ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
ગુજરાતના રાજકારણમાં ભૂકંપ, હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી આખરે રાજીનામું
નીરવ જોષી, અમદાવાદ
ગુજરાત કોંગ્રેસ માંથી હાર્દિક પટેલ રાજીનામું આપ્યું છે . છેલ્લા ત્રણ અઠવાડિયાથી હાર્દિક જાય છે એ વાતની અટકળો લાગી રહી હતી, જે છેવટે સાચી પડી છે .ગુજરાતના રાજકારણમાં ઘણા સમયથી એવી અટકળો ચાલતી હતી કેટલાક મોટા કોંગ્રેસના નેતાઓને ભાજપ ફેરવી જશે. આ કાર્યક્રમના અનુક્રમે આજે ગુજરાત કોંગ્રેસના સૌથી મોટા અને જુસ્સાદાર પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલનું રાજીનામું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા. હાર્દિક પટેલ રાજીનામું આપ્યું છે અથવા તો હાર્દિક પટેલે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની કાર્યવિધિ સામે કંટાળીને છેવટે નિરાશ થઈને રાજીનામું આપ્યું છે એમ પણ કહી શકાય. હાર્દિક પટેલે પોતાનું રાજીનામું સોનિયા ગાંધીને સંબોધીને લખેલા પત્ર વડે ટ્વિટર પર મુક્યું હતું.
હાર્દિક ના એક સમયના પાટીદાર આંદોલનના કાર્યક્રમમાં સાથી નેતા રહેલા ગીતા પટેલ તેમજ અલ્પેશ કથીરિયા અને અન્ય પાટીદાર નેતાઓને પણ હાર્દિક પટેલના આ નિર્ણયથી ભારે આઘાત લાગ્યો છે. તેમણે હાર્દિક પટેલને આવા અવિચારી પગલાં બદલ ખૂબ કડક ટીકા કરી છે અને ભવિષ્યમાં તેનું ભાવિ રાજનીતિક કેરિયર અંગેના પ્રશ્નો પણ ઉઠાવ્યા છે.
ગુજરાતના રાજકારણમાં એવી અટકળો લાગી રહી છે કે આગામી સમયમાં વડાપ્રધાન ની ગુજરાતમાં રાજકોટ ખાતે હાજરી સમયે હાર્દિક પટેલ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ શકે છે પરંતુ એમ પણ કહેવું વહેલું ગણાશે કે આગામી સમયમાં હાર્દિક પટેલની રાજનીતિક રણનીતિ શું હશે??? ગુજરાત કોંગ્રેસ એવું કહી રહી છે કે કોંગ્રેસ છોડવી એ હાર્દિકની મોટી ભૂલ છે … હાર્દિક ને વધુ આપીને ફ્રી હેન્ડ ગુજરાત કોંગ્રેસમાં પણ જવાબદારીઓ અપાઇ નહોતી? હાર્દિક નું વલણ એ વિનાશકાળે વિપરીત બુદ્ધિ છે.