શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી શકશે- અજય ઉમટ
ખેડબ્રહ્મા ખાતે ગણપતિ મહોત્સવનું ધામધૂમથી આયોજન
નીરવ જોષી , ખેડબ્રહ્મા (m-7838880134)
ખેડબ્રહ્મા ગામમાં વર્ષોથી ગણપતિ મહોત્સવ નગરના અલગ અલગ વિસ્તારમાં ભારે ઉત્સાહથી ઉજવાય છે. આજે અનંત ચતુર્દશી ના રોજ હરણાવ નદીમાં ગણપતિ દાદા ના અલગ અલગ મૂર્તિનું વિસર્જન ભારે આનંદ અને ઉત્સાહથી કરવામાં આવશે. નગરના પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરના ગણપતિ મહોત્સવની શોભા યાત્રા પણ બપોરે નીકળનાર છે. શેઠ કેટી હાઈસ્કૂલ પાસે આવેલા ચોકમાં પણ ગણપતિ દાદા નું સ્થાપન દસ દિવસ માટે છેલ્લા 20 વર્ષથી કરવામાં આવે છે તેની શોભાયાત્રા પણ બપોરે નીકળશે.
આ ઉપરાંત બ્રહ્માજી ચોકમાં પણ ગણપતિ દાદા ના વરઘોડાને આનંદ ઉમંગથી યુવાનો પ્રસ્થાન કરાવશે.
ખેડબ્રહ્મા ના ગામ વિસ્તારમાં આવેલા પ્રજાપતિ ચોક ખાતે પ્રજાપતિ કા રાજા નામના ગણપતિ મહોત્સવ નું આજે સમાપન થનાર છે. બુધવારે રાત્રે ના ગણપતિ દાદા ને અનેક વાનગીઓનું ભોગ પણ લગાવવામાં આવ્યો હત.
આ ગણપતિ મહોત્સવની ખાસિયત એ છે કે પ્રજાપતિ ફળિયાના મોટાભાગના પરિવારો આ કાર્યક્રમમાં અને આ મહોત્સવમાં ભાગ લે છે અને ફાળો એકત્રિત કરીને સાર્વજનિક ગણપતિ દાદા નું આહવાન કરે છે.
આ ઉપરાંત આ સાર્વજનિક મહોત્સવમાં ભજન, નાટક ,ભવાઈ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ગરબા અને નાના બાળકોના નૃત્ય સંગીતનું કાર્યક્રમ પણ ખૂબ જ ઉત્સાહ અને આનંદભેદ યુવાનો આયોજિત કરે છે.