેય સાથે ગત મંગળવારે અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે મોડાસા તાલુકા/ શહેર સંગઠન અને જિલ્લા મોડાસા તાલુકા/ શહેર યુવા મોરચા દ્ધારા આયોજિત “તિરંગા યાત્રા”માં સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજી ને રાજયકક્ષાના માન. મંત્રીશ્રી અને ભીખુસિંહજી પરમાર અને પ્રાંતિજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા સાથે ઉમળકાભેર સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો
આ યાત્રામાં હોંશભેર જોડાયેલ સર્વે નગરજનોનો અપાર ઉત્સાહ અને ઊર્જા દર્શાવે છે કે “હર ઘર તિરંગા” અભિયાન સૌ કોઈ માટે પ્રેરણાત્મક બની રહ્યું છે.
આ યાત્રામાં, અરવલ્લી જિલ્લા યુવા મોરચા પ્રમુખશ્રી અમીષભાઈ, અરવલ્લી જિલ્લા પ્રભારીશ્રી અનિલભાઈ પટેલ, મોડાસા શહેર પ્રમુખશ્રી રણધીર ચૂરગર, મોડાસા તાલુકા પ્રમુખશ્રી ભીખુસિંહ પરમાર, મહામંત્રીશ્રી જગદીશભાઈ સહિત તાલુકા શહેર સંગઠના ના પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓ, જિલ્લા/ તાલુકા અને શહેર સંગઠનના અને તાલુકા/ શહેર યુવા મોરચા ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા.
સાબરકાંઠા: હર ઘર તિરંગા*
*સાબરકાંઠામાં વિવિધ આરોગ્ય કચેરીઓ ખાતે તિરંગો લહેરાવ્યો*
સાબરકાંઠા જિલ્લામાં નાગરીકોમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય ચેતનાને પ્રબળ બનાવવાના ઉદ્દેશ સાથે આગામી સ્વાતંત્ર પર્વ પૂર્વે ઠેર-ઠેર “હર ઘર તિરંગા” કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ તાલુકા હેલ્થ કચેરીઓ ખાતે તિરંગો લહેરાવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તાલુકા આરોગ્ય કચરી વડાલી, તાલુકા આરોગ્ય કચેરી હિનમતનગર, તાલુકા આરોગ્ય કચેરી ઇડર, આયુષ્માન આરોગ્ય મંદિર દલાની મુવાડી, આયુષ્માન આરોગ્ય મંદિર ઊંચી ધનાલ વગેરે આરોગ્ય કચેરીઓ ખાતે માન સન્માન સાથે તિરંગો લહેરાવ્યો હતો.