કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
પ્રધાનમંત્રીની ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીએ જનતાને રાષ્ટ્રીય ગૌરવની યાદોને રાખવાની અમૂલ્ય તક
avs પોસ્ટ બ્યુરો, દિલ્હી
પ્રધાનમંત્રીની ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીએ સામાન્ય જનતાને રાષ્ટ્રીય ગૌરવની યાદોને પોતાની સાથે રાખવાની તક આપી- પ્રહલાદ સિંહ પટેલ
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રાપ્ત રાષ્ટ્રીય ગૌરવને લગતી ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજી માટે નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં ચાલી રહેલા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ હરાજીમાંથી મળેલી રકમ નમામી ગંગે મિશનને સમર્પિત કરવામાં આવશે.
આ ઇ-હરાજી 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર 2021 સુધી વેબ પોર્ટલ www.pmmementos.gov.in દ્વારા કરવામાં આવી છે. જેમાં 1348 ભેટો અને સ્મૃતિચિહ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્મૃતિચિહનમાં ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સ અને ટોક્યો 2020 ઓલિમ્પિક ગેમ્સના વિજેતાઓ દ્વારા માનનીય પ્રધાનમંત્રીને ભેટ આપેલા સાધનોનો પણ સમાવેશ થાય છે.
શ્રી નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમણે “નમામી ગંગે” દ્વારા માતા ગંગાના રક્ષણ માટે મળેલી તમામ ભેટોની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે.
શ્રી પટેલે કહ્યું કે ઈ-ઓક્શન સામાન્ય જનતાને માનનીય પ્રધાનમંત્રીને ભેટમાં આપેલી યાદગાર યાદોને રાખવાની તક પૂરી પાડે છે અને ગંગા નદીના સંરક્ષણમાં પણ યોગદાન આપશે. તેમણે આ ઉમદા પહેલ માટે માનનીય પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો.
શ્રી પટેલે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર નીરજ ચોપરાની બરછી જોઈ હતી, જેની બેઝ પ્રાઈસ રૂપિયા 1 કરોડ રાખવામાં આવી છે. ઓલમ્પિકમાં વિજય ધ્વજ ફરકાવનાર પીવી સિંધુનું રેકેટ, જેની આધાર કિંમત 80 લાખ રાખવામાં આવી છે. અન્ય રસપ્રદ કલાકૃતિઓમાં અયોધ્યા રામ મંદિર, ચારધામ, રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર, મોડેલો, શિલ્પો, ચિત્રો અને અંગવસ્ત્રની પ્રતિકૃતિઓનો સમાવેશ થાય છે.