ફુટા પ્રાથમિક શાળાના શિક્ષક નટવરભાઈ બબાભાઈ ઓડનો વિદાય સમારંભ રડાવી ગયો

 ફુટા પ્રાથમિક શાળાના શિક્ષક નટવરભાઈ બબાભાઈ ઓડનો વિદાય સમારંભ રડાવી ગયો

ફુટા પ્રાથમિક શાળાના શિક્ષક નટવરભાઈ બબાભાઈ ઓડનો વિદાય સમારંભ

અમિત ડેડુણ , મેઘરજ

મેઘરજ, અરવલ્લી: મેઘરજ તાલુકાની ફુટા પ્રાથમિક શાળામાં છેલ્લા દોઢથી બે વર્ષથી સેવા આપતા શિક્ષક શ્રી નટવરભાઈ બબાભાઈ ઓડની તાજેતરમાં વતન ખાતે બદલી થતાં શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા તેમને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. સમગ્ર વાતાવરણમાં પોતાનું કોઈ સ્વજન વિદાય લઈ રહ્યું હોય એવી વણકહી વેદના કે વ્યથા પણ અનેક લોકોને ચહેરા પર દેખાઈ રહી હતી!

શાળાના શિક્ષકો, બાળકો અને ગ્રામજનો માટે આ વિદાય એક દુઃખદ ક્ષણ હતી, કારણ કે નટવરભાઈએ ટૂંકા ગાળામાં જ સૌના હૃદયમાં સ્થાન બનાવી લીધું હતું. પરંતુ, પોતાના પ્રિય શિક્ષક તેમના મનગમતા વતન માં બદલી થઈ એ વાતની ખુશી પણ સૌના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળતી હતી.

આ પ્રસંગે યોજાયેલા વિદાય સમારંભમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
નટવરભાઈના સન્માનમાં ગ્રામજનોએ તેમને પરંપરાગત રીતે પાઘડી પહેરાવી તેમનું સન્માન કર્યું હતું. આ સન્માન દર્શાવે છે કે નટવરભાઈએ આ સમયગાળા દરમિયાન કેવું ઉમદા કાર્ય કર્યું હતું. બાળકો સાથે તેમનો લગાવ, નિષ્ઠા અને મમતા તેમજ આદિવાસી બાળકોને લગાવથી ભણાવવાની તેમની આગવી શૈલી સૌને ખૂબ જ પસંદ હતી!

આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ નટવરભાઈ સાથેના પોતાના અનુભવો હૃદયથી વ્યક્ત કર્યા હતા. અને તેમની સેવાઓને બિરદાવી હતી.

નટવરભાઈએ પણ પોતાના વક્તવ્યમાં શાળા પરિવાર અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ફુટા ગામના લોકોનો પ્રેમ અને સહકાર તેઓ ક્યારેય નહીં ભૂલી શકે. આ વિદાય સમારંભ દુઃખ સાથે આનંદની લાગણીઓથી ભરેલો એક યાદગાર પ્રસંગ સમગ્ર ગામની જનતા માટે બની રહ્યો હતો.

*વતન બદલી ગૌરવ અને ગમનો સંગમ – ઓડ નટવરભાઈ બાબાભાઈનો બદલી વિદાય સન્માન*

ગામ અંબસરના રહેવાસી અને ફુટા સ્કૂલ તા મેઘરજ જિલ્લો અરવલ્લી મા માત્ર 1.5 વર્ષની ટૂંકી નોકરી ની અવધિમાં પોતાની ફરજનિષ્ઠા, સરળ સ્વભાવ અને વિદ્યાર્થીપ્રેમથી ગામ ના હ્રદયમાં જગ્યા બનાવનાર શિક્ષક શ્રી ઓડ નટવરભાઈ બાબાભાઈની બદલીની ઘડીએ આખા ગામમાં એક અનોખી લાગણી છવાઈ ગઈ।

જ્યારે તેમની બદલી પોતાના વતનના ગામમાં નિર્ધારિત થયું, ત્યારે ફુટા ગામના લોકોમાં આનંદ સાથે સાથે દુખની લાગણી પણ હતી – કેમ કે આવા શ્રેષ્ઠ શિક્ષકનું સાથ છોડવું સહેલું નથી।

ગામલોકોએ ઉદ્દાત હ્રદયથી તેમનું સન્માન કર્યું – શાનદાર પાગડી બાંધી, જે ગામના આદર, સન્માન અને ગૌરવનું પ્રતિક છે। આવું સન્માન ભાગ્યે જ કોઈ શિક્ષકને ગ્રામજનો તરફથી મળતું હોય – અને એ પોતે ઓડ નટવરભાઈ સાહેબના કાર્યોની ઊંચી ઓળખ છે।

આ પ્રસંગે એક ગામના જ એક વડીલએ કહ્યું:

“આવા શિક્ષક ગામમાં ફરીથી ક્યારે આવશે કે નહીં, એ કહેવું મુશ્કેલ છે – પણ ગામ ના દરેક બાળક અને ગામ ના લોકો ના હ્રદયમાં નટવરભાઈનું નામ હંમેશાં રહેશે.”

*આ દિવસ ફુટા ગામ માટે ગૌરવ અને વિદાયરૂપી ગમ – બે ભિન્ન લાગણીઓનો સંગમ હતો!

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच